😡 પાકિસ્તાન ની કાળી કરતૂત
16 વર્ષ પછી પાકિસ્તાન ફરી પરમાણુ ચોરીમાં સામેલ, યુએસમાં 5 ઝડપાયા પરમાણુ-મિસાઇલ કાર્યક્રમ માટે અમેરિકી સામાનની દાણચોરી અમેરિકી કાયદા વિભાગે પાંચ વેપારી પર આરોપ મૂક્યો છે કે તેઓ પાકિસ્તાનના પરમાણુ અને મિસાઇલ કાર્યક્રમને મદદ પહોંચાડવા માટે અમેરિકી સામાનની દાણચોરી કરી રહ્યા હતા. આ લોકો એક આંતરરાષ્ટ્રીય નેટવર્ક દ્વ્રારા અમેરિકી સામાનને મંજૂરી વિના પાકિસ્તાન મોકલી રહ્યા હતા, જેનો ઉપયોગ પરમાણુ કાર્યક્રમમાં કરવામાં આવે છે. અમેરિકી કાયદા વિભાગે બુધવારે નિવેદન બહાર પાડી આ માહિતી આપી. તેમાં કહેવાયું છે કે પાંચ લોકોએ લાઈસન્સ લીધા વિના પાકિસ્તાનના એડવાન્સ્ડ એન્જિનિયરિંગ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (એઆરઓ) અને પાકિસ્તાન એટમિક એનર્જી કમિશન (પીએઇસી)ને અમેરિકી સામાન પહોંચાડ્યો. તે અમેરિકાના ફેડરલ કાયદાનું ઉલ્લંઘન છે. આ પાંચેય આરોપીઓ પર પાકિસ્તાનના રાવલપિંડીમાં ‘બિઝનેસ વર્લ્ડ’ નામની કંપની ચલાવવાનો આરોપ છે. તેમની ઓળખ મોહમ્મદ કામરાન વલી, કેનેડાના અહેસાન વલી, હાજી વલી શેખ, હોંગકોંગના અશરફ ખાન અને ઇંગ્લેન્ડના અહેમદ વહીદ તરીકે થઇ છે.
#

😡 પાકિસ્તાન ની કાળી કરતૂત

😡 પાકિસ્તાન ની કાળી કરતૂત - 回回回回 回回回而 - ShareChat
8.1k એ જોયું
1 મહિના પહેલા
અન્ય એપ પર શેર કરો
Facebook
WhatsApp
લિંક કોપી કરો
કાઢી નાખો
Embed
હું આ પોસ્ટની ફરિયાદ કરવા માંગુ છુ, કારણકે આ પોસ્ટ...
Embed Post