ભારત બંધ
#ભારત બંધ
LIVE: કોંગ્રેસનું ભારત બંધ; પટનામાં લાઠી ચાર્જ, મુંબઈમાં મનસેએ કરી મનમાની             નવી દિલ્હી: કોંગ્રેસે પેટ્રોલ-ડીઝલના સતત વધતા ભાવ અને ડોલર સામે રૂપિયો નબળો થતો હોવાથી સોમવારે ભારત બંધની જાહેરાત કરી છે. આ ભારત બંધની આગેવાની કોંગ્રેસ પાર્ટી કરી રહી છે. તેમને અંદાજે 21 રાજકીય પાર્ટી દ્વારા સમર્થન આપવામાં આવ્યું છે.નોંધનીય છે કે, સવર્ણોએ એસસી-એસટી એક્ટ વિરુદ્ધ ભારત બંધ રાખ્યું હતું અને આજે હવે વિપક્ષે ભારત બંધની જાહેરાત કરી છે. એટલે કે એક અઠવાડિયામાં આ બીજી વખત મોદી સરકારની નીતિઓ સામે ભારત બંધ રાખવામાં આવ્યું છે. કૈલાશ માનસરોવરથી પરત આવેલા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પણ આ વિરોધ-પ્રદર્શનમાં જોડાયા છે.રાહુલ ગાંધીએ મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી કરી માર્ચની શરૂઆતઆજે સવારે રાહુલ ગાંધી રાજઘાટ પહોંચ્યાં હતા. તેમણે મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપીને માર્ચની શરૂઆત કરી હતી. તેમની સાથે કોંગ્રેસ કોષાધ્યક્ષ અહમદ પટેલ અને પાર્ટી મહાસચિવ મોતીલાલ વોરા સહિત કોંગ્રેસના અન્ય અગ્રણી નેતાઓ અને કાર્યકર્તાઓ પણ જોડાયા હતા.અપડેટ્સ- બેગુસરાયમાં બંઘ સમર્થકોએ સ્ટેશન પર ટ્રેનને રોકીને સરકાર વિરુદ્ધ નારેબાજી કરી હતી. - પશ્ચિમ બંગાળમાં 20 લેફ્ટ કાર્યકર્તાઓની ધરપકડ કરવામાં આવી છે. આ દરેક કાર્યકર્તાઓ દુર્ગાપુર રેલવે સ્ટેશનમાં જબરજસ્તી ઘુસવાનો પ્રયત્ન કર્યો હતો.- મહારાષ્ટ્રમાં મુબંઈમાં ભારત બંધ દરમિયાન પ્રદર્શન કરી રહેલાં કોંગ્રેસ કાર્યકર્તાઓની ધરપકડ કરવામાં આવી છે.- મુબંઈમાં મનસેના કાર્યકર્તાઓએ બીજેપી હેડક્વાર્ટરની ઓફિસ પર હુમલો કર્યો.- બિહારના પાટનગર પટનામાં હાઈકોર્ટ સામે તમામ સુરક્ષા વ્યવસ્થા વચ્ચે હાઈકોર્ટના જજને અંદર જતા રોકવામાં આવ્યા છે. અહીં સમાજવાદી પાર્ટીના કાર્યકર્તાઓએ જજની ગાડી સામે હોબાળો કર્યો હતો.- મુંબઈમાં મનસેના કાર્યકરોએ જબરજસ્તી દુકાન બંધ કરાવી- રામલીલા મેદાન પર વિપક્ષના ધરણામાં યુપીએ ચેરપર્સન સોનિયા ગાંધી, પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ પણ પહોંચ્યા છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને અન્ય વિપક્ષી પાર્ટીઓના નેતા પહેલેથી જ હાજર હતાં.