📰 10 ઓગસ્ટનાં સમાચાર
#📰 10 ઓગસ્ટનાં સમાચાર #📰 ખેલજગત સમાચાર ક્રિકેટ / દક્ષિણ આફ્રિકાના ઓપનર હાશિમ અમલાએ નિવૃત્તિ જાહેર કરી, 15 વર્ષમાં 55 સદી સહિત 18 હજારથી વધુ રન કર્યા અમલાએ ભારત વિરુદ્ધ નવેમ્બર 2004માં ડેબ્યુ કર્યું હતું, દક્ષિણ આફ્રિકાનો કપ્તાન પણ રહ્યો હતો દ. આફ્રિકા માટે વનડેમાં સૌથી વધુ 27 સદી અને ટેસ્ટમાં ટ્રિપલ સદી ફટકારનાર એકમાત્ર બેટ્સમેન અમલાએ વનડેમાં સૌથી ઝડપી 2 હજારથી લઈને 7 હજાર રન પૂરા કરવાનો રેકોર્ડ બનાવ્યો હતો દક્ષિણ આફ્રિકાના ઓપનર હાશિમ અમલાએ ગુરુવારે તમામ પ્રકારના ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી હતી. અમલા છેલ્લા 15 વર્ષમાં 349 ઇન્ટરનેશનલ મેચ રમ્યો હતો. તેમાં તેણે 55 સદી સહિત 18,000થી વધુ રન કર્યા હતા. તેમજ વનડેમાં સૌથી ઝડપી 2 હજારથી 7 હજાર પૂરા કરવાનો રેકોર્ડ નોંધાવ્યો હતો. અમલાએ એક સ્ટેટમેન્ટમાં કહ્યું હતું કે હું ભગવાનનો આભાર માનું છું કે હું આટલી સુંદર ક્રિકેટિંગ જર્ની જીવી શક્યો છું. દ.આફ્રિકા વતી રમવું મારા માટે ગર્વની વાત હતી. તેણે વધુ ઉમેરતા કહ્યું હતું, હું મારા માતા-પિતાનો આભાર માનું છું કારણકે તેમની પ્રાર્થના અને પ્રેમના લીધે હું આટલા વર્ષો સુધી ઇન્ટરનેશનલ ક્રિકેટ રમ્યો હતો. તેમજ મારા પરિવાર, મિત્રો, સાથીઓ અને ટીમ મેનેજમેન્ટ બધાએ મહત્વની ભૂમિકા ભજવી હતી. હું દિલથી બધાનો આભાર માનું છું. તેમજ ફેન્સ પણ જેમણે મારી સાથે દરેક સફળતા ઉજવી હતી અને ખરાબ સમયમાં મારી સાથે રહ્યા હતા. દ. આફ્રિકા ક્રિકેટ બોર્ડ અને ખાસ કરીને ચીફ એક્ઝિક્યુટિવ થબાંગ મોરોનો ખુબ ખુબ આભાર. પ્રેમ અને શાંતિ બધાને.
#

📰 10 ઓગસ્ટનાં સમાચાર

📰 10 ઓગસ્ટનાં સમાચાર - હાશિમ અમલા નિવૃત્તા IST 8113 વનડે . એવરેજ 49 . 4L SAS 24 2824 ) ' 50 18 ) આ ટી - 20 ટેસ્ટ 3l1 * એવરેજ 46 . 41 એવરેજ 33 . 61 દિવ્ય ભાકર - ShareChat
7.9k એ જોયું
1 મહિના પહેલા
અન્ય એપ પર શેર કરો
Facebook
WhatsApp
લિંક કોપી કરો
કાઢી નાખો
Embed
હું આ પોસ્ટની ફરિયાદ કરવા માંગુ છુ, કારણકે આ પોસ્ટ...
Embed Post