👩નારી શક્તિ💪
1K Posts • 27M views
⚔️GR - jadeja⚔️
921 views 7 days ago
" કોણે માર્યો મા નો રોઝો " એક ચારણ દિકરી નેસડા ની બાજુ માં બનાવેલ ભંડકિયામાં (નહાવા ધોવા માટે કાચું બનાવ્યું હોય ) સ્નાન કરે છે, એમાં એના બાપુ ક્યાંય બહાર ગામ ગયા હોય એ આવે છે અને એનો પડછાયો પડે છે એટલે ઈ દિકરી ના મોઢા માંથી શબ્દ નિકળી જાય છે " કોણ છે રોઝડા જેવું " (દિકરી ને ખબર નથી બાપુ બહાર ગામ ગયા હતા એ આવી ગયા છે , બાપુ ની નજર પણ દિકરી ન્હાવા બેઠી છે એ બાજુ નથી ગઈ) ભારે કરી હો અને એ દિકરી એટલે આજે આપણે જેને બાવીસીયુ માતાજી તરીકે પુજાય છે, હવે સગા બાપ રોઝ બની જાય છે પછી તો એમ કહેવાય છે કે ખુબ રંજાડ કરે છે, કોઈ ખેતીવાડી ને નુકસાન થાય છે પછી તો એ એક રાજ માંથી બીજા રાજ માં એમ એ રોઝ જે વિસ્તારમાં હોય એ વિસ્તારમાં દિકરી પણ રોકાઈ છે પછી એને રાજ ના માણસો મારી નાખે છે, પછી આજ નું જે બાવીસી કોટડા છે ત્યાં એ માતાજી પણ સમાધી લીધી છે ત્યાં પણ મંદિર છે અને ઘેડ વિસ્તારમાં મીતી ગામ આવેલું છે ત્યાં પણ માતાજી અમુક સમય રોકાયા હતા ત્યાં પણ મંદિર છે વાવ છે, ઘણા લોકો ને માતાજી એ દિકરા પણ આપ્યા છે અને એ લોકો ત્યાં એ દિકરા ઓની ફોટો પણ મુકી જાય છે, અને માતાજી દરેક ની મનોકામના પુરી કરે છે અત્યારે ઘણા કલાકારો આઈ ખોડીયાર નો રોઝો કે એવું બોલે છે પણ ખરેખર એ આઈ બાવીસીયુ ના બાપુ હતા એને બીજા કોઈ માતાજી ના નામ સાથે જોડીને ના ગવાય. સત્ય ઘટના છે લખવા માં કોઈ ક્ષતિ રહી હોય તો માફ કરજો ઘણા લોકો પાસે થી સાભળેલી વાત છે એટલે લખાણ માં કોઈ શબ્દ ની ભુલ હોય તો પણ બાવીસીયુ માતાજી માફ કરજો. #😇 સુવિચાર #📚 ભારતનો ઈતિહાસ #🙏હિન્દૂ દેવી-દેવતા🌺 #👣 જય મેલડી માઁ #👩નારી શક્તિ💪
9 likes
8 shares