Chandrakant H. Madhak
633 views • 2 months ago
*ગાંધીનગરથી પ્રસિધ્ધ થતાં દૈનિક અખબાર 'ન્યુઝ ઓફ ગાંધીનગર (જન ફરિયાદ) ' માં વિષય "મનગમતી રચના" શિર્ષક "તારું મારું" મારી પધ રચના પ્રસિદ્ધ કરવા બદલ હું માનનીય તંત્રીશ્રી પ્રદિપભાઈ રાવલ અને માનનીય શ્રી કૌશિકભાઈ શાહ (બોસ્ટન - અમેરિકા) નો હ્રદય પૂર્વક આભાર માનું છુ.*
*👈👉તારું મારું 👉👈*
*પ્રેમ સ્નેહ મળતાં બચપણમાં લાગ્યું જાણે જીવન બહું પ્યારું છે,*
*સુખમાં લાગે વર્ષાથી ખીલતી પ્રકૃતિ જેવું લીલું હરિયાળું છે,*
*દુઃખમાં લાગે દિવસે પ્રકાશમાં પણ રાત જેવું અંધારું છે,*
*કુદરતે આપ્યું તન મન ધન જે પુરસ્કાર રૂપે તારું છે,*
*આશા મોહમાયા સ્વાર્થથી જે મેળવેલ તે પણ ક્યાં મારું છે,*
*સરિતાનું સ્વયં વહેતું અમૃત જેવું મીઠું પાણી અમારું છે,*
*સાગરમાં ભળ્યા પછી સંગથી મીઠું પાણી પણ ખારું છે,*
*ઉડવા માટે પક્ષીઓ માટે તો નભ સઘળું સહિયારું છે,*
*પાંખો ફેલાવી વિહંગ માટે ખુલ્લું આકાશ પ્યારું છે,*
*ગ્રહણનાં અંધકારમાં ચમકતો ધ્રુવ તારો માર્ગદર્શક મોંધુ મ્હોરું છે,*
*સ્વાર્થહીન મળતું 'ચંદ્ર' સૂર્યનું ઉજ્જવળ અંજવાળુ મફત પરબારું છે.*
*✍🏻 'ચંદ્ર' ચંદ્રકાન્ત હરીલાલ માઢક*
*(નીવૃત પોલીસ સબ ઈન્સ.) રાજકોટ* #કવિતા Sરવિરાજ #કવિતા Sરવિરાજ ની #મોહબ્બત કવિતા
12 likes
15 shares