📰 19 નવેમ્બરનાં સમાચાર
ટેરિફમાં વધારો કરવા એરટેલ અને વોડાઆઈડિયાની તૈયારી

📰 19 નવેમ્બરનાં સમાચાર

ટેરિફમાં વધારો કરવા એરટેલ અને વોડાઆઈડિયાની તૈયારી
મુંબઈ, તા. ૧૯ વોડાફોન-આઇડિયા અને ભારતી એરટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, આગામી ડિસેમ્બર મહિનામાં ટેરિફમાં વધારો કરવામાં આવશે. આની સાથે જ ત્રણ વર્ષથી પણ વધુ સમય ગાળાની અંદર પ્રથમ વખત કિંમતમાં વધારો કરવામાં આવનાર છે. આની સાથે જ સામાન્ય વોડાફોન-આઈડિયા અને ભારતી એરટેલના ગ્રાહકોને વધારે ટેરિફની ચુકવણી કરવાની ફરજ પડશે. ખુબ જ જરૂરી રેવેન્યુ એકત્રિત કરવાના હેતુસર આ પગલા લેવામાં આવનાર છે. નુકસાન કરી રહેલી કંપનીઓ માટે જરૂરી રેવેન્યુ એકત્રિત કરવા આ હિલચાલ હાથ ધરવામાં આવી રહી છે. ટેલિકોમની બે મહાકાય કંપની વોડાફોન-આઇડિયા અને ભારતી એરટેલ હાલમાં સતત નુકસાન કરી રહી છે. જો કે, ગ્રાહકોના નેટવર્કને જાળવી રાખવા માટે બનતા તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. સાથે સાથે ભારતી એરટેલ અને વોડાફોન આઇડિયાના મોટી સંખ્યામાં ગ્રાહકો હાલમાં હરીફ કંપની રિલાયન્સ જીઓ ઇન્ફોકોમમાં પહોંચી ચુકી છે. આજે અલગ નિવેદનમાં વોડાફોન આઇડિયા અને એરટેલે આ સેક્ટરમાં થઇ રહેલા નુકસાનના સંદર્ભમાં માહિતી આપી છે. તેમનું કહેવું છે કે, હાલના ઓછા ટેરિફના લીધે પણ સમસ્યાઓ આવી રહી છે. આ હિલચાલ માટે કારણ તરીકે ડેટાની વધી રહેલી માંગને જાળવી રાખવા માટે નેટવર્કમાં રોકાણની બાબતને પણ મહત્વપૂર્ણ ગણવામાં આવે છે. પ્રાઇઝવોરને લઇને ગ્રાહકો અપેક્ષા રાખી રહ્યા છે ત્યારે હવે ટેરિફમાં વધારો કરવાની શરૂઆત થઇ રહી છે. એક વર્ષના ગાળામાં સેક્ટર રેવેન્યુનો આંકડો ૧૦થી ૧૫ ટકા સુધી વધી શકે છે અથવા તો ૧.૫થી બે અબજ ડોલર સુધીનો વધારો થઇ શકે છે. રેટિંગ કંપની ફિચના કહેવા મુજબ સરેરાશ રેટમાં ૧૦ ટકાનો વધારો થઇ શકે છે. આવી જ રીતે એરટેલ ઇન્ડિયા દ્વારા પણ ચોથા ત્રિમાસિક ગાળામાં વધારો કરવામાં આવી શકે છે પરંતુ એરટેલ અને વોડાઆઈડિયાના કસ્ટમરો હાથમાં વધુ નિકળી શકે છે. કારણ કે, એકબાજુ વોડાઆઈડિયા અને એરટેલ દ્વારા ટેરિફમાં વધારો કરવામાં આવી રહ્યો છે પરંતુ જો જીઓ દ્વારા કોઇ વધારો કરવામાં નહીં આવે તો હાથમાંથી નવા ગ્રાહકો નિકળી શકે છે. નજીકના ભવિષ્યમાં ૩૦થી ૪૫ ટકાનો વધારો દેખાઈ રહ્યો છે. ભારતી એરટેલના સંદર્ભમાં જુદી જુદી રજૂઆતો થઇ રહી છે. બીજી બાજુ કારોબારને ચાલુ રાખવા માટે સરકાર પાસેથી રાહતની અપેક્ષા પણ વોડાફોન આઈડિયા રાખી રહ્યા છે.

