📰 06 ઓક્ટોબરનાં સમાચાર
૨૯મી જીતની સાથે વિરાટ કોહલી ટેસ્ટ ક્રિકેટમાં ત્રીજો સૌથી સફળ કેપ્ટન બન્યો

📰 06 ઓક્ટોબરનાં સમાચાર

૨૯મી જીતની સાથે વિરાટ કોહલી ટેસ્ટ ક્રિકેટમાં ત્રીજો સૌથી સફળ કેપ્ટન બન્યો
નવીદિલ્હી તા,૬ વિરાટ કોહલીની આગેવાનીમાં ભારતીય ક્રિકેટ ટીમની જીતનો સિલસિલો ટેસ્ટ ક્રિકેટમાં ચાલું છે. વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ ટેસ્ટ સિરીઝમાં શાનદાર જીત હાસિલ કર્યા બાદ ટીમ ઈન્ડિયાએ ત્રણ મેચોની ટેસ્ટ સિરીઝના પ્રથમ મુકાબલામાં આફ્રિકાને પરાજય આપ્યો છે. વિશાખાપટ્ટનમમાં રમાયેલી ટેસ્ટ મેચમાં ભારતીય ટીમે પ્રોટિયાઝને ૨૦૩ રનના મોટા અંતરથી હરાવી દીધું છે. કેપ્ટન તરીકે આ વિરાટ કોહલીની ૪૯મી ટેસ્ટ મેચ હતી જેમાં તેને ૨૯મી જીત મળી છે. ટેસ્ટ ક્રિકેટમાં કેપ્ટન તરીકે સૌથી વધુ જીત હાસિલ કરવાના મામલામાં વિરાટ કોહલી વેસ્ટ ઈન્ડિઝના પૂર્વ ટેસ્ટ કેપ્ટન વિવિયન રિચડ્‌ર્સ, એમએસ ધોની અને માઇકલ વોનથી આગળ છે. વિરાટ હવે આ મામલામાં ત્રીજા સ્થાન પર છે.

આ પહેલા વિરાટે વિવિયન રિચડ્‌ર્સ તથા એમએસ ધોનીને પાછળ છોડ્યા હતા. ઓછામાં ઓછી ૪૯ ટેસ્ટ મેચ રમનાર જે કેપ્ટનોમાં સૌથી વધુ જીત મેળવી છે તેમાં પ્રથમ સ્થાન પર ૩૬ જીતની સાથે સ્ટીવ વો છે. તો બીજા નંબર પર ૩૪ જીતની સાથે રિકી પોન્ટિંગ છે. વિરાટ હવે ૨૯ જીતની સાથે ત્રીજા સ્થાન પર છે. આ પૂરી ટેસ્ટ મેચ દરમિયાન ભારતીય ખેલાડી મહેમાન ટીમ પર સંપૂર્ણ રીતે હાવી રહ્યાં હતા. એક તરફ જ્યાં ટીમના બેટ્‌સમેન ખાસ કરીને ઓપનરોએ જલવો દેખાડ્યો તો બોલરોએ પણ કોઈ કસર છોડી નથી. પ્રથમ ઈનિંગમાં જ્યાં અશ્વિને કમાલ કરી તો બીજી ઈનિંગમાં શમી અને જાડેજાએ શાનદાર બોલિંગ કરી હતી.

ટેસ્ટ ક્રિકેટમાં કેપ્ટન તરીકે સૌથી વધુ જીત (ઓછામાં ઓછી ૪૯ ટેસ્ટ મેચ)

