📄 સુરત સમાચાર

📄 સુરત સમાચાર

એશિયન ગેમ્સમાં મેડલ જીતનારા બે સુરતી હીરલાઓનું કરાયું એરપોર્ટ પર અદકેરૂં સ્વાગત             સુરતઃ એશિયન ગેમ્સમાં ભારતને ટેબલ ટેનિસમાં સૌ પ્રથમવાર બ્રોન્ઝ મેડલ મળ્યો છે. ટીમ ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ મેળવનારી ટીમમાં બે સુરતી ખેલાડીઓનો સમાવેશ થયો હતો. બન્ને ખેલાડીઓ આજે સુરત આવી પહોંચતા એરપોર્ટ પર જ પરિવારજનો સહિત લોકોએ અદકેરૂં સ્વાગત કરી તેમને વધાવી લીધા હતાં.એરપોર્ટ પર પરિવારજનો સહિતના લોકો ઉમટયાંએશિયન ગેમ્સનું જકાર્તામાં સમાપન સાથે જ ખેલાડીઓ વતન પરત ફરી રહ્યાં છે. ત્યારે ટેબલ ટેનિસમાં ભારતનું નામ આંતરરાષ્ટ્રીય સ્તરે રોશન કરનારા સુરતના હરમિત દેસાઈ અને માનવ ઠક્કર આજે સુરત એરપોર્ટ પર આવ્યાં હતાં. ત્યારે બન્ને ખેલાડીઓના પરિવારજનો અને ટેબલ ટેનિસ એસોસિએશનના સભ્યો સાથે જ યુવા સંગઠનો દ્વારા પુષ્પ ગુચ્છ આપીને તેમનું અધકેરૂં સ્વાગત કરવામાં આવ્યું હતું. અને એરપોર્ટ પર ઉજવણીનો માહોલ સર્જાયો હતો.પરિવારજનોમાં ખુશીનો માહોલહરમિત દેસાઈ અને માનવ ઠક્કરને પરિવારજનોએ જણાવ્યું હતું કે, અમે ખુબ જ ખુશ છીએ. અમારા સંતાનોની મહેનત આંતરરાષ્ટ્રીય સ્તરે ઝળકી છે. અને આગામી સમયમાં પણ તેઓ આગળ વધે તે માટે પ્રોત્સાહનની સાથે સહકાર આપતાં રહેશે. ઘણા દિવસો બાદ સંતાનો ઘરે સિધ્ધિ લઈને આવ્યાં હોવાથી તેઓ જન્માનષ્ટમીના પર્વે બે બે રીતે ખુશ છે. સંતાન ઘરે આવ્યાં અને તે જ દિવસે જન્માષ્ટમી એટલે તેમની ખુશી ડબલ થઈ હોવાનું પરિવારજનોએ જણાવ્યું હતું.વધુ સારૂં પર્ફોમન્સ આપવાનો નિશ્ચયઃ ખેલાડીઓએશિયન ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ સાથે જ સંતોષ ભલે માનવો પડ્યો હોય પરંતુ આગામી સમયમાં આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં વધુ સારી રીતે પર્ફોમન્સ આપવા માટે વધુ મહેનત કરીશું. અને જ્યાં પણ અમારી ભૂલો છે તેને સુધારવાનો પ્રયત્ન કરીશું તેમ હરમતી દેસાઈ અને માનવ ઠક્કરે જણાવ્યું હતું.
#