- કોંગ્રેસ કાર્યકર્તાઓએ મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં પેટ્રોલ પંપમાં તોડફોડ કરી હતી. આ દરમિયાન પોલીસકર્મીને પણ મારવામાં આવ્યા હતા. કોંગ્રેસના આ હોબાળામાં એક વ્યક્તિ ઘાયલ થયો છે. ઉજ્જૈનના દરગાહ મંડી પાસે કોંગ્રેસ કાર્યકર્તાઓએ તોડફોડ કરી છે. નોંધનીય છે કે, ભારત બંધના કારણે અહીં ઘણી દુકાનો અને સ્કૂલો બંધ છે. - છત્તીસગઢમાં પણ પેટ્રોલ-ડીઝલની વધતી કિમતો વિરુદ્ધ પ્રદર્શન ચાલુ છે. રાયપુરમાં કોંગ્રેસ કાર્યકર્તાઓએ રસ્તા પર ઉતરીને મોદી સરકાર વિરુદ્ધ નારેબાજી કરી છે. - મહારાષ્ટ્રમાં વિપક્ષનું ભારત બંધનું એલાન ખૂબ આક્રમક રીતે આગળ વધી રહ્યું છે. રાજ ઠાકરેની મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના કાર્યકર્તાઓએ પુણેમાં ઘણી બસો પર પથ્થરમારો કર્યો છે.- દક્ષિણ રાજ્ય કેરળમાં પણ વિપક્ષના ભારત બંધની અસર જોવા મળી રહી છે. કેરળમાં સવારે 6 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી ભારત બંધ રહેશે. - કર્ણાટકના મેંગલુરુમાં અમુક પ્રદર્શનકારીઓએ પ્રાઈવેટ બસ પર પથ્થરમારો કર્યો છે.- કોંગ્રેસ નેતા અશોક ગહલોતનું કહેવું છે કે, અમે પ્રદર્શન દ્વારા મોદી સરકાર પર પ્રેશર બનાવવા માગીએ છીએ જેથી તેઓ પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો કરે. જે રીતે તેમણે અમારા પ્રેશરના કારણે રાજસ્થનમાં VATમાં ઘટાડો કર્યો છે. તેમણે કહ્યું કે, બીજેપીની કાર્યકારિણીની બેઠકમાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાની કોઈ વાત કરવામાં આવી નથી.- ગુજરાતના અમદાવાદમાં બંધના કારણે સુરક્ષાબળ તહેનાત કરવામાં આવ્યા છે. અહીંના ઈસનપુરમાં NSUIના કાર્યકર્તાઓ સ્કૂલ બંધ કરાવી. પ્રાઈવેટ સ્કૂલોમાં રજા જાહેર કરી દેવામાં આવી છે.- બિહારના દરભંગામાં પ્રદર્શનકારીઓએ કમલા ફાસ્ટ પેસેન્ડર ટ્રેન રોકી- બિહારના જહાનાબાગમાં આરજેડી કાર્યકર્તાઓએ રેલવે ટ્રેક પર ટાયર સળગાવ્યા- ઓરિસ્સાના ભુવનેશ્વરમાં ભારત બંધની અસર, રસ્તાઓ પર વિપક્ષી પાર્ટીઓનું પ્રદર્શન, ટ્રેન રોકી- કર્ણાટકના કલબુર્ગીમાં બારત બંધની અસર, બસ સર્વિસ સંપૂર્ણ રીતે ઠપ- આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનમમાં સીપીઆઈ(M)ના કાર્યકર્તાએ સવારે સવારે પ્રદર્શન કર્યું20 વિપક્ષી પાર્ટીઓએ ભારત બંધને સમર્થનકોંગ્રેસના જણાવ્યા પ્રમાણે, કેન્દ્ર સરકારની નીતિઓ વિરુદ્ધ જાહેર કરવામાં આવેલા બંધમાં સમગ્ર દેશની 20 વિપક્ષી પાર્ટીઓ અને ઘણાં વેપારી સંગઠન સમર્થન આપી રહ્યા છે. તેમાં સપા, આરજેડી, જેડીએ, રાકપા, મનસે, હિન્દુસ્તાન આવામ મોર્ચા અને કોમ્યુનિસ્ટ પાર્ટીઓ પણ સામેલ છે. બીજી બાજુ આમ આદમી પાર્ટી અને ઓરિસ્સાની સત્તાધારી પાર્ટી બીજેડીએ આ બંધને સમર્થન આપ્યું નથી.