ચોમાસું / મહારાષ્ટ્ર-રાજસ્થાનમાં આગામી બે દિવસ ભારેી શક્યતા, હવામાન વિભાગે 15 શહેરોમાં યેલો એલર્ટ જાહેર કર્યો મુંબઈમાં બુધવાર રાતથી વરસાદ થઈ રહ્યો છે, વર્સોવામાં ત્રણ કલાકમાં 50 મિમી. વરસાદ થયો હવામાન વિભાગે મુંબઈ, રાયગઢ, પાલઘર, થાણે અને કોંકણમાં પણ વરસાદનો અંદાજ દર્શાવ્યો છે મુંબઈ: રાજસ્થાનમાં છેલ્લાં કેટલાક દિવસોથી થોડો થોડો વરસાદ થઈ રહ્યો છે. બુધવારે પણ રાજ્યમાં ઘણી જગ્યાએ વરસાદ થયો હતો. આગામી દિવસોમાં પણ હવામાન વિભાગે પૂર્વી રાજસ્થાનમાં વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. રાજ્યના કુલ 15 શહેરોમાં આ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તેમાં ભારે વરસાદની શક્યતા જાહેર કરવામાં આવી છે. મહારાષ્ટ્રના મુંબઈ, થાણે અને પાલઘરમાં બુધવાર રાતથી થોડો થોડો વરસાદ થઈ રહ્યો છે. તેના કારણે ઘણાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. હવામાન વિભાગે મુંબઈમાં બે દિવસ (ગુરુવાર અને શુક્રવારે) પણ ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. આ દરમિયાન મુંબઈ અને રાયગઢમાં ભારે વરસાદ થઈ શકે છે. સરકારે મહારાષ્ટ્રના ચાર જિલ્લા- મુંબઈ, થાણે, રાયગઢ અને પાલઘરની દરેક સ્કૂલ કોલેજો આજે બંધ રાખવાનો આદેશ આપ્યો છે. #📅 તાજા સમાચાર #maharashtra #Mumbai #☔ મુંબઈમાં વરસાદ #rainalert
#

📅 તાજા સમાચાર

📅 તાજા સમાચાર - ShareChat
178 એ જોયું
26 દિવસ પહેલા
હમણાં આટલીજ પોસ્ટ છે
અન્ય એપ પર શેર કરો
Facebook
WhatsApp
લિંક કોપી કરો
કાઢી નાખો
Embed
હું આ પોસ્ટની ફરિયાદ કરવા માંગુ છુ, કારણકે આ પોસ્ટ...
Embed Post