Gujarat Vaani
97 Posts • 34K views
Gujarat Vaani Official
1K views 8 days ago
ગિરનાર પર્વત પર રોપ-વે સેવા આગામી 3 દિવસ રહેશે બંધ, આ કારણ જવાબદાર જૂનાગઢના જાણીતા તીર્થધામ અને પ્રવાસન સ્થળ ગિરનાર પર્વત પર આગામી અઠવાડિયામાં ત્રણ દિવસ માટે રોપ-વેની સેવા બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રોજ હજારો ભક્તોની ભીડ રહે છે ત્યારે, મેન્ટેનન્સની કામગીરીને કારણે આ નિર્ણય લેવાયો છે. આ તારીખોમાં ગિરનાર રોપ-વે બંધ રહેશે? ગિરનાર રોપ-વેના મેન્ટેનન્સ(જાળવણી)ની કામગીરીને લીધે સાતમી, આઠમી અને નવમી ઑક્ટોબર એમ ત્રણ દિવસ માટે રોપ-વે સેવા સંપૂર્ણપણે બંધ રહેશે. આ કામગીરી પૂર્ણ થયા બાદ 10મી ઑક્ટોબરથી પ્રવાસીઓ માટે રોપવે સેવા ફરી કાર્યરત કરવામાં આવશે. આ ત્રણ દિવસ દરમિયાન પ્રવાસીઓ તેમજ સ્થાનિક લોકો રોપવેની સુવિધાનો લાભ લઈ શકશે નહીં. પ્રવાસીઓ માટે ફરી ક્યારે શરૂ થશે? રોપ-વેની મેન્ટેનન્સ કામગીરી પૂર્ણ થયા બાદ 10 ઓક્ટોબર થી રોપ-વેની સેવા ફરીથી પ્રવાસીઓ માટે કાર્યરત કરી દેવામાં આવશે. જે પ્રવાસીઓ આ સમયગાળા દરમિયાન ગિરનારની મુલાકાત લેવાનું આયોજન કરી રહ્યા હોય, તેમને આ તારીખો ધ્યાનમાં લેવા વિનંતી છે. પ્રવાસીઓની સુરક્ષા અને સારી સેવા જળવાઈ રહે તે હેતુથી સમયાંતરે આ પ્રકારની જાળવણીની કામગીરી જરૂરી બને છે. #🔥બ્રેકિંગ ન્યૂઝ #📰 બ્રેકિંગ ન્યુઝ #Gujarat Vaani
6 likes
9 shares
Gujarat Vaani Official
606 views 7 days ago
વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના કોટણા ગામે દુઃખદ અકસ્માત થયો. કરજણથી કોટણાને જોડતા કોઝવે પર બાઈક સ્લીપ થતાં માતા-પિતા નદીમાં ખાબક્યા. તેઓનો બચાવ થયો પરંતુ તેમના બે નાના બાળકો પાણીના વહેણમાં વહાઈ ગયા, ફાયર વિભાગ દ્વારા બાળકોની શોધખોળ ચાલુ છે. #🔥બ્રેકિંગ ન્યૂઝ #📰 બ્રેકિંગ ન્યુઝ #Gujarat Vaani
8 likes
8 shares
Gujarat Vaani Official
535 views 7 days ago
જયપુર SMS હોસ્પિટલની આગમાં મૃત્યુઆંક વધ્યો, 8 લોકોએ જીવ ગુમાવ્યા . . . . #jaipurfire #smshospital #jaipurnews #breakingnews #rajasthannews #fireaccident #hospitalfire #latestnews #jaipurupdate #sadnews #newsalert #indianews #emergencynews #rajasthanupdate #livenews #gujaratvaani #gujaratvaaniofficial #gujaratvaani2025 #gvocard #🔥બ્રેકિંગ ન્યૂઝ #📰 બ્રેકિંગ ન્યુઝ #Gujarat Vaani
7 likes
14 shares