💳 SBI ના નવાં નિયમ
સ્ટેટ બેન્કે ATMથી રોકડ ઉપાડની સિસ્ટમ બદલી, OTP અનિવાર્ય સ્ટેટ બેન્કે એટીએમમાંથી રોકડ ઉપાડના નિયમમાં મોટો ફેરફાર કર્યો છે. દેશની સૌથી મોટી બેન્કના ગ્રાહકોએ હવે રાત્રે એટીએમમાંથી રોકડ ઉપાડતા સમયે એકાઉન્ટ સાથે જોડેલો મોબાઈલ સાથે રાખવો પડશે. બેન્ક રાત્રે 8 વાગ્યાથી સવારે 8 વાગ્યા સુધી એટીએમમાંથી 10 હજાર રૂપિયાથી વધુ નાણાં ઉપાડો તો ઓટીપી આધારિત સિસ્ટમ લાગુ કરી રહી છે. બેન્કે કહ્યું કે ગ્રાહકોને ફ્રોડથી બચાવવા માટે આ નિર્ણય લેવાયો છે. નવી સિસ્ટમ 1 જાન્યુઆરી 2020થી લાગુ પડશે. બીજી બેન્કના એટીએમમાંથી જો નાણાં ઉપાડવામાં આવશે તો આ સિસ્ટમ લાગુ પડશે નહીં. સિસ્ટમ કેવી રીતે કામ કરશે એસબીઆઈના ગ્રાહકોએ એટીએમના ઉપાડ સમયે પોતાનો મોબાઈલ સાથે રાખવો પડશે. ટ્રાન્ઝેક્શન દરમિયાન ખાતા સાથે જોડાયેલો મોબાઈલ નંબર બેન્ક તરફથી વન-ટાઈમ પાસવર્ડ તરીકે મોકલાશે. એટીએમમાં પાસવર્ડ સાથે આ ઓટીપી નંબર પણ એન્ટર કરવાનો રહેશે.
#

💳 SBI ના નવાં નિયમ

💳 SBI ના નવાં નિયમ - 1234567890123456 - ShareChat
23.8k એ જોયું
2 મહિના પહેલા
અન્ય એપ પર શેર કરો
Facebook
WhatsApp
લિંક કોપી કરો
કાઢી નાખો
Embed
હું આ પોસ્ટની ફરિયાદ કરવા માંગુ છુ, કારણકે આ પોસ્ટ...
Embed Post