સ્ટીવ વો - ૩૬ મેચ

રિકી પોન્ટિંગ - ૩૪ મેચ

વિરાટ કોહલી - ૨૯ મેચ

વિવિયન રિચડ્‌ર્સ - ૨૭ મેચ

માઇકલ વોન - ૨૬ મેચ

એમએસ ધોની - ૨૬ મેચ

11.3k એ જોયું
4 મહિના પહેલા
ભારતે બનાવ્યું વિશ્વ સ્તરીય બુલેટપ્રુફ જેકેટ

📰 06 ઓક્ટોબરનાં સમાચાર

કીંમત ૭૦-૮૦ હજાર રુપિયા
નવીદિલ્હી તા,૬ કેન્દ્રીય કન્ઝ્યુમર, ખાદ્ય અને સાર્વજનિક વિતરણ પ્રધાન રામવિલાસ પાસવાને જણાવ્યું કે ભારત બુલેટપ્રુફ જેકેટો માટે પોતાના માનક અનુસાર જેકેટ બનાવનારા અમેરિકા, બ્રિટન અને જર્મની જેવા પસંદગીના દેશોમાં શામિલ થઈ ગયું છે. તેમણે કહ્યું કે ભારત બ્યુરો ઓફ સ્ટાન્ડડ્‌ર્સ દ્વારા નક્કી માનક આંતરરાષ્ટ્રીય માનકો બરાબર છે. જેકેટ વિશ્વ ગુણવત્તા અનુરુપ છે. જેકેટોની કીંમત મામલે તેમણે કહ્યું કે આની કીંમત ૭૦,૦૦૦ રુપિયાથી ૮૦,૦૦૦ હજાર રુપિયા વચ્ચે છે અને આ કીંમત પહેલા ખરીદવામાં આવનારા જેકેટો કરતા ઓછી છે.તેમણે જણાવ્યું કે આ જેકેટ વડાપ્રધાન મોદીની મેક-ઈન-ઈન્ડિયા પહેલ અંતર્ગત બનાવવામાં આવી રહ્યા છે અને કેટલાક દેશોમાં તેની નિર્યાત પણ કરવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે આનાથી દેશમાં રોજગારીની વધારે તકો ઉભી થશે. જેકેટ ભારતીય માનક બ્યૂરો દ્વારા નિર્ધારિત અને ડિસેમ્બર ૨૦૧૮ માં નોટિફાઈડ સ્ટાન્ડર્ડનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યા છે. આ માનકને નીતિ આયોગ અને ગૃહ મંત્રાલયના નિર્દેશો અનુસાર બનાવવામાં આવ્યા છે. આ માનક ભારતીય સશસ્ત્ર દળો, અર્ધ સૈનિક દળો તેમજ રાજ્ય પોલીસ દળોની માંગને પૂરી કરશે અને તેમની ખરીદ પ્રક્રિયા ને સહજ બનાવવામાં સહાયક બનશે. જેકેટ પહેરવા પર તેનું વજન વાસ્તવિક વજનથી અડધું જ અનુભવાય છે અને તે સરળતાથી ખુલી પણ જાય છે. આને જવાન પોતાની આવશ્યકતા અનુસાર પહેરી અને ઉતારી શકે છે. આ જેકેટ પહેરીને જવાન પોતાના હથિયારોનો ઉપયોગ સહજતાથી કરી શકે છે.અધિકારીઓએ જણાવ્યું કે પહેલા બુલેટપ્રૂફ જેકેટમાં લોખંડનો ઉપયોગ થતો હતો, જેના કારણે તેનું વજન ૨૦ કિલોગ્રામ સુધીનું હતું, પરંતુ આમાં બોરોન કાર્બાઈડનો ઉપયોગ થાય છે, જે ખૂબ સખત હોય છે અને ગોળી આની આરપાર જઈ શકતી નથી. સાથે જ આ જેકેટનું વજન વધારેમાં વધારે ૧૦ કિલોગ્રામ છે અને આમાં લાગેલી લોડ ડિસ્ટ્રીબ્યૂશન સિસ્ટમનો ઉપયોગ કરવા પર આનું વજન પાંચ કિલોગ્રામ થઈ જાય છે. કોઈ દુર્ઘટનાની સ્થિતીમાં જો સુરક્ષાકર્મચારીઓને જેકેટ જલ્દી ઉતારવાની આવશ્યકતા હોય તો તેઓ એક જ ઝાટકે અને માત્ર એક સેકન્ડ જેટલા સમયમાં આ જેકેટને પોતાના શરિર પરથી ઉતારી શકે છે. તેમણે જણાવ્યું કે જેકેટમાં છ સ્તરીય સુરક્ષાના માનકો નક્કી કરવામાં આવ્યા છે.

11.1k એ જોયું
4 મહિના પહેલા
અન્ય એપ પર શેર કરો
Facebook
WhatsApp
લિંક કોપી કરો
કાઢી નાખો
Embed
હું આ પોસ્ટની ફરિયાદ કરવા માંગુ છુ, કારણકે આ પોસ્ટ...
Embed Post