એકાદશી ની શુભકામના
163 Posts • 286K views
c.j. jadav
937 views 16 days ago
🍃🍃🌼🍃🍃 🥀કાર્તિક સુદી - ૧૧ પ્રબોધિની એકાદશી.             નારદજી બ્રહ્માજીને પૂછે છે :- હે પિતામહ ?? પ્રબોધિની એકાદશી નું શું ફળ મળે અને વ્રત કેવી રીતે કરવું ??             બ્રહ્માજી કહે છે :- આ એકાદશીના દિવસે બ્રહ્મમુહૂર્તમાં જાગવું. દાતણ - સ્નાન કરીને શ્રી હરિની પૂજા કરવી. ઉપવાસ કરીને જાગરણ કરવું. દિવસ અને રાત પ્રભુનું ભજન - સ્મરણ - કીર્તન કરીને પસાર કરવા. ધૂપ - દીપ અને ચંપાના પુષ્પ વડે ભગવાનની પૂજા કરવી. ફળો અને તુલસીપત્ર ધરાવવા. લાલ સુગંધી કમળ ના ફૂલ ચડાવવા. કેટકીના પુષ્પ અને દુર્વાથી વિષ્ણુભગવાનનું પૂજન કરવું. આ પ્રમાણે કરવાથી કરોડો ગૌદાનનું પુણ્ય મળે છે.               આ વ્રતના દિવસે જે સવારે કે બપોરે એકવાર ફળાહાર કરે છે તેના એક જન્મનું પાપ નષ્ટ થાય છે. આખો દિવસ ભૂખ્યા રહીને સાંજે ફળાહાર કરે છે તેના બે જન્મોનું પાપ નાશ પામે છે. અને ઉપવાસ કરવાથી સાત જન્મના પાપ નાશ પામે છે. અને જે કોઈ પ્રભુ ભજન કરતા કરતા ઉપવાસ કરીને જાગરણ કરે છે દશ હજાર કુળને તારનારો થાય છે. જે માણસ આ વ્રત નથી કરતો તેનું સઘળું પુણ્ય નષ્ટ થાય છે. જે કોઈ આ વ્રત કર્યા વગર કાર્તિક માસ પસાર કરે છે તેના જન્મો - જન્મનું વ્રતનું ફળ મળતું નથી.           આ વ્રત પૂરું કરવા માટે બારસ ના દિવસે શ્રેષ્ઠ બ્રાહ્મણો ને જમાડીને યોગ્ય દક્ષિણા આપવી. જો કોઈએ ચાતુર્માસ દરમ્યાન મધ - ફળ - આમળા - દહીં - અનાજ કે જે કાંઈ નિયમ લીધો હોય તો કાંસ્ય પાત્ર કે તામ્ર પાત્રમાં દાન આપીને નિયમ પૂરો કરવો. જે કોઈ લીધેલ નિયમ ને પુરા કરતો નથી તે આગલા જન્મમાં આંધળો અથવા કોઢીયો થાય છે.                બ્રહ્માજી કહે છે :- હે નારદજી ?? તમે જે મને પૂછ્યું હતું તે મેં કહી સંભળાવ્યું. આ કથાના પાઠથી અથવા સાંભળવાથી અનંતગણુ પુણ્ય પ્રાપ્ત થાય છે.                આવી રીતે સ્કંદપુરાણમાં કાર્તિક માસના શુક્લપક્ષ ની પ્રબોધિની એકાદશી નું મહાત્મ્ય કહેલું છે.                     🍃🍃🌼🍃🍃 #એકાદશી ની શુભકામના #એકાદશી #અનાદિમુક્તરાજ શ્રી અબજીબાપા ##જય સ્વામિનારાયણ #🙏 સ્વામિનારાયણ મંદિર
10 likes
13 shares