સંસદની અંદર અને બહાર લડાઈ લડી રહી છે કોંગ્રેસકોંગ્રેસ નેતા અજય માકને રવિવારે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં મોંઘવારી, રાફેલ સોદામાં ભષ્ટ્રાચાર, રૂપિયાની ઘટતી કિંમત, પેટ્રોલિયમ ઉત્પાદનની વધતી કિંમતો જેવા જનતા સાથે જોડાયેલા મુદ્દાઓ ઉપર કોઈ વાત જ કરવામાં આવી નથી. કોંગ્રેસ રાહુલ ગાંધીના નેતૃત્વમાં સંસદની અંદર અને બહાર ભાજપની ખોટી નીતિઓ સામે લડાઈ લડી રહ્યા છે. કોંગ્રેસ આ બંધના માધ્યમથી કેન્દ્ર સરકાર પર પેટ્રોલ-ડીઝલની વધતી કિંમતોને કાબુ કરવા માટે પ્રેશર કરશે. #ભારત બંધ
ગુજરાતમાં ભારત બંધની અસર, ભીલોડામાં MLAની હાજરીમાં ટાયર સળગાવાયાં                 ગાંધીનગર : પેટ્રોલ અને ડીઝલની આકાશ આંબતી કિંમતોને પગલે કોંગ્રેસે ભારત બંધનું એલાન આપ્યું છે. બંધને સફળ બનાવવા માટે કોંગ્રેસ દ્વારા ઠેરઠેર વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે. અરવલ્લી જિલ્લાના ભીલોડામાં કોંગ્રેસના ધારાસભ્યની હાજરીમાં ટાયરો સળગાવીને ચક્કાજામ કરવામાં આવ્યો હતો. ભરૂચમાં ચક્કાજામ કરવા બદલ કોંગ્રેસી કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી. રાજ્યમાં ઠેરઠેર કોંગી કાર્યકરોની અટકાયતનો દોર ચાલી રહ્યો છે.ગુજરાતભરમાં બંધની સ્થિતિઅમદાવાદ: લાલ દરવાજા લક્કી હોટલ પાસે કોંગ્રેસના ગુજરાત પ્રમુખ અમિત ચાવડા અને ગુજરાત પ્રભારી રાજીવ સાતવ, મનીષ દોશી સહિતના કોંગી નેતાઓની અટકાયતઅમદાવાદ: ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા સહિત કોંગ્રેસના કાર્યકરોની પોલીસે અટકાયત કરી.અમદાવાદ: વસ્ત્રાપુરની એલ જે કોલેજ એનએસયુઆઈના કાર્યકરોએ બંધ કરાવી.અમદાવાદ: કાયદો અને વ્યવસ્થાને લઈને અમદાવાદ પોલીસનો ચૂસ્ત પોલીસ બંદોબસ્ત, 3 DCP, 4 ACP, 30 PI, 150 PSI, 2300 પોલીસકર્મી, 800 હોમગાર્ડ અને SRPની 2 કંપની સવારે 6 વાગ્યાથી ખડેપગેઅમદાવાદ: ભારત બંધના એલાનના પગલે રાજ્યની એસ ટી બસ સેવા પર જોવા મળી અસર.અમદાવાદ: ભારતબંધ એલાનને પગલે થલતેજમાં કોંગ્રેસના કાર્યકરોએ વિદ્યાર્થીઓને સ્કૂલે લઈને જતી DPS સ્કૂલની બસને રોકીઅમદાવાદ: ભારત બંધના એલાનને પગલે યુથ કોંગ્રેસના કાર્યકરોએ વેજલપુરની ઝાયડ્સ સ્કૂલ બંધ કરાવીઅમદાવાદ : ભારત બંધનું એલાન વચ્ચે અજાણ્યા શખ્સોએ શાહપુર હલીમની ખડકી પાસે બે AMTS બસમાં કરી તોડફોડ.ગાંધીનગર: જિલ્લાના દહેગામ શહેર સંપૂર્ણ બંધ, સ્કૂલો તથા કોલેજો અને બજારો બંધ, પોલીસનો ચાંપતો બંદોબસ્ત.