👧 નારી શક્તિ

👧 નારી શક્તિ

#

👧 નારી શક્તિ

એક રાજા હતો એણે એક સર્વે કરવાનો વિચાર આવ્યો કે મારા રાજ્યમાં ઘરસંસાર માં પતિનું ચાલે છે કે પત્નીનું ❓ એ માટે એણે ઇનામ રાખ્યુ અને રાજ્ય માં જાહેરાત કરી કે જે ઘરમાં પતિનું ચાલતું હોય એમને ગમતો ઘોડો ઇનામ માં આપશે અને જેને ત્યાં પત્ની ની સરકાર હોય એમને સફરજન મળશે... એક પછી એક બધા નગરજનો સફરજન ઉઠાવવા માંડ્યાં. રાજાને તો ચિંતા થઈ કે શું મારા રાજ્યમાં બધા સફરજન જ છે ⁉ એવામાં એક મોટી મુછૉ, લાલઘુમ આંખો અને પાંચ હાથ પુરો જુવાન આવ્યો અને બોલ્યો..... રાજાજી , મારા ઘરમાં હું કહુ એમ જ થાય.. લાવો ઘોડો....😠 રાજા તો ખુશ ખુશ થઈ ગયા.. અને કહ્યું .. જા જવાન, મનગમતો ઘોડો લઇ લે.. જવાન તો કાળો ઘોડો લઇને થયો રવાના.. ઘરે પહોંચ્યો અને થોડીવાર થઇ ત્યાં તો દરબાર માં પાછો આવ્યો.... રાજા : કેમ જવામર્દ , પાછો કેમ આવ્યો ⁉ જવાન : મહારાજ, ઘરવાળી કહે છે કે... કાળો રંગ તો અપશુકનિયાળ કહેવાય. સફેદ રંગ શાંતિ અને પ્રગતિ નો છે તો સફેદ ઘોડો આપો... રાજા: ઘોડો મુક 😠 અને સફરજન લઇ ને હાલતી પકડ... એમ જ રાત પડી. દરબાર વીખરાઇ ગયો.. અડધી રાતે મહામંત્રી એ દરવાજો ખખડાવ્યો ... રાજા : બોલો મહામંત્રી.. શું કામ પડ્યુ ❓ મહામંત્રી: મહારાજ , તમે સફરજન અને ઘોડો ઇનામ તરીકે રાખ્યા એના કરતાં એક મણ અનાજ અને સોનામહોર રાખ્યા હોત તો ખાવામાં કે ઘરના ને ઘરેણાં કરવા કામ તો આવત.. રાજા: મારે તો ઇનામ એ જ રાખવુ હતું પણ.... મહારાણી એ સુચન કર્યુ અને મને પણ લાગ્યું કે આ ઇનામ જ વ્યાજબી છે એટલે... મહામંત્રી: મહારાજ, તમારા માટે સફરજન સુધારી આપુ...❓ રાજા મરક મરક હસ્યા અને પુછ્યુ.. મહામંત્રી આ સવાલ તો તમે દરબાર માં આજે અથવા સવારે પણ પુછી શકતા હતા.. તો અત્યારે આવવાનુ કારણ ⁉ મહામંત્રી: એ તો મારા ગૄહલક્ષ્મી એ કીધું કે જાવ અત્યારે જ પુછતા આવો એટલે સાચી ખબર પડે.... રાજા (વાત કાપી ને) : મહામંત્રી જી , સફરજન તમે હાથે લેશો કે હુ ઘરે મોકલી આપું ⁉😁 મોરલ: સમાજ ભલે પુરુષ પ્રધાન હોય પણ સંસાર તો *સ્ત્રી પ્રધાન* હતો, છે અને રહેશે....
404 views
1 months ago
Share on other apps
Facebook
WhatsApp
Copy Link
Delete
Embed
I want to report this post because this post is...
Embed Post