😥 ડુંગળીના ભાવમાં 500% નો વધારો

😥 ડુંગળીના ભાવમાં 500% નો વધારો

મોંઘવારી : સપ્ટેમ્બરથી ડિસેમ્બર દરમિયાન ગુજરાતમાં ડુંગળીના ભાવમાં 500 ટકાનો ભાવ વધારો થયો ગરીબની કસ્તુરી ગણાતી ડુંગળીના ભાવમાં ભડકો થતા લોકોની હાલત કફોડી થઈ છે. તો બીજી તરફ ડુંગળીના વાવેતરને ઘણું નુકસાન થતા ખેડૂતોને પણ આ વર્ષે કોઈ મોટો ફાયદો થયો નથી. ડુંગળી ખાવી હાલ લોકોને મોંઘી બની છે તેમ કહી શકાય. ત્રણ મહિના પહેલા ડુંગળીના એક કિલોના ભાવ 20થી 25 હતા. પરંતુ ત્યારબાદ ડુંગળીના ભાવ ધીમે ધીમે વધતા ગયા. ગુજરાતમાં સપ્ટેમ્બર બાદ 20 રૂપિયે કિલો વેચાતી ડુંગળી 50 રૂપિયે કિલો થઈ હતી. ઓક્ટોબરના અંત સુધી ડુંગળીના કિલોના ભાવ 50 હતા. જ્યારે 1 નવેમ્બરથી ફરીથી ભાવમાં ભડકો થયો હતો. 27 નવેમ્બર સુધી ડુંગળીનો ભાવ 100 રૂપિયે કિલો થયો હતો. ત્યારબાદ ડિસેમ્બર મહિનામાં ડુંગળીનો રિટેલ ભાવ 100થી 120 સુધી રહ્યો હતો. આમ સપ્ટેમ્બરમાં 20 રૂપિયે કિલો વેચાતી ડુંગળી 120 થતા 500 ટકાનો ભાવ વધારો થયો હતો.
#

😥 ડુંગળીના ભાવમાં 500% નો વધારો

😥 ડુંગળીના ભાવમાં 500% નો વધારો - ShareChat
24.3k એ જોયું
1 મહિના પહેલા
અન્ય એપ પર શેર કરો
Facebook
WhatsApp
લિંક કોપી કરો
કાઢી નાખો
Embed
હું આ પોસ્ટની ફરિયાદ કરવા માંગુ છુ, કારણકે આ પોસ્ટ...
Embed Post