📑 16 જાન્યુઆરીનાં સમાચાર
એપલ ચીન માટે રોજ બિઝનેસ ક્લાસની 50 ટિકિટ બુક કરે છે, વાર્ષિક ખર્ચ 2000 Cr                       ન્યૂયોર્ક: અમેરિકન એરલાઈન્સ યૂનાઈટેડની અમુક ઈન્ટરનેશનલ માહિતી લીક થઈ ગઈ છે. તે પ્રમાણે એપલ કેલિફોર્નિયાથી શાંઘાઈ માટે રોજ બિઝનેસ ક્લાસની 50 ટિકિટ બુક કરાવે છે. એપલ આ એરલાઈન્સમાં તેમના અધિકારીઓની યાત્રા માટે વાર્ષિક રૂ. 1,000 કરોડનો ખર્ચ કરે છે. આ આંકડા એપલના માત્ર એક એરલાઈન્સ માટે કરવામાં આવતા ખર્ચના છે. દરેક એરલાઈન્સની ટિકિટ બુકિંગનો કુલ એપલનો ખર્ચ રૂ. 2,000 કરોડની આસપાસ થઈ શકે છે.એપલનો હવાઈ ખર્ચ ગૂગલ-ફેસબુક કરતાં 4 ગણોવિમાન યાત્રા પર એપલ કેટલો ખર્ચ કરે છે તેનો અંદાજ ફેસબુક અને ગૂગલ જેવી કંપનીઓ સાથે સરખામણી કરવાથી આવે છે. આ બંને કંપનીઓ યૂનાઈટેડ એરલાઈન્સને વાર્ષિક રૂ. 240 કરોડ આપે છે. એટલે કે એપલ આ કંપનીઓની સરખામણીએ 4 ગણી રકમ હવાઈ યાત્રા ઉપર ખર્ચ કરે છે.યૂનાઈટેડ એરલાઈન્સ સાથે એપલના અધિકારીઓનો યાત્રાનો અંદાજે 25 ટકા ખર્ચ શંઘાઈ જવામાં થતો હોય છે. ત્યાર પછી હોંગકોંગ અને તાઈવાનનો નંબર આવે છે. ચીનના શહેરોમાં એપલના અધિકારીઓનું વાંરવાર જવું ચોંકાવનારી વાત નથી. કારણકે એપલની મોટાભાગની ડિવાઈસના હાર્ડવેર ત્યાં જ તૈયાર થાય છે.રૂ. 100 લાખ કરોડની છે બિઝનેસ ટ્રાવેલ ઈન્ડસ્ટ્રીઝબિઝનેસ ટ્રાવેલ એક મોટી ઈન્ડસ્ટ્રીઝનું રુપ લઈ ચૂકી છે. તેની માર્કેટ સાઈઝ રૂ. 100 લાખ કરોડ છે. વર્ષ 2017 ના આંકડા પ્રમાણે બિઝનેસ ટ્રાવેલ પર ચીન સૌથી વધારે ખર્ચ કરે છે. ચીન વાર્ષિક અંદાજે રૂ. 25 લાખ કરોડ બિઝનેસ ટ્રાવેલ પર ખર્ચ કરે છે.અમેરિકા બિઝનેસ ટ્રાવેલ પર ખર્ચ કરનાર વિશ્વમાં બીજા નંબરનો દેશ છે. અમેરિકા વાર્ષિક બિઝનેસ ટ્રાવેલમાં રૂ. 21 લાખ કરોડનો ખર્ચ કરે છે. ભારત બિઝનેસ ટ્રાવેલ પર વાર્ષિક રૂ. 2 લાખ કરોડનો ખર્ચ કરે છે. સમગ્ર દુનિયાની કંપનીઓ પ્રમાણે જોઈએ તો 2014ના આંકડા પ્રમાણે આઈબીએમ પહેલાં નંબરે છે. તેણે રૂ. 4,000 કરોડનો ખર્ચ કર્યો છે.
#

📑 16 જાન્યુઆરીનાં સમાચાર

📑 16 જાન્યુઆરીનાં સમાચાર - ShareChat
2.6k એ જોયું
6 મહિના પહેલા
હમણાં આટલીજ પોસ્ટ છે
અન્ય એપ પર શેર કરો
Facebook
WhatsApp
લિંક કોપી કરો
કાઢી નાખો
Embed
હું આ પોસ્ટની ફરિયાદ કરવા માંગુ છુ, કારણકે આ પોસ્ટ...
Embed Post