📰 30 જૂનનાં સમાચાર
દંગલ ગર્લ જાયરા
#

📰 30 જૂનનાં સમાચાર

એક્ટિંગ છોડી દેવાની જાહેરાત
નવી દિલ્હી, તા. ૩૦ ફિલ્મ અભિનેતા આમીર ખાનની સુપરહિટ ફિલ્મ દંગલથી બોલીવુડમાં ઓળખ ઉભી કરનાર જાયરા વસીમે એક્ટિંગના લીધે અલ્લાહથી દૂર હોવાની વાત કરીને ખળભળાટ મચાવી દીધો છે. જાયરા એક્ટિંગ કેરિયર છોડી દેવાની જાહેરાત કરતા ખળભળાટ મચી ગયો છે. તસ્લીમાએ ટિ્‌વટ કરીને કહ્યું છે કે, બોલીવુડની પ્રતિભાશાળી અભિનેત્રી જાયરા વસીમે એક્ટિંગ છોડવાનો નિર્ણય કર્યો છે જે ખુબ જ આશ્ચર્યચકિત કરે તેવો નિર્ણય છે. મુસ્લિમ સમુદાયમાં મોટી સંખ્યામાં કુશળ યુવતીઓ બુરખાના પરિણામ સ્વરુપે અંધારામાં રહી જાય છે. જાયરા પણ નવા દાખલા બેસાડી રહી નથી. કાશ્મીર ખીણની જાયરાએ કાશ્મીરમાં યુવતીઓ માટે પ્રેરણા બનીને નવી આશા જગાવી હતી પરંતુ હવે તેનો નિર્ણય ચોંકાવનાર છે. જાયરાના આ નિર્ણયને લઇને જુદી જુદી પ્રતિક્રિયાઓ આવી રહી છે. કોઇ તેના નિર્ણયને યોગ્ય ગણાવે છે જ્યારે કેટલાકે આ નિર્ણયને આઘાતજનક ગણાવ્યો છે. સમાજવાદી પાર્ટીના નેતા અબુ અસીમ આઝમીએ એકરીતે જાયરાના નિર્ણયને યોગ્ય ઠેરવીને કહ્યું છે કે, મહિલાઓનું ફિલ્મોમાં કામ કરવાની બાબત ઇસ્લામમાં યોગ્ય નથી. જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ આને અંગત નિર્ણય ગણાવીને વધુ વાત કરી નથી. ઓમર અબ્દુલ્લાએ પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે, જાયરા વસીમના નિર્ણય ઉપર પ્રશ્નો ઉઠાવનાર અમે કોણ છીએ. આ તેની લાઇફનો સવાલ છે. અમે તેમના ઉજ્જવળ ભવિષ્યની કામના કરીએ છીએ. જાયરા કોઇપણ કેરિયરમાં રહે ખુશ રહે તેમ અમે ઇચ્છીએ છીએ. દશકોથી ફિલ્મ એક્ટિંગમાં અનુભવ ધરાવનાર રાજા મુરાદે જાયરાના નિર્ણય ઉપર કોઇપણ પ્રતિક્રિયા આપી નથી. રાજા મુરાદે કહ્યું છે કે, અમે જાયરાના નિર્ણયનું સન્માન કરીએ છે. જો કે, સૌથી તીખી પ્રતિક્રિયા લેખિકા તસ્લીમા નસરીન દ્વારા આપવામાં આવી છે. તસ્લીમાનું કહેવું છે કે, બોલીવુડની પ્રતિભાશાળી અભિનેત્રીએ જે નિર્ણય કર્યો છે તે ખુબ જ સંકુચિત નિર્ણય છે. તેના અભિનયના પરિણામ સ્વરુપે ભગવાનમાં તેનો વિશ્વાસ ખતમ થઇ રહ્યો છે તેવી જાયરા વસીમની વિચારધારા ખુબ જ આશ્ચર્યચકિત કરી દેનાર છે. મુસ્લિમ સમુદાયમાં ઘણી બધી પ્રતિમાઓ બુરખામાં જ ખતમ થઇ જાય છે. બીજી બાજુ સોનાલી બોસે પ્રતિક્રિયામાં કહ્યું છે કે, તેના નિર્ણયથી તમામને આશ્ચર્ય થયું છે. નાની વયમાં જ દમદાર એક્ટિંગથી પોતાની અલગ ઓળખ ઉભી કરનાર જાયરા વસીમના નિર્ણયથી ખળભળાટ મચી ગયો છે.<br><br>જાયરાએ સોશિયલ મિડિયા એકાઉન્ટ ઉપર પોસ્ટ કરીને એક્ટિંગ છોડી દેવાની જાહેરાત કરી છે. જાયરાએ કહ્યું છે કે, બોલીવુડમાં તેને પાંચ વર્ષ પૂર્ણ થયા છે. ફિલ્મોમાં કામ કરવાથી તેને ભરપુર સન્માન અને પ્રેમ મળ્યો છે. અલબત્ત તેનું કહેવું છે કે, તે આના માટે ઇચ્છુક ન હતી. <br><br>
13.7k એ જોયું
2 મહિના પહેલા
અન્ય એપ પર શેર કરો
Facebook
WhatsApp
લિંક કોપી કરો
કાઢી નાખો
Embed
હું આ પોસ્ટની ફરિયાદ કરવા માંગુ છુ, કારણકે આ પોસ્ટ...
Embed Post