હવે વેક્સિંગને કહો બાય-બાય, આ ઘરેલૂ ઉપચારથી રૂંવાટી થઇ જશે થોડા દિવસોમાં દૂર શરીર પર વધારાના વાળ કોઇને પણ ક્ષોભજનક સ્થિતિમાં મૂકી દે છે. બગલમાં, ફેસ પર કે પછી શરીરના અન્ય હિસ્સા પર આવતી રૂવાંટીને દૂર કરવ માટે પાર્લરમાં નિયમિત વેક્સ કરાવવુ પડે છે અથવા તો બ્લીચિંગ કરાવી શકો છો. પરંતુ શું તમે જાણો છો કે કેટલાક ઘરેલૂ ઉપચાર એવા છે જેની મદદથી તમે આ કાયમી રૂંવાટીને બાય બાય કહી શકો છો. - હળદર અને ચણાનો લોટ એક સરખા માપમાં લો, તેમાં થોડા ટીપા સરસિયાનું તેલ અથવા તો દિવેલ ઉમેરો, ત્યાર પથી હલાવીને એક પેસ્ટ તૈયાર કરો. આ પેસ્ટને શરીરના એવા હિસ્સામાં લગાવો જ્યાં વાળ વધારે હોય. 30 મિનિટ પછી ઠંડા પાણીથી ધોઇ લો. - થોડુ દૂધ અથવા પાણી લઈ તેમાં 1 મોટી ચમચી ચણાનો લોટ અને પા ચમચી હળદર ઉમેરો. પેસ્ટ બનાવો અને વાળના ગ્રોથવાળી જગ્યાએ લગાવીને મસાજ કરો. સૂકાઇ જાય પછી રૂંવાટીની વિરુદ્ઘ દિશામાં ઘસીને કાઢો. - એક મોટી ચમચી ભરીને સૂકવેલા ફુદીનાના પાન લો. તેને એક ગ્લાસ ઉકળતા પાણીમાં નાખી દો, આ પછી વાસણને 10 મિનિટ સુધી ઢાંકી દો. તેણે ગાળીને 2 વખત પીવાથી ઝડપથી પરિણામ મળશે. - પપૈયાની છાલ કાઢીને તેની પેસ્ટ ન બને ત્યાં સુધી પીસી લો, અડધી ચમચી હળદર ઉમેરો. આ પેસ્ટને તમારા ચહેરા પર લગાવીને 5-10 મિનિટ મસાજ કરો. આ પછી ચોખ્ખા પાણીથી ચહેરાને ધોઇ લો. એક અઠવાડિયુ આમ કરવાથી વધારાની રૂંવાટીની છૂટકારો મળશે. - તુલસીના પાન અને ડુંગળીના રસને એક સાથ સ્કિન પર લગાવવામાં આવે તો રૂંવાટીથી છૂટકારો અપાવે છે. - એક કેળાને 2 ચમચી લોટ સાથે છૂંદીને આ પેસ્ટને વાળ વધુ હોય તે હિસ્સામાં લગાવો. પેસ્ટ લગાવ્યા પછી સર્ક્યુલર મોશનમાં 10 મિનિટ મસાજ કરો. તેને થોડી ત્વચા પર રહેવા દો અને હૂંફાળા પાણીથી ધોઇ નાખો. અઠવાડિયામાં 2 વખત આ ઉપાય કરવાથી સારું પરિણામ મળે છે. - મેથીનો પાવડર રૂંવાટી દૂર કરવા માટે કારગર ઉપાય છે. મેથીના દાણાને ગ્રાઇન્ડ કરી પાવડર બનાવો, તેમાં ગુલાબજળ મિક્સ કરી લો. આ પેસ્ટને 2 વખત ચહેરા પર લગાવવાથી રૂંવાટીથી છૂટકારો મળશે. - શરીર પર વધારાના વાળ દૂર કરવા આ એક અસરકારક ઉપચાર છે. 2 મોટી ચમચી જવના લોટમાં લીંબુના રસના થોડા ટીપા અને થોડું દૂધ ઉમેરી દો. તેને ચહેરા પર લગાવવીને 15 મિનિટ રહેવા દો અને પછીથી હૂંફાળા પાણીથી ધોઇ નાખો. #🙆‍♀️ બ્યૂટી ટિપ્સ #💪 સ્વાસ્થ્ય અને લાઇફસ્ટાઇલ #💄 મેક-અપ
#

🙆‍♀️ બ્યૂટી ટિપ્સ

🙆‍♀️ બ્યૂટી ટિપ્સ - ShareChat
8.8k એ જોયું
15 કલાક પહેલા
અન્ય એપ પર શેર કરો
Facebook
WhatsApp
લિંક કોપી કરો
કાઢી નાખો
Embed
હું આ પોસ્ટની ફરિયાદ કરવા માંગુ છુ, કારણકે આ પોસ્ટ...
Embed Post