📋 22 જુલાઈનાં સમાચાર
બીજી વખત પણ હુ જ મહારાષ્ટ્રનો મુખ્યમંત્રી બનીશઃ ફડણવીસ

📋 22 જુલાઈનાં સમાચાર

બીજી વખત પણ હુ જ મહારાષ્ટ્રનો મુખ્યમંત્રી બનીશઃ ફડણવીસ
મુંબઇ,તા.૨૩ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે એક નિવેદનમા જણાવ્યુ છે કે તેઓ ફરી વાર પણ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બનશે. કારણ તેઓ માત્ર ભાજપના જ નહિ પણ શિવસેના, આરપીઆઈ અને રાષ્ટ્રીય સમાજ પક્ષ જેવા તમામ સહયોગી પાર્ટીના મુખ્યમત્રી છે. તેથી આગામી ચૂટણી બાદ પણ હુ મુખ્યમંત્રી બનીશ.

ફડણવીસે વધુમા જણાવ્યુ હતુ કે હુ આ અગાઉ પણ કહી ચુકયો છુ, કે મુખ્યમંત્રી તરીકે હુ જ ફરી આવીશ. તેમણે વધુમા જણાવ્યુ હતુ કે કેટલાંક લોકો એવા સવાલ કરી રહ્યા છે કે આગામી ચૂટણી બાદ મુખ્યમંત્રી કોણ બનશે તો મારે તેમને એ કહેવુ છે કે આ બાબતે જનતા નિર્ણય કરશે. તેની ચિંતા તમારે કરવાની નથી. તેમણે વધુમા જણાવ્યુ કે ભાજપના કામ જોઈને જ લોકો તેને મત આપે છે. અને આ માટે અમારી સરકારે જે પાંચ વર્ષમા કામ કર્યા છે તેનાથી આમજનતા સારી રીતે જાણકાર છે.

આ દરમિયાન શિવસેનાના નેતા અને રાજ્યસભાના સાંસદ સંજય રાઉતે જણાવ્યુ હતુ કે મુખ્યમંત્રીના પદ માટે ભાજપ અને શિવસેના વચ્ચે કોઈ વિવાદ નથી. ભાજપ અને શિવેસેનાના જ મુખ્યમંત્રી છે અને રાજય વિધાનસભાની ચૂટણી બાદ ફડણવીસ પરત આ પદ પર આવશે તેવા તેવા નિવેદન અંગે કોઈ જ પ્રતિક્રિયા આપવા ઈનકાર કર્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમા જ શિવસેના તરફથી તેના યુવા સેના પ્રમુખ આદિત્ય ઠાકરેને મુખ્યંમંત્રી પદ માટે પસંદ કરવાની શિવસેના તરફથી હિલચાલ થઈ રહી હોવાની વાત બહાર આવી હતી આ અંગે ઠાકરેએ જણાવ્યુ હતુ કે આ બાબતે રાજયની જનતા જ નિર્ણય કરી શકશે કે હુ આ પદ માટે લાયક છુ કે નહિ. ઠાકરેએ આ વાત મહારાષ્ટ્રમા ેતેમની જન આશીર્વાદ યાત્રા દરમિયાન કરી હતી. બીજી તરફ આગામી પહેલી ઓગસ્ટથી ફડણવીસ અમરાવતી જિલ્લામા ગુરુકુંજ મોજારીથી મહા જનાદેશ યાત્રાનો આરંભ કરી રહ્યા છે.

18.3k એ જોયું
2 મહિના પહેલા
અન્ય એપ પર શેર કરો
Facebook
WhatsApp
લિંક કોપી કરો
કાઢી નાખો
Embed
હું આ પોસ્ટની ફરિયાદ કરવા માંગુ છુ, કારણકે આ પોસ્ટ...
Embed Post