📒 રિઝલ્ટ-12 સાયન્સ

📒 રિઝલ્ટ-12 સાયન્સ

439
219 પોસ્ટ
950.5K એ જોયું
📒 રિઝલ્ટ-12 સાયન્સ
બે રૂમના ઘરમાં 9 લોકોની વચ્ચે પરીક્ષાની તૈયારી કરી અમદાવાદની નેહાએ 98.86 ટકા પર્સેન્ટાઇલ મેળવ્યા ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનું ધો. 12 સાયન્સનું 71.34 ટકા પરિણામ આજે જાહેર થયું છે. અમદાવાદના સીટીએમ પાસે આવેલા હનુમાનનગરમાં રહેતી નેહા યાદવ નામની વિદ્યાર્થીનીએ 98.86 ટકા પર્સેન્ટાઇલ મેળવ્યા છે. નેહાના પિતા રોડ પર લીલું ઘાસ વેચવાનો ધંધો કરે છે. બે રૂમમાં 9 લોકોની વચ્ચે રહી નેહાએ ધો. 12 સાયન્સની પરીક્ષાની તૈયારી કરી હતી અને આજે 98.86 ટકા પર્સેન્ટાઇલ મેળવી પરિવાર ખૂબ જ ખુશ જણાય છે.12 સાયન્સની પરીક્ષા શરૂ થતાં જ તૈયારીઓ શરૂ કરી દીધી હતી: નેહાધો. 12 સાયન્સનું અમદાવાદ શહેરનું 74.58 ટકા પરિણામ આવ્યું છે. અમદાવાદમાં સીટીએમ પાસે રોડ પર લીલું ઘાસ વેંચતા રાકેશભાઈ યાદવની પુત્રી નેહાને 98.86 ટકા પર્સેન્ટાઇલ આવ્યા છે. નેહાએ divyabhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે અમે જોઇન્ટ ફેમિલીમાં રહીએ છીએ. મારુ ઘર નાનું છે માત્ર બે રૂમ છે અને તેમાં 9 લોકો રહીએ છીએ. 12 સાયન્સની પરીક્ષા શરૂ થતાં જ તૈયારીઓ શરૂ કરી દીધી હતી. મેં બુક્સ પર વધુ ધ્યાન કેન્દ્રિત કર્યું હતુ. બુક્સમાંથી જ તમામ તૈયારીઓ કરતી હતી. એક સાથે વાંચવાની જગ્યાએ થોડા થોડા સયે અભ્યાસ કરતી હતી. ટ્યુશન અને સ્કૂલમાં અભ્યાસ કરાવવામાં આવતો હતો તેના પર ધ્યાન આપતી હતી. ખૂબ જ સારું પરિણામ આવ્યું છે. આગળ શું કરીશ તે હજી નક્કી નથી. ગુજકેટની પરીક્ષાની હવે તૈયારી કરીશ. વિદ્યાર્થીઓને કહેવા માંગીશ કે બુક્સ જ વાંચવી જોઈએ બીજા કહે આ બુક્સ કે અન્ય મટીરીયલ વાંચો તેના પર ધ્યાન આપવું જોઈએ નહીં. #📒 રિઝલ્ટ-12 સાયન્સ
#📒 રિઝલ્ટ-12 સાયન્સ #📰 17 મેનાં સમાચાર
#📒 રિઝલ્ટ-12 સાયન્સ #📰 17 મેનાં સમાચાર
બે રૂમના ઘરમાં 9 લોકોની વચ્ચે પરીક્ષાની તૈયારી કરી અમદાવાદની નેહાએ 98.86 ટકા પર્સેન્ટાઇલ મેળવ્યા ... #📒 રિઝલ્ટ-12 સાયન્સ #📰 17 મેનાં સમાચાર
Maulin is considered to be the first in #Vadodara and top 10 in #Gujarat as per GSEB Science result declared today. આજ ની વિજ્ઞાન પ્રવાહ ના પરિણામ જાહેર થયું તેમાં વડોદરા ના પરમાર મૌલિન ના ૯૯.૯૨ પેર્સન્ટાઇલ આવ્યા હતા. #📒 રિઝલ્ટ-12 સાયન્સ #📰 17 મેનાં સમાચાર
#📒 રિઝલ્ટ-12 સાયન્સ #📰 17 મેનાં સમાચાર
#📒 રિઝલ્ટ-12 સાયન્સ #📰 17 મેનાં સમાચાર