સુરત: અઠવાલાઇન્સ નજીક આવેલી એસપીબી કોલેજને બંધ કરાવવાનો પ્રયાસ, એનેસયુઆઈના સાત કાર્યકર્તાઓની પોલીસ દ્વારા અટકાયતસુરત: વેડ રોડ સ્થિત અખંડઆનંદ કોમર્સ એન્ડ આર્ટ્સ કોલેજે બંધના એલાનને આપ્યું સમર્થનસુરત: વરાછા વિસ્તાર માં કોંગ્રેસ ના કાર્યકર્તા સાથે કોર્પોરેટર પણ બંધ કરાવવા આવી પહોંચ્યાસુરત: યોગીચોક પાસે લક્ષ્મણ નગર વિસ્તારની તમામ દુકાનો બંધ કરાવીસુરત: વરાછા હીરાબાગ પાસેથી મહિલા કોંગ્રેસ કાર્યકર્તાની અટકાયતસુરત: દિલ્હી ગેટ નજીક એક પેટ્રોલપંપ બંધ કરાવાતા પોલીસ દોડી આવીસુરત: પુણાગામ વોર્ડ નંબર 16એ સંપૂર્ણ બંધ પાડ્યુંસુરત: ઉધના વિસ્તારમાં ચક્કાજામ કરાવ્યો, વાહનો રોકી બંધ કરાવ્યુંસુરત: લિંબાયત વિસ્તાર ખાતે ચાર રસ્તા ઉપર ટાયર સળગાવીને વિરોધ, 15 જેટલા કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવીસુરત: ટેક્સટાઇલ માર્કેટ બંધ કરાવવાનો પ્રયાસસુરત: સિટીલાઈટમાં ડીઆરબી ભાણા કોલેજ બંધ કરાઇસુરત: વરાછાની ધારુકા કોલેજ બંધ કરાઈભરૂચ: સ્ટેશન રોડ પર આવેલ ધારાસભ્ય દુષ્યંત પટેલના પેટ્રોલ પંપને કોંગ્રેસના કાર્યકરોએ બંધ કરાવ્યો.ભરૂચ: અંકલેશ્વર ત્રણ રસ્તા સર્કલ નજીક કોંગ્રેસના કાર્યકરોએ ટાયર સળગાવી દુકાનો બંધ કરાવી.ભરૂચ: અંકલેશ્વરમાં રસ્તા રોકી એસટી ડેપોમાં બસ પરત વાળનાર 20 કોંગ્રેસી કાર્યકરોની અટકાયત કરાઈ.ભરૂચ: શહેરના સ્ટેશન રોડ પરની ખાનગી (એક્સિસ) બેંક બંધ કરાવતા પોલીસ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઘર્ષણ.ભરૂચ: ભારત બંધના એલાનના પગલે કોંગી કાર્યકરોએ દહેજ રોડ ચક્કાજામ કર્યોવડોદરા: કોંગ્રેસના કાર્યકરોએ રામધૂન બોલાવી કારેલીબાગની અંબે વિદ્યાલય બંધ કરાવી, પોલીસે 7ની અટકાયત કરીઅરવલ્લી : જિલ્લામાં વહેલી સવારથી બંધની અસર, ભીલોડાના ધારાસભ્યની ઉપસ્થિતિમાં વહેલી સવારે શામળાજી હાઇવે પર ટાયરો સળગાવી કરાયું ચક્કાજામઅરવલ્લી : ભારત બંધના એલાનને લઈ અરવલ્લીમાં ગ્રામ્ય વિસ્તારની એસટી સેવા બંધ, મોડાસા બસ સ્ટેશનમાં બસોનો ખડકલો.બનાસકાંઠા: દાંતા અંબાજી માર્ગ પર ટાયરો સળગાવ્યા, મોટો પોલીસ કાફલો ઘટનાસ્થળે.બનાસકાંઠા : કોંગ્રેસના બંધના પગલે બનાસકાંઠાથી પાટણ સિધ્ધપુર જતી તમામ બસો બંધ, અંબાજી દાંતા અને હડાદ વિસ્તારની તમામ બસો બંધ.સાબરકાંઠા: હિંમતનગરમાં બજાર બંધ કરાવવા નિકળેલ કોંગ્રેસના મહિલા સહિતના 50 જેટલા હોદ્દેદારો અને કાર્યકર્તાઓની પોલીસે કરી અટકાયતરાજકોટ: ત્રિકોણબાગ ખાતે વિરોધ પ્રદર્શન કરવા આવેલા કોંગ્રેસના શહેર પ્રમુખ મહેશ રાજપૂત, સહિત કોંગ્રેસ અગ્રણી, કાર્યકર્તાઓની અટકાયત.પંચમહાલ: કોંગ્રેસના ભારત બંધ એલાનને લઈ ગોધરા ઝોનથી ગ્રામ્ય વિસ્તારમાં જતી મોટાભાગની બસોના પૈડાં થંભી ગયા. #ભારત બંધ