21.1k એ જોયું
3 મહિના પહેલા
જલિયાંવાલા સ્મારક સંસ્થામાંથી પણ કોંગ્રેસ નેતા દૂર થશે-સુધારો મંજૂર

📰 19 નવેમ્બરનાં સમાચાર

જલિયાંવાલા સ્મારક સંસ્થામાંથી પણ કોંગ્રેસ નેતા દૂર થશે-સુધારો મંજૂર
ન્યુ દિલ્હી,તા.૧૯ રાજ્યસભાએ જલિયાંવાલા બાગ રાષ્ટ્રીય સ્મારક (સુધારા), બિલ, ૨૦૧૯ પસાર કર્યું હતું જેના પગલે હવે કોંગ્રેસ અધ્યક્ષને આ સ્મારકના ટ્રસ્ટી તરીકે દૂર કરવામાં સરકારનો માર્ગ મોકળો થયો છે. નોંધનીય છે કે નેહરૂ મેમોરિયલ ટ્રસ્ટમાંથી પણ તમામ કોંગ્રેસી સભ્યોને દૂર કરાયા છે.

કોંગ્રેસ પ્રમુખ પેનલના કાયમી સભ્ય હતા. લોકસભામાં સૌથી મોટા વિપક્ષી પાર્ટીના નેતાને સભ્ય તરીકે સમાવવા બિલમાં સુધારો કરવામાં આવ્યો છે . કાયદા અંગે સર્વસંમતિની ગેરહાજરીના કારણે છેલ્લા સત્રમાં રાજ્યસભા સભામાં આ ખરડો સ્થગિત કરાયો હતો અને રાજ્યસભા સભામાં તે પસાર થઈ શક્યું ન હતું. આજે તે પસાર થયું છે.

અભિજિત બેનર્જીને નોબેલ પારિતોષિક માટે પસંદ કરવા બદલ અભિનંદન

અર્થશાસ્ત્રના પ્રતિષ્ઠિત નોબેલ પુરસ્કાર માટે પસંદ કરવા બદલઅભિજીત બેનર્જીને મંગળવારે રાજ્યસભામાં અભિનંદન આપવામાં આવ્યા હતા. ગૃહની બેઠકની શરૂઆતમાં અધ્યક્ષે અભિજીત બેનર્જીની સિધ્ધિનો ઉલ્લેખ કરતા કહ્યું કે, વૈશ્વિક સ્તરે ગરીબી નાબૂદ કરવાના તેમના અવનવા પ્રયાસો માટે બેનરજી, એસ્થર ડુફલો અને મિશેલ ક્રેમરને અર્થશાસ્ત્રના નોબેલ પુરસ્કાર માટે પસંદ કરવામાં આવ્યા છે. નાયડુએ કહ્યું કે ભારત માટે ખૂબ ગર્વની વાત છે કે આ સન્માન માટે બેનરજીની પસંદગી કરવામાં આવી હતી.