સુરત સમાચાર

સુરત સમાચાર  - ShareChat
8.9k views
4 months ago
‘વીરો’ને રક્ષા : ભારત-પાક. બોર્ડર પર નડાબેટ ખાતે સુરતની બહેનોએ વીરોને રક્ષાસૂત્ર બાંધ્યાં         સુરતઃ દેશવાસીઓ તમામ વાર-તહેવારોની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરી શકે એ માટે પોતે કોઈ વાર-તહેવારની ઉજવણી નથી કરતાં અને પોતાના ઘર-પરિવારને ભૂલીને સરહદની પહેરેદારી કરી દેશ માટે સેનાના જવાનો શહિદી વહોરી લેતા હોય છે. સેનાનાં વીર જવાનોને ભાઈ-બહેનનાં પવિત્ર અને લાગણીસભર રક્ષાબંધન પર્વ નિમિત્તે પ્રેમની હુંફ મળે એવા શુભ આશય સાથે સુરતનાં રાષ્ટ્રવાદી પ્રખર સંગઠન દ્વારા ભારત-પાકિસ્તાન ઈન્ટરનેશનલ બોર્ડર (ઝીરો પોઈન્ટ), નડાબેડ (રાધનપુર) અને આર્મી કેમ્પમાં જઈને સરહદનાં રખેવાળોને રાખડી બાંધી હર્ષોલ્લાસ સાથે રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી. ગુજરાતભરમાંથી 300 બહેનોએ સરહદ પર બહેનની ખોટ પૂરી કરી જવાનોને રક્ષા બાંધીસુરતની 50થી વધુ બહેનો સહિત ગુજરાતભરમાંથી 300 બહેનોએ સરહદ પર બહેનની ખોટ પૂરી કરી જવાનોને રક્ષા બાંધી દેશની રક્ષા માટે હરહંમેશ તૈયાર રહેતા વીર સપૂતોનાં લાંબા આયુષ્ય માટે ભગવાનને પ્રાર્થનાં કરી હતી. આ બહેનોની સાથે વરાછા વિસ્તારના 20 પરિવારો પણ ઉત્સાહભેર જોડાયા હતા અને જવાનોને રક્ષાબંધનની શુભેચ્છા પાઠવી પ્રેમની હુંફ પૂરી પાડી હતી. જેની સાથે આંખની પણ ઓળખાણ નથી, તેવી બહેનો દ્વારા રક્ષાસૂત્ર બાંધતા જવાનોની આંખોમાં પણ હર્ષ અને સ્નેહની લાગણી જોવા મળી હતી. જવાનોએ આજીવન માં-ભોમની રક્ષા કરવા બહેનોને વચન આપ્યું હતું. વીર જવાનોને રાખડી બાંધવી એ સુરતની બહેનો માટે સૌભાગ્યની વાતઆ અંગે વાત કરતાં સંગઠનનાં પ્રમુખ હિંમત કાનાણીએ જણાવ્યું હતું કે,સરહદ પર કોઈ ઘર-પરિવાર નથી, કોઈ પોતાનું નથી હોતું. હંમેશા દૂશ્મનોની ગતિવિધી પર ચાંપતી નજર રાખીને જવાનો ખડે પગે રહે છે. દેશનાં સીમાડા સાચવીને બેઠેલા જવાનોનું ઋણ આપણે ક્યારેય નહીં ચુકવી શકીએ. પરંતુ, આજે બહેનોએ આપણા મા ભોમના રખેવાળોને પ્રેમ અને લાગણીની હુંફ આપી છે. સરહદ પર થોડી ક્ષણો માટે જોવા મળેલા ઘર જેવા માહોલથી જવાનોનું પણ મન ગદગદિત થઈ ગયું હતું. માં-ભોમની રક્ષા કરતા વીર જવાનોને રાખડી બાંધવી એ સુરતની બહેનો માટે સૌભાગ્યની વાત છે.બાળકી પાસે રાખડી બંધાવી ભેટ આપીરાષ્ટ્રવાદી પ્રખર સંગઠન દ્વારા ભારત-પાકિસ્તાન બોર્ડ પર તૈનાત જવાનોને રાખડી બાંધી રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી. જવાનોને રક્ષા સુત્ર બાંધી ભાઈ-બહેને એકબીજાને મીઠાઈ ખવડાવી રક્ષાબંધનની શુભેચ્છા પાઠવી હતી. સેનાનાં જવાનો પ્રત્યે સંગઠનમાં આવેલી નાની બાળાની લાગણી જોતા જવાનનું પણ હેત ઉભરાઈ આવ્યું હતું અને બાળકી પાસે રાખડી બંધાવી ભેટ આપી હતી.
#

