📰 4 ડિસેમ્બરનાં સમાચાર
#

📰 4 ડિસેમ્બરનાં સમાચાર

7 એ જોયું
2 મહિના પહેલા
રાયફલ શુટિંગમાં દેશનું નામ રોશન કરનાર લજ્જાને ધોરણ ૧૧ના પાઠ્યપુસ્તકમાં સ્થાન
#

📰 4 ડિસેમ્બરનાં સમાચાર

રાયફલ શુટિંગમાં દેશનું નામ રોશન કરનાર લજ્જાને ધોરણ ૧૧ના પાઠ્યપુસ્તકમાં સ્થાન
આણંદ,તા.૪ નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલે રાયફલ શુટિંગમાં સિદ્ધિ મેળવનાર આણંદની લજ્જા ગોસ્વામીની જીવનગાથા હવે પાઠ્ય પુસ્તકમાં જોવા મળશે. ધોરણ ૧૧ના ગુજરાતી મીડિયમના અંગ્રેજી વિષયમાં લજ્જાની સિદ્ધિઓ અને તેની મહેનત વિશેનો એક પાઠ વિદ્યાર્થીઓને ભણાવવામાં આવી રહ્યો છે. આ પાઠમાં લજ્જાએ સ્ટડીની સાથોસાથ કેવી રીતે એનસીસીની કારકિર્દી શરૂ કરી તે વિશે જણાવવામાં આવ્યું છે. લજ્જાની સફળતાની કહાણી વાંચીને અન્ય વિદ્યાર્થીઓમાં પણ કઇક અલગ કરવાની ઇચ્છા ઉત્પન્ન થાયા તે હેતુથી આ નિર્ણય લેવાયો છે.<br><br>આણંદના જીટોડિયા ગામની રહેવાસી લજ્જા ગૌસ્વામીએ ઘણી નાની વયે જ રાયફલ શુટરમાં અનેક સિદ્ધિઓ પ્રાપ્ત કરી લીધી છે. તેણે અત્યાર સુધીમાં ગોલ્ડ, બ્રોન્ઝ, સિલ્વર સહિતના ઘણા મેડલો પોતાના નામે કર્યા છે. પોતાની મહેનત અને સાહસથી જીત હાસલ કરીને લજ્જાએ દેશ, રાજ્ય અને ખાસ તો આણંદ જિલ્લાનું નામ રોશન કર્યું છે. લજ્જાની સફળતા પાછળ તેના પિતાનો ખુબ જ મોટો ફાળો રહ્યો છે. પિતાના માર્ગદર્શન હેઠળ લજ્જાએ ભણવાની સાથે શુટિંગ કોમ્પિટિશનમાં એકપછી એક જીત મેળવી પોતાની એક અલગ જ ઓળખ ઉભી કરી લીધી છે.<br><br>
20.8k એ જોયું
2 મહિના પહેલા
અન્ય એપ પર શેર કરો
Facebook
WhatsApp
લિંક કોપી કરો
કાઢી નાખો
Embed
હું આ પોસ્ટની ફરિયાદ કરવા માંગુ છુ, કારણકે આ પોસ્ટ...
Embed Post