📜 29 ડિસેમ્બરનાં સમાચાર

📜 29 ડિસેમ્બરનાં સમાચાર

#

📑 29 ડિસેમ્બરનાં સમાચાર

December 29, 2018 । અમદાવાદ । અમદાવાદ- મુંબઇ વચ્ચે બુલેટ ટ્રેન મામલે ચાલી રહેલા જમીન સંપાદનના વિવાદમાં આજે ખેડૂતો માટે રાહત આપતી રજુઆત કરાઇ છે. નેશનલ હાઇસ્પીડ રેલ કોર્પોરેશને હાઇકોર્ટમાં સોંગદનામું કર્યુ હતુ. જેમા એવી રજુઆત કરાઇ છે કે આ પ્રોજેકટ માટે ખેડૂતોએ આપેલી જમીન સંપાદન સામે તેમને ૫૬ ટકા વધુ વળતર ચુકવવામાં આવશે. ખેડૂતોની જમીનની આકારણી આવકવેરા વિભાગ કરશે. ઉપરાત જંત્રીની કિમંત ૨૦૧૧ પ્રમાણે વળતર નહી ચુકવાય. NHSRC કરેલા સોંગદનામામાં એવી પણ ખાતરી આપવામાં આવી છે કે જે લોકોએ સંપાદન માટે સંમતિ નથી આપી તેમને પણ યોગ્ય વળતર ચુકવવામાં આવશે. બુલેટ ટ્રેન મામલે ચાલી રહેલા કાનુની વિવાદમાં આજે તમામ પક્ષે દલીલો પૂર્ણ થઇ ગઇ હતી. જેની વધુ સુનાવણી ૧૧મી જાન્યુઆરીએ હાથ ધરાશે. સુરત સહિતના ૮ જીલ્લાના આશરે ૧હજાર કરતા વધુ ખેડૂતોએ જમીન સંપાદન મામલે અન્યાય થઇ રહ્યો હોવાની રજુઆત સાથે હાઇકોર્ટમાં અરજી કરી છે. આ મામલે કેન્દ્ર સરકાર ધરાર જવાબ નહી આપતા ઇ મેઇલ દ્વારા જાપાનની જીકા કંપનીને તેમની સાથે થયેલા અન્યાયની જાણ કરી હતી. જેના પગલે જાપાને ૧ લાખ ૧૦ હજાર કરોડના પ્રોજેકટ સામે અત્યાર સુધી માત્ર ૧૨૫ કરોડ રૂપિયા જ ફંડ આપ્યુ છે. ભારત અને જાપાન વચ્ચે થયેલી સમજુતી પ્રમાણે આ પ્રોજેકટ ૨૦૨૨ સુધીમાં પુરો કરવા જાપાને આશરે રૂ ૮૦૦૦૦ કરોડનું રોકાણ કરવાનું છે.
3.3k views
3 months ago
Share on other apps
Facebook
WhatsApp
Copy Link
Delete
Embed
I want to report this post because this post is...
Embed Post