📰 04 ઓક્ટોબરનાં સમાચાર
અયોધ્યા કેસઃ ૧૭ ઑક્ટોબર સુધી દલીલો પૂર્ણ કરવા સીજેઆઇ ગોગોઈનું ફરમાન
#

📰 04 ઓક્ટોબરનાં સમાચાર

અયોધ્યા કેસઃ ૧૭ ઑક્ટોબર સુધી દલીલો પૂર્ણ કરવા સીજેઆઇ ગોગોઈનું ફરમાન
ન્યુ દિલ્હી,તા.૪ સુપ્રીમ કોર્ટે કહ્યું કે અયોધ્યા જમીન વિવાદ મામલે બંને પક્ષોની દલીલ ૧૭ ઓક્ટોબ સુધીમાં પૂર્ણ કરી લેવામાં આવશે. અગાઉ સુનાવણી પૂરી કરવાની ડેડલાઈન ૧૮ ઓક્ટોબર હતી. હવે એક દિવસ વહેલી સુનાવણી ખતમ થઈ જવાની વાત અદાલત તરફથી કહેવામાં આવી છે. ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ શુક્રવારે કહ્યું કે આગલા અઠવાડિયે દશેરાની રજા રહેશે. જેના આગલા અઠવાડિયે સોમવારે વક્ફ બોર્ડના વકીલ રાજીવ ધવન પોતાનું ક્રોસ એક્ઝામિનેશન પૂર્ણ કરી લેશે. મંગળવાર અને બુધવારે હિન્દુ પક્ષ તેના પર જવાબ આપશે. ગુરુવારે ૧૭ ઓક્ટોબરે મૉડલિંગ ઑફ રિલીફ પર ચર્ચા થશે. અયોધ્યામાં ૨.૭૭ એકર જમીન પર રામ લલા, નિર્મોહી અખાડા અને સુન્ની વક્ફ બોર્ડ વચ્ચે વિવાદ છે.<br><br>રાજીવ ધવને શુક્રવારે કહ્યું કે તેઓ ૧૪ ઓક્ટોબર સુધી પોતાની દલીલો પૂરી કરી લેશે અને તેનાથી વધુ સમય નહિ લે. અયોધ્યા મામલે ગત ૩૭ દિવસથી સુપ્રીમ કોર્ટ દરરોજ સુનાવણી કરી રહ્યું છે. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ રંજન ગોગોઈની અધ્યક્ષતાવાળી ૫ સભ્યોની સંવિધાન પીઠ આ મામલે સુનાવણી કરી રહી છે. પીઠમાં ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ સિવાય જસ્ટિસ એસએસ બોબડે ડીવાઈ ચંદ્રચૂડ, અશોક ભૂષણ અને અબ્દુલ નજીર છે. ઉત્તર પ્રદેશના અયોધ્યામાં વિવાદિત જમીનને લઈ અલ્હાબાદ હાઈકોર્ટે સપ્ટેમ્બર ૨૦૧૦ના પોતાના ફેસલામાં ૨.૭૭ એકરની વિવાદિત જમીનને રામ લલા, નિર્મોહી અખાડા અને સુન્ની વક્ફ બોર્ડ વચ્ચે સરખા ભાગમાં વહેંચવાનો આદેશ આપ્યો હતો. ત્રણેય પક્ષ આ આદેશથી નાખુશ દેખાયા હા અને સુપ્રીમ કોર્ટમાં મામલાને ખેંચી ગયા. જે બાદ હવે સુપ્રીમ કોર્ટમાં આ મામલાની સુનાવણી ચાલી રહી છે.<br><br>
360 એ જોયું
4 મહિના પહેલા
અન્ય એપ પર શેર કરો
Facebook
WhatsApp
લિંક કોપી કરો
કાઢી નાખો
Embed
હું આ પોસ્ટની ફરિયાદ કરવા માંગુ છુ, કારણકે આ પોસ્ટ...
Embed Post