🚆 રેલવેમા ભાડા વધારો!
ભાડા વધારો / હવે રેલવેનો વારો, ભાડું પ્રતિ કિમી 5 પૈસાથી 40 પૈસા સુધી વધી શકે છે રેલવે ટૂંક સમયમાં તમામ વર્ગના મુસાફરી ભાડામાં વધારો કરશે. આ અંગેની જાહેરાત ચાલુ સપ્તાહે થવાની શક્યતા છે. રેલવેના એસીથી લઈ સામાન્ય અને લોકલ ટ્રેનના માસિક-ત્રિમાસિક સિઝન પાસનું ભાડું પણ વધારશે. આ વધારો પ્રતિ કિમી 5 પૈસાથી 40 પૈસા સુધી રહેવાની સંભાવના છે. મતલબ કે ભાડા વધારો 10થી 20 ટકાની વચ્ચે હશે. ભાડામાં વધારાથી દર વર્ષે 4થી 5 હજાર કરોડની વધારાની આવક થશે રેલવે સૂત્રોના જણાવ્યા મુજબ સંસદીય સમિતિઓની ભલામણ તથા ટ્રેન ચલાવવાનો ખર્ચ વધવાને કારણે આ પગલું ભરવું પડે તેમ છે. રેલવે બોર્ડને વિધાનસભાની ચૂંટણી પૂરી થાય ત્યાં સુધી રાહ જોવા કહેવાયું હતું. મુસાફરી ભાડામાં વધારાથી દર વર્ષે 4થી 5 હજાર કરોડની વધારાની આવક ઊભી થવાની સંભાવના છે. છેલ્લા ઘણા સમયથી મુસાફરી ભાડામાં વધારો કરાયો નથી. રેલવે ઘણા સમયથી ખોટ કરી રહી છે. તેની આર્થિક હાલત સુધારવા માટે પણ આ પગલું ભરાઈ રહ્યું છે.
#

🚆 રેલવેમા ભાડા વધારો!

🚆 રેલવેમા ભાડા વધારો! - LIS N - CK WAG - 7 2 4674 JHS AB - ShareChat
9k એ જોયું
2 મહિના પહેલા
અન્ય એપ પર શેર કરો
Facebook
WhatsApp
લિંક કોપી કરો
કાઢી નાખો
Embed
હું આ પોસ્ટની ફરિયાદ કરવા માંગુ છુ, કારણકે આ પોસ્ટ...
Embed Post