🎬 "RAW" ફિલ્મ
#

🎬 "RAW" ફિલ્મ

આટલા કરોડની કમાણી Monday April 8, 2019 મુંબઈ : જ્હોન અબ્રાહમની ફિલ્મ RAW (રોમિયો અકબર વોલ્ટર – Romeo Akbar Walter) 5 મી એપ્રિલે સિનેમાઘરોમાં રિલીઝ થઇ છે. રોબી ગ્રેવાલ દ્વારા નિર્દેશિત આ ફિલ્મ એક્શન અને સસ્પેન્સથી ભરપૂર છે. આ રીતે વેપારના વિશ્લેષકે ખાતરી આપી છે કે ફિલ્મ બોક્સ ઓફિસ પર સારી શરૂઆત કરી શકે છે. ટ્રેડ વિશ્લેષક ગિરીશ જોહરે અનુમાન લગાવ્યું હતું કે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર પ્રથમ દિવસે 6 – 6.5 કરોડ રૂપિયાની કમાણી કરી શકે છે. જોકે, ઓપનિંગ ડે પર ફિલ્મે કેટલી કમાણી કરી તે આંકડો હજુ આવ્યો નથી પરંતુ ફિલ્મમાં જ્હોનની એક્ટિંગ અંગે ટીકા કરવામાં આવી રહી છે. ક્રિટીક્સનું કહેવું છે કે આ ફિલ્મમાં જ્હોનના કોઈ એક્સપ્રેશન દેખાઈ રહ્યા નથી. ફિલ્મમાં જોન અબ્રાહમ ઉપરાંત, મૌની રોય અને જેકી શ્રોફ પણ મુખ્ય ભૂમિકામાં છે. ગિરિશ જોહરના કહેવા પ્રમાણે, ‘પરમાણુ’ અને ‘સત્યમેવ જયતે’ પછી, RAW બોક્સ ઑફિસ હિટ પણ સાબિત થઈ શકે છે. ગિરીશ જોહર અનુસાર, “જ્હોન અબ્રાહમ તેની ફિલ્મો કાળજીપૂર્વક પસંદ કરે છે. જ્હોન તેના ચાહકોને નિરાશ કરવા માંગતો નથી. ” ઉલ્લેખનીય છે કે, ફિલ્મના પ્રથમ વિકેન્ડના કલેક્શન પરથી અંદાજ લગાવવામાં આવશે કેઆ ફિલ્મ કેટલા દિવસો સુધી ચાલશે.જોકે, હાલ ફિલ્મને લઈને મિક્સ રીવ્યુ મળી રહ્યા છે.
5.4k એ જોયું
2 મહિના પહેલા
હમણાં આટલીજ પોસ્ટ છે
અન્ય એપ પર શેર કરો
Facebook
WhatsApp
લિંક કોપી કરો
કાઢી નાખો
Embed
હું આ પોસ્ટની ફરિયાદ કરવા માંગુ છુ, કારણકે આ પોસ્ટ...
Embed Post