🙋‍♂️ શિરડી બંધ વિવાદ
#

🙋‍♂️ શિરડી બંધ વિવાદ

16 એ જોયું
1 મહિના પહેલા
પાથરીને સાંઈ બાબાનું જન્મ સ્થળ ગણાવવાથી ભક્તો નારાજ, શિરડીમાં આજથી અનિશ્ચિત મુદ્દત સુધી બંધ, મંદિર ખુલ્લું રહેશે સાંઈ બાબાના સમર્થકોએ મહારાષ્ટ્ર સરકારના એક નિર્ણયનો વિરોધ નોંધાવ્યો છે. મુદ્દો સાંઈ બાબાના જન્મ સ્થળ વિશેનો છે અને સાંઈ સમર્થકો તેને આસ્થાનો સવાલ માનીને લડાઈ લડવા તૈયાર થઈ ગયા છે. આજે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની અપીલ પછી પણ શિરડી ગ્રામ સભાએ રવિવારે બંધના એલાનની જાહેરાત કરી છે. જોકે ગ્રામ સભા તરફથી મંદિર ખુલ્લું રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. સીએમ તરફથી સાઈ જન્મભૂમિ પાથરી શહેર માટે વિકાસ નિધિની જાહેરાત પછી શરૂ થયેલો વિવાદ શાંત થવાનું નામ નથી લેતો. નોંધનીય છે કે, મુખ્યમંત્રીના નિવેદનથી શિરડીના લોકો નારાજ છે. 19 જાન્યુઆરીથી શિરડીમાં અનિશ્ચિત મુદ્દતના બંધની જાહેરાત કરવામાં આવી છે. સાંઈ ભક્તોનો આરોપ છે કે મહારાષ્ટ્ર સરકાર આસ્થા સાથે રમત રમી રહી છે. શિરડીમાં ગ્રામીણો અને ટ્રસ્ટ સાથે જોડાયેલા લોકો વચ્ચે ઘણી વખત બેઠક થયા પછી આ નિર્ણય લેવામાં આવ્યો છે.
#

🙋‍♂️ શિરડી બંધ વિવાદ

🙋‍♂️ શિરડી બંધ વિવાદ - ShareChat
9.6k એ જોયું
1 મહિના પહેલા
અન્ય એપ પર શેર કરો
Facebook
WhatsApp
લિંક કોપી કરો
કાઢી નાખો
Embed
હું આ પોસ્ટની ફરિયાદ કરવા માંગુ છુ, કારણકે આ પોસ્ટ...
Embed Post