સુરત સમાચાર

સુરત સમાચાર  - ShareChat
4.5k views
4 months ago
શહેરભરમાં રક્ષાબંધનની ધામધામપૂર્વક ઉજવણી : જન્માષ્ટમીની તૈયારી શરૂ                     જહાંગીરપુરા ખાતે આવેલા શ્રી. શ્રી રાધાદામોદર મંદિરમાં (ઈસ્કોન મંદિર) બલરામ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સવારે બલરામ કથા, અભિષેક, ભોગઆરતી અને બાદમાં પ્રસાદ વહેંચણી કરાઈ હતી. યજ્ઞોપવિત શ્રી ગૌડ બ્રાહ્મણ પરીષદ દ્વારા રવિવારે નાળિયેરી પૂનમના દિવસે સન્ડે વિલા ફાર્મ હાઉસ લાડવી ગામમાં સુરતમાં યજ્ઞોપવિત જનોઇ બદલી હતી. શહેરના બાલાજી રોડ ખાતે આવેલી સુખાનંદ વ્યાયામ શાળામાં જન્માષ્ટમીની તૈયારી કરાઈ રહી છે. જેના ભાગરૂપે માનવ પિરામીડ બનાવાયુ હતું.
#

સુરત સમાચાર

સુરત સમાચાર  - ShareChat
6.5k views
4 months ago
સુરતના હેકરની નાની ઉંમરે મોટી સફળતા, સાયબર સિક્યોરિટીના ગૂંચવાયેલા કેસોમાં પોલીસ માંગે છે મદદ સુરતઃ સિધ્ધાંતો પર ચાલનારાને આજના યુગમાં સફળતા મળવી મુશ્કેલ હોવાનું કહેવાય છે. ત્યારે પોતાના સિધ્ધાંતો પર સામા પ્રવાહે ચાલીને નાની ઉંમરે સફળતા મેળવવી અને તેને ટકાવી રાખવી ભલભલા માટે મુશ્કેલ હોય છે. પરંતુ દરેક મુશ્કેલીઓમાં મહામહેનતથી મહારથ મેળવનારા બહુ ઓછા હોય છે. ગૂંચવાયેલા કેસમાં પોલીસને પણ મદદ કરીને ક્રાઈમના કરોળીયાના જાળાને ઉકેલી નાખીને ઓનલાઈન સેક્સ રેકેટ જેવા અઘરા કેસને ચપટીની વારમાં સુલજાવી અપરાધીઓને જેલ ભેગા કરાવનાર જય ગાંગાણી એથિકલ હેકર તરીકે સેવા આપે છે. સિધ્ધાંતોને નેવે મુક્યા વગર જાત તપાસ કરીને જરૂરી લાગે તો જ જાસૂસીના સોફ્ટવેર આપે છે. જેથી અનેક પરિવારના માળા વિખેરાતાં અટક્યાં છે. તોફાની રહ્યું બાળપણ આપણે ત્યાં કહેવત છે કે, પુત્રના પારણાં..કદાચ આ કહેવત અશોકભાઈ અને ગીતાબેન ગાંગાણીના પરિવારમાં 13મી ઓગસ્ટ 1992ના રોજ જન્મેલા જય માટે ચરિતાર્થ થઈ હતી. પરિવારના એકના એક સંતાન જયે જણાવ્યું હતું કે, પિતા ત્યારે હીરાના વ્યવસાયમાં હતાં. મોસાળ તળાજામાં તેનો જન્મ થયો હતો. પરિવારમાં સૌથી મોટા હોવાથી ભારે લાડકોડથી તેમનો ઉછેર થયો હતો. અને બાળપણ તોફાન મસ્તીમાં પસાર થયું હતું. જેથી નાની ઉંમરે જ પરિવારને કઠોર નિર્ણય લઈને હોસ્ટેલમાં અભ્યાસ માટે મોકલ્યો હતો.
#

સુરત સમાચાર

સુરત સમાચાર  - ShareChat
6.1k views
5 months ago
ShareChat Install Now
ShareChat - Best & Only Indian Social Network - Download Now
Share on other apps
Facebook
WhatsApp
Copy Link
Delete
Embed
I want to report this post because this post is...
Embed Post