📜 8 ડિસેમ્બરનાં સમાચાર

📜 8 ડિસેમ્બરનાં સમાચાર

રાજકોટ ઝોન ફી નિયમન સમિતિએ સપાટો બોલાવ્યો છે. રાજકોટની 35 શાળાઓને ફી પરત કરવા માટે આદેશ આપવામાં આવ્યા છે. ફી નિયમન સમિતિના આદેશથી વાલીઓમાં આનંદ ફેલાયો છે. રાજકુમાર કોલેજને રૂપિયા 2.50 કરોડ રીફંડ કરવા આદેશ કરવામાં આવ્યો છે. નિર્મલા કોન્વેન્ટ સ્કૂલને રૂપિયા 75 લાખનું રીફંડ કરવા આદેશ કરાયો છે. પોદાર સ્કૂલની ફીમાં 5 હજારનો ઘટાડો કરવામાં આવ્યો છે. નોર્થ સ્ટાર સ્કૂલની ફીમાં 65 હજારથી 1.20 લાખ સુધીનો ઘટાડો કરવામાં આવ્યો છે. ટી.એન.રાવ સ્કૂલની ફીમાં રૂપિયા 65 લાખ પરત કરવા આદેશ કરવામાં આવ્યો છે. આત્મીય સ્કૂલને રૂપિયા 35 લાખનું રીફંડ કરવાનો આદેશ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી સ્કૂલ અને વાલીઓ વચ્ચે ફી નિયમના મુદ્દે સંઘર્ષ જોવા મળી રહ્યો છે. રાજ્ય સરકાર દ્વારા રચવામાં આવેલી FRC કમિટી દ્વારા સ્કૂલોની ફીમાં વધારો કરવામાં આવતા અનેક સવાલો ઉઠ્યા હતા. FRCએ ત્રણ વર્ષ માટે નક્કી કરવાના નિયમનુ ઉલ્લંઘન કર્યુ હતું. મહત્વનુ છે કે, FRC દ્વારા 2017-18માં ફી મંજૂર કરી હતી તો પણ 2018-19માં ફરીમાં વધારો કરવામાં આવ્યો હતો. FRCએ શિક્ષણના કાયદાના નિયમોનું ઉલ્લંઘન કર્યું હોવાનો વાલીઓએ આક્ષેપ કર્યો હતો. રાજ્યના અનેક શહેરોમાં એફઆરસીના વિરોધમાં વાલીઓએ ધરણા તેમજ ડીઇઓ કચેરી ખાતે વિરોધ વ્યક્ત કર્યો હતો.
#

📑 8 ડિસેમ્બરનાં સમાચાર

📑 8 ડિસેમ્બરનાં સમાચાર - SCHOOL FEES - ShareChat
33 views
4 months ago
Share on other apps
Facebook
WhatsApp
Copy Link
Delete
Embed
I want to report this post because this post is...
Embed Post