21.1k એ જોયું
3 મહિના પહેલા
મહારાષ્ટ્ર દંગલઃ દિલ્હીમાં મંત્રણાઓનો ધમધમાટ

📰 19 નવેમ્બરનાં સમાચાર

કોંગ્રેસના નેતાઓની બેઠક યોજાઇ
મુંબઇ/ન્યુ દિલ્હી,તા.૧૯ કોંગ્રેસના વચગાળાના પ્રમુખ સોનિયા ગાંધીએ પાર્ટીના વરિષ્ઠ નેતાઓ અહેમદ પટેલ, એકે એન્ટની અને મલ્લિકાર્જુન ખડગે સાથે મહારાષ્ટ્રમાં સરકારની સંભવિત રચના અંગે ચાલી રહેલી વાતચીતના મામલે બેઠક યોજી હતી. આ એ નેતાઓ છે જે સરકારની રચના અંગે સતત એનસીપી સાથે સંપર્કમાં છે અને નવી સરકારના ગઠનને આકાર આપવાનો પ્રયાસ કરી રહ્યાં છે. ગઇકાલે સોમવારે સાંજે આ મુદ્દે એનસીપીના પ્રમુખ શરદ પવાર સોનિયાને મળ્યા હતા.

સૂત્રોએ જો કે જણાવ્યું કે કોંગ્રેસ અને એનસીપીના નેતાઓ વચ્ચેની દિલ્હી ખાતેની બેઠક આજે મુલતવી રાખવામાં આવી છે. એનસીપી નેતાઓએ કહ્યું કે આજે કોંગ્રેસના ઘણા નેતાઓ સ્વ. ઈન્દિરા ગાંધીની જન્મજયંતિ સંબંધિત કાર્યક્રમમાં ભાગ લઈ રહ્યા છે, તેથી જે બેઠક આજે યોજાવાની હતી તે હવે આવતીકાલે બુધવારે યોજાશે. શરદ પવાર અને સોનિયા ગાંધીની બેઠકમાં થયેલી વાતને અજિત પવાર, જયંત પાટિલ, પ્રફુલ પટેલ સહિત એનસીપીના અન્ય નેતાઓ કોંગ્રેસના અશોક ચવ્હાણ, પૃથ્વીરાજ ચવ્હાણ અને બાળાસાહેબ થોરાતને મળીને રાજ્યમાં સરકારની રચના અંગે નેતાઓ વચ્ચે ચર્ચા થશે. તેઓ નક્કર આકાર અને ભવિષ્યની રણનીતિ નક્કી કરશે.

જ્યારે, શિવસેનાના નેતા સંજય રાઉતે ફરી એકવાર ભાજપ પર નિશાન સાધ્યું છે. સંજય રાઉતે કહ્યું કે ભાજપે અમને છેતર્યા છે. તેમણે કહ્યું કે, રાજ્યમાં શિવસેના સરકાર બનાવશે તે નિશ્ચિત છે. શરદ પવાર અંગે તેમણે કહ્યું કે શરદ પવારને સમજવામાં ઘણા જન્મ લાગશે. તેમણે કહ્યું કે પવાર સાહેબ રાજકિય રીતે અનુભવી અને પરિપક્વ છે, વડા પ્રધાન તેમની પ્રશંસા કરી શકે છે. રાઉતે કહ્યું કે અમે ખેડૂતોના મુદ્દે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળીશું, આ બેઠકનું નેતૃત્વ શરદ પવાર જ કરશે. સંજય રાઉતે કહ્યું કે મને શરદ પવાર પર કોઈ શંકા નથી, અમે ડિસેમ્બરના પહેલા અઠવાડિયામાં સરકાર બનાવીશું.

રાઉતે ફરી એકવાર એક ટ્‌વીટ સાથે દિવસની શરૂઆત કરી હતી. મંગળવારે તેમણે લખ્યું કે "જો જીવનમાં કંઈક મેળવવાનું છે, તો માર્ગ બદલો, હેતુ નહીં. જય મહારાષ્ટ્ર!"

શિવસેનાનું શું થશે? તેના જવાબમાં તેમણે જણાવ્યું કે શિવસેના સતત આશા રાખે છે કે ટૂંક સમયમાં રાજ્યમાં સરકાર રચાશે અને મુખ્ય પ્રધાન તેમનો જ રહેશે. એનસીપી અને કોંગ્રેસ સાથે હજી વાટાઘાટો ચાલી રહી છે. શરદ પવાર સોનિયા ગાંધીને મળ્યા બાદ શિવસેનાના સંજય રાઉત પણ તેમને મળવા આવ્યા હતા, રાઉતે બેઠક બાદ કહ્યું હતું કે તમામ પક્ષો ઈચ્છે છે કે રાજ્યમાંથી રાષ્ટ્રપતિ શાસનનો અંત આવે.