ધોરણ 12 સાયન્સનું 71.34 ટકા પરિણામ, સૌથી વધુ રાજકોટનું 84.69% આવ્યું ધોરણ 12 સાયન્સમાં 1,16,643 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી 83,111 વિદ્યાર્થીઓ પાસ થયા છે, જ્યારે 33,532 વિદ્યાર્થીઓ નાપાસ થયા છે અમદાવાદ. આજે ધોરણ-12 સાયન્સનું પરિણામ જાહેર થયું છે. 12 સાયન્સનું 71.34 ટકા પરિણામ આવ્યું છે. જેમા છોકરાઓનું પરિણામ 71.69 અને છોકરીઓનું 70.85% રિઝલ્ટ આવ્યું છે. આ વર્ષે 84.69 ટકા પરિણામ સાથે રાજકોટ પ્રથમ નંબર પર છે. ધોરણ 12 સાયન્સમાં 1,16,643 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. તેમાં 83,111 વિદ્યાર્થીઓ પાસ થયા છે, જ્યારે 33,532 વિદ્યાર્થીઓ નાપાસ થયા છે. વિષયવાર પરિણામ જોવામાં આવે તો ગુજરાતી, હિન્દી, મરાઠી, ઉર્દુ અને અરેબિકનું પરિણામ 100 ટકા આવ્યું છે. સૌથી ઓછું જ્યારે ફિઝિક્સનું 72.48 ટકા, કેમેસ્ટ્રીનું 72.36 ટકા અને બાયોલોજીનું 85.99% પરિણામ આવ્યું છે. અંગ્રેજીનું પરિણામ 98 ટકા આવ્યું છે. વિદ્યાર્થી પરિણામ બોર્ડની વેબસાઈટ www.gseb.org પર જોઈ શકે છેગત વર્ષની સરખામણીમાં અડધો ટકો પરિણામ ઓછું આવ્યું છે, ગત વર્ષે 71.83 ટકા હતું જ્યારે આ વર્ષે 71.69 ટકા છે. વિદ્યાર્થી પોતાના પરિણામ વિશે બોર્ડની વેબસાઈટ www.gseb.org પર જોઈ શકે છે. આ વખતે કોરોના કહેરના કારણે લોકલ સંક્રમણ ન વધે તે માટે પરિણામ માત્ર ઓનલાઈન જોવા મળશે. સ્કૂલમાંથી માર્કશીટ મેળવવા માટેની તારીખ આગામી સમયમાં જાહેર કરવામાં આવશે.  83,111 પરીક્ષાર્થીઓ પ્રમાણપત્ર મેળવવાની પાત્ર બન્યાંંકોવિડ-19થી ઉપસ્થિત થયેલા ખુબ જ કઠીન પરિસ્થિતીમાં શિક્ષકોએ ઉત્તરવહી મૂલ્યાંકનની કામગીરી તેમજ બોર્ડના અધિકારી/કર્મચારીઓના અથાગ પ્રયત્નેને કારણે વિદ્યાર્થીઓના પરિણામની કામગીરી પૂર્ણ થઈ છે. રાજ્યમાં ધોરણ 12 સાયન્સનું પરિણામ 71.34 ટકા આવ્યું છે. માર્ચ 2020 સાયન્સની પરીક્ષામાં કુલ 139 કેન્દ્રો-પેટા કેન્દ્રોમાં 1,43,278 પરીક્ષાર્થી નોંધાયેલા હતા. જેમાથી 1,42,117 પરીક્ષાર્થીઓ પરીક્ષામાં હાજર રહ્યા હતા. આ સંખ્યામાં વર્ષ 2019-20ના 1,16,643 નિયમિત વિદ્યાર્થીઓ નોંધાયા હતા. જે પૈકી 1,16,494 પરીક્ષાર્થીઓ હાજર રહ્યા હતા. જેમાથી 83,111 પરીક્ષાર્થીઓ પ્રમાણપત્ર મેળવવાની પાત્ર બન્યા છે.  રાજ્યભરમાંથી ધોરણ-10 અને 12ના કુલ 17.60 વિદ્યાર્થીઓએ બોર્ડની પરીક્ષા આપી હતીઆ વર્ષે રાજ્યભરમાંથી ધોરણ-10 અને 12ના કુલ 17.60 વિદ્યાર્થીઓએ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતરમાધ્યમિક શિક્ષણબોર્ડની પરીક્ષા આપી હતી. જેમા ધોરણ 12 સાયન્સના 1.40 લાખ જેટલા વિદ્યાર્થીઓ જ્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહના કુલ 5.20 લાખ જેટલા વિદ્યાર્થીઓ હતા. રાજ્યના 56 ઝોન અને 653 કેન્દ્ર પર ધોરણ 12ની પરીક્ષા યોજાઈ હતી. જોકે આ વર્ષે કોરોના વાઈરસના કારણે વિદ્યાર્થીઓ પરીક્ષાનું પરિણામ માત્ર ઓનલાઈન જ જોઈ શકશે. સ્કૂલમાંથી મળતા પ્રમાણપત્ર માટે તેમને આગામી તારીખ જાહેર થાય તેની રાહ જોવી પડશે. #📒 રિઝલ્ટ-12 સાયન્સ
#📒 રિઝલ્ટ-12 સાયન્સ #📰 17 મેનાં સમાચાર #📅 તાજા સમાચાર