ગુજરાતી પરિવાર
#

ગુજરાતી પરિવાર

👪👪👪👪👪👪👪👪👪👪 🙏 બધાયે વાચશો 🙏 એકભાઇ સાંજે કામ પરથી ઘરે આવ્યા. ઘરનો દરવાજો ખોલતાની સાથે જ બઈરી એ વિલાયેલા મોઢે કહ્યુ, " ગોમડેથી તમારા બાપુજી આયાં છે. એના ચહેરા પરથી એ કંઇક તકલીફમાં હોય એમ લાગે છે" સાંભળતાની સાથે જ પતિના હોશકોશ ઉડી ગયા.મંદીને કારણે નાનો ધંધો બંધ કરીને નોકરી ચાલુ કરી દેવી પડી હતી. અને મોંડ મોંડ ઘરનું ગુજરાન ચાલતુ તુ. એવાંમાં ગોમડેથી બાપુજી આયા છે, તો ચોક્કસ કોઇક મદદ માંગવા માટે જ આવ્યા હશે, આ વિચાર માત્રથી એ ભાઇ ધ્રુજી ગયા. ઘરમાં પ્રવેશીને મુરઝાયેલા ચહેરે પિતાને પ્રણામ કર્યા. સાંજનું ભોજન પતાવીને, પિતાએ પુત્રને કહ્યુ, " બેટા, તારી સાથે થોડી વાતો કરવી છે" પિતાની વાત સંભળતા જ દિકરાના હૈયામાં ફાળ પડી "નક્કી હવે બાપુજી પૈસાની માંગણી મુકશે. મારી કેવી સ્થિતી છે એનો બાપુજીને જરા પણ વિચાર નહી આવતો હોય ? મને ફોન કર્યા વગર સીધા જ, અહીંયા પહોંચી ગયા આવતા પહેલા ફોન કર્યો હોત, તો હુ ફોન પર પણ તેમને મારી મુશ્કેલી જણાવી શકત". વિચારોના વાવઝોડામાં સપડાયેલા દિકરાના ખભ્ભા પર પિતાનો હાથ મુકાયો, ત્યારે દિકરાને ખબર પડી કે, પિતાજી એમની બાજુમાં આવીને બેસી ગયા છે. પિતાએ દિકરાને કહ્યુ, " બેટા, તું મહિને એકાદ વખત ગામડે અમને ફોન કરીને વાત કરી લેતો તો. પણ છેલ્લા 4 મહિનાથી તારો કોઇ જ ફોન નથી આવ્યો. એટલે તને કંઇક તકલીફ હશે એવુ, મને અને તારી મમ્મીને લાગ્યુ. હું તને બીજી તો શુ મદદ કરી શકુ પણ મારી પાસે થોડા ઘરેણા પડેલા હતા. એ વેંચીને આ 50,000 રૂપિયા ભેગા થયા છે એ તારા માટે લાવ્યો છું. હું તો કાલે સવારે ગામડે ચાલ્યો જઇશ પણ બસ ફોન કરતો રહેજે !! તારી મમ્મી બહુ જ ચિંતા કરતી હોય છે. અને કંઇ મુશ્કેલી હોય તો બેધડક કહેજે. તારા માટે જમીન વેંચવી પડે તો એ પણ વેંચી નાંખીશું" આટલી વાત કરીને પિતાએ, દિકરાના હાથમાં નોટોનું બંડલ મુકી દીધુ. દિકરો કંઇજ ન બોલી શક્યો માત્ર ભીની આંખોએ બાપના ચહેરાને જોઇ રહ્યો. જે બાપની ભિખારી તરીકે કલ્પના કરી હતી એ તો ભગવાન બનીને આવ્યા હતા. મિત્રો, આપણી મુશ્કેલીના સમયે પોતાનુ સર્વસ્વ આપીને આપણને મદદ કરનાર પિતા કોઇ મુશ્કેલીમાં તો નથીને એ જોવાની ફરજ માત્ર ભગવાનની નહી, આપણી જ છે. 〰〰〰〰〰〰〰〰〰〰 ડિલીટ મારતા પહેલા, અન્ય ગ્રુપ માં ફોરવર્ડ કરવાનું ચૂંકશો નહીં. કોઈ ની આંખો ખૂલી જાય તો, મોકલનાર ને આંગળી ચીંધવા નું પુણ્ય મળશે . ધન્યવાદ !! 👏👏👏👏👏👏👏👏👏👏
6.2k એ જોયું
11 મહિના પહેલા
#

ગુજરાતી પરિવાર

નણંદ એ એના ભાભી ને ફોન કરીને પૂછ્યુ:- ભાભી મેં રાખડી મોકલી હતી તે તમોને મળી ગઈ....????? . ભાભી : નહી દીદી હજુ નથી મળી..!! નણંદ : ભાભી આવતી કાલ સુધી રાહ જુવો જો કાલ સુધી નહીં મળે તો હુ પોતે રાખડી લઈને આવીશ ..!! . બીજા દીવસે ભાભી એ પોતે ફોન કર્યો :- હા દીદી તમારી રાખડી મળી ગઈ, ખુબજ સુંદર છે. થેન્ક યુ દીદી...!!! . નણંદબા એ ફોન નું રીસીવર મૂક્યું અને આંખમાં આસુંડા સાથે વિચાર કરવા લાગી.. *"પણ ભાભી મેં તો તમને રાખડી મોકલીજ નથી અને તમને મળી ભી ગઈ...???"* . આ ઘણી પુરાતન જમાનાની કહાની(વાર્તા) છે....,અને આ કહાની હવે ઘણી જગ્યાએ સાચી થવા લાગી છે. માટે મિત્રો...મહેરબાની કરીને આપણા આ *પવીત્ર-બંધન* ને વીંટો વળવા દેતા નહી. આ બંધન ને તૂટવા દેશો નહી. એને બચાવી રાખશો. કારણકે આ સંબંધ આપણા જીવનનું એક ફૂલ છે. જેને ખુદ ઈશ્વરે આપણી માટે ખીલાવ્યું છે....!!! સંબંધ ખુબજ અણમોલ હોય છે.એમની રક્ષા કરજો બહેનો- બેટીઓ પર કરેલ ખર્ચથી હમેંશા ફાયદો જ થાય છે. બહેનો અમારી પાસે ચંદ રૂપિયા ની લાલચે નથી આવતી..ઉલટાની અમને અંતરના કિંમતી આશીર્વાદ અને દુવા દેવા આવે છે...અને આપણી જે કાઇ અલા-બલા હોય એને ટાળવા આવતી હોય છે. પોતાના વિરાનો સંસાર સુખી થાય..એવી મહોબત ભરી નઝરો થી જોવા આવે છે...!!! બસ અહી વિરામ મુકું છું.. થોડુ લખ્યુ છે.એને વિશાળ સમજીને વાંચશો..એવી આશા રાખુ છું...!!! -💯nu..
4.4k એ જોયું
1 વર્ષ પહેલા
અન્ય એપ પર શેર કરો
Facebook
WhatsApp
લિંક કોપી કરો
કાઢી નાખો
Embed
હું આ પોસ્ટની ફરિયાદ કરવા માંગુ છુ, કારણકે આ પોસ્ટ...
Embed Post