22.8k એ જોયું
3 મહિના પહેલા
વારંવાર સંસદને ઘેરીશું, ફી વધારો પરત ન ખેંચાય ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે

📰 19 નવેમ્બરનાં સમાચાર

વારંવાર સંસદને ઘેરીશું, ફી વધારો પરત ન ખેંચાય ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે
ન્યુ દિલ્હી,તા.૧૯ દિલ્હીની જવાહરલાલ નહેરુ યૂનવર્સિટીમાં ફી વધારવાના મુદ્દે વિદ્યાર્થીઓએ શરૂ કરેલો વિરોધ હજુ અટક્યો નથી. મંગળવારે જેએનયુ વિદ્યાર્થી એસોસિયેશને પ્રેસ કોન્ફરન્સ કરીને સરકારને સીધો પડકાર આપ્યો છે કે, તેઓ ઝુકવાના નથી. વિદ્યાર્થીઓ જાહેરાત કરી છે કે, જ્યાં સુધી સરકાર તરફથી વધારવામાં આવેલી હોસ્ટેલ ફી પરત લેવામાં નહીં આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે. ત્નદ્ગેંજીેંના અધ્યક્ષ આઈશી ઘોષે જાહેરાત કરી છે કે વારંવાર સંસદ ઘેરવાની જરૂર પડશે તો તે પણ કરવામાં આવશે.

હોસ્ટેલની ફી વધારાના મુદ્દે જેએનયુ વિદ્યાર્થીઓએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. વિદ્યાર્થીઓ તરફથી કહેવામાં આવ્યું હતું કે, અમે ૨૩ દિવસથી માંગણી કરી રહ્યા છીયે પરંતુ કોઈ અમારી વાત સાંભળતુ નથી. દિલ્હી પોલીસ દ્વારા જે લાઠી ચાર્જ કરવામાં આવ્યો તે ક્રૂરતા છે. તેના કારણે ઘણાં વિદ્યાર્થીઓ ઘાયલ છે અને તેથી તેઓ પ્રેસ કોન્ફરન્સનો હિસ્સો બની શક્યા નથી. પ્રેસ કોન્ફરન્સમાં વિદ્યાર્થીઓએ આરોપ લગાવ્યો કે, દિલ્હી પોલીસના પુરુષ જવાનો દ્વારા વિદ્યાર્થીઓને પકડવામાં આવી રહ્યા છે, જે સંપૂર્ણ રીતે ખોટું છે.

જેએનયૂ વિવાદઃ પોલીસે કલમ-૧૪૪ તોડવાના આરોપમાં એફઆઇઆર દાખલ કરી

જેએનયૂ પ્રોટેસ્ટ કેસમાં દિલ્હી પોલીસે કલમ ૧૪૪ તોડવાના આરોપમાં અજ્ઞાત લોકોના વિરૂદ્ધ કેસ દાખલ કર્યો છે. પોલીસે કિશનગઢ પોલીસ મથકમાં કેદ દાખલ કર્યો છે. આ પ્રદર્શનમાં દિલ્હીના પોલીસના ૩૦ જવાન અને જેએનયૂના ૧૫ વિદ્યાર્થી ઘાયલ થયા હતા.

21.4k એ જોયું
3 મહિના પહેલા
અન્ય એપ પર શેર કરો
Facebook
WhatsApp
લિંક કોપી કરો
કાઢી નાખો
Embed
હું આ પોસ્ટની ફરિયાદ કરવા માંગુ છુ, કારણકે આ પોસ્ટ...
Embed Post