📓 વાર્તાઓ

📓 વાર્તાઓ

#

📓 વાર્તાઓ

મિત્રો બાધા માનતા બધા રાખતા હોય કોઈ ટોપરાની..દૂધની..ઘી ની ચંપલ નઈ પેરવાની..વગેરે બાધા બધા રાખતા હોય છે..પણ અેક કાકાએ ના આપવાની બાધા લીધી.. કોઈને કંઈજ નઈ આપવાનુ.. આ વાતની ભગવાન ને જાણ થઈ ભગવાન સાધુ વેશ લઈ કાકાના ઘેર ગ્યા ભિક્ષામ દેહી કહી બૂમ પાડી કાકા કેય આગળ જાઓ બાપુ..સાધુ કેય કંઈક તો આપો. કાકા કેય બાપુ મારે કોઈને કંઈજ ના આપવાની બાધા છે ટેક છે ભગવાન તો પરીક્ષા કરવા આવ્યા હતા...સાધુ કેય જે ના આપે અેના ઘેર મારે લેવાની બાધા છે હુ લીધા વિના તો નઈ જ જાઉ..અેમ કહી આંગણામાં બેસી ગ્યા..કાકા કેય કંઇ નઈ મળે બાપુ જાવ હવે પણ સાધુના વેશમાં ભગવાને પણ હઠ લીધી છે અને આંગણામાં બેસી રહ્યા છે ભગવાન કેય કંઈક આપ લઈને જ જઈશ નહિતર નઈ જાઉ કાકા કેય મરી જઈશ પણ કંઈ નઈ આપુ કાકા પણ અડગ છે...અેમા રાત પડી ગઈ કાકાએ તો ઘર બંધ કરી દીધુ બધાએ સુવાની તૈયારી કરી..કાકાએ અેના દિકરાને કહ્યુ જો તો દિકરા પેલો સાધુ ગ્યો..દિકરાએ અડધી બારી ખોલી જોયુ..દિકરો બાપાને કેય ના બાપા હજુ બેઠો છે કાકા કેય હવે શુ કરવું..રાતના 10 વાગી ગ્યા કાકા પાછો દિકરાને બોલાવ્યો જો તો દિકરા સાધુ ગ્યો દિકરાએ પાછી થોડી બારી ખોલી જોયુ ના બાપા હજુ છે..કાકા કેય અેને કે કે મારા બાપા બિમાર થઈ ગ્યા છે દિકરો જઈને સાધુને કેય મારા બાપા બિમાર થઈ ગ્યા છે હવે તો જાઓ..સાધુ કેય ખબર પૂછી લઉ પણ ઘરમાં ના જવા દીધા પાછા બેસી ગ્યા...અડધી રાત થઈ ગઈ કાકા દિકરાને કેય જો તો ના ગયો હોય તો કહી દે કે મારા બાપા તો મરી ગ્યા..દિકરો સાધુ ને કેય હવે તો તમે જતા રહો મારા બાપા તો મરી ગ્યા સાધુ કેય મને દુ:ખ થયુ પણ હવે તો આવુ થયુ અેટલે ના જવાય..દિકરો કેય બાપા શુ કરીશુ આ તો જતો જ નથી કાકા કેય કંઈ વાંધો નઈ દિકરા સવારે નનામી લાવી મને બાંધી દે જે..સવારે દિકરો અને કુટુંબી મળી નનામી લાવી તૈયાર કરી.કાકાને નનામી માં બાંધી દીધા દિકરો સાધુને કેય હવે તો જાઓ મારા બાપાને સ્મશાન લઈ જઈએ છીયે..સાધુ કેય હવે તો અંતિમ સંસ્કાર કરીને જ જઈશ..કાકા દિકરાને કેય ચાલો ઉપાડી લો બધા કાકાની નનામી લઈ સ્મશાનમાં ગ્યા સાધુ પણ સાથે જ હતા લાકડા ગોઠવી કાકાને સુવરાવી દીધા..કાકાના દીકરા ને તો ધમૅસંકટ હતુ હવે શુ થશે કાકાની પાસે જઈ કેય બાપા આ સાધુ તો અહિયા જ છે શુ કરશુ કાકા કેય સળગાવી દે ચિતા મોત આવે તો ભલે પણ મારી ટેક તો નહી જ છોડુ દીકરાએ તરત જ ચિતા સળગાવી દીધી ચિતા ભડ ભડ સળગવા લાગી.ભગવાનને થયુ કે આ મરી જશે સાધુના વેશમાં આવેલ ભગવાન પણ કાકાની ટેક સામે હારી ગ્યા ભગવાને તરત જ સળગતી ચિતા માંથી કાકાને બહાર ખેચી લીધાને બોલ્યા ધન્ય છે તમને કાકા મોત સ્વિકાર કરવા તૈયાર થયા પણ ટેક ન છોડી...મિત્રો કહેવાનો મતલબ કે મન અડગ રાખવુ..બાધા પણ રાખવી પણ પણ સાચુ લાગે ત્યાં...ગમ્યુ હોય તો લાઈક કરજો ..શેર કરજો..હસુરાય પાંચોટીયા.. .
3k views
2 days ago
Share on other apps
Facebook
WhatsApp
Copy Link
Delete
Embed
I want to report this post because this post is...
Embed Post