૨૦૧૫ની સેમિફાઇનલ હોય કે ૨૦૧૯

📋 11 જુલાઈનાં સમાચાર

ધોની અસલી હીરો સાબિત થયો છે
મુંબઇ,તા.૧૧ ન્યૂઝીલેન્ડના હાથે હારીને ટીમ ઈન્ડિયાનું વિશ્વ કપ જીતવાનું સપનું તૂટી ગયું છે. આ સતત બીજીવાર બન્યું છે જ્યારે ભારત વિશ્વકપ સેમિફાઇનલમાંથી બહાર થઈ ગયું છે. મેચના પરિણામ બાદથી ફેન્સ ગુસ્સામાં છે અને એક નવી ચર્ચા શરૂ થઈ છે. એમએસ ધોનીની ઈનિંગની દરેક પ્રશંસા કરી રહ્યાં છે અને કહી રહ્યાં છે કે જો માહી ન હોત તો ટીમ ઈન્ડિયાની સ્થિતિ વધુ ખરાબ હોત. તો મોટી મેચોમાં વિરાટ કોહલીનું નિષ્ફળ જવું પણ ફેન્સના દિલને દુખ પહોંચાડી રહ્યું છે. બુધવારે રમાયેલી સેમિફાઇનલમાં કેપ્ટન કોહલી માત્ર એક રન બનાવી શક્યો અને એમએસ ધોની અંતિમ સુધી સંઘર્ષ કરતો જોવા મળ્યો હતો. જો છેલ્લા વિશ્વ કપ એટલે કે ૨૦૧૫મા ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ રમાયેલી મેચની વાત કરીએ તો ત્યારે પણ આવી સ્થિતિ હતી. બસ કેપ્ટન એમએસ ધોની હતો.

૨૦૧૫મા ઓસ્ટ્રેલિયામાં વિશ્વ કપ રમાયો હતો અને સેમિફાઇનલમાંટ ટીમ ઈન્ડિયાનો મુકાબલો ઓસ્ટ્રેલિયા સામે હતો. ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બેટિંગ કરતા ૩૨૮નો લક્ષ્ય રાખ્યો હતો. પરંતુ ચેઝ કરતા ટીમ ઈન્ડિયાની બેટિંગ ધરાશાયી થઈ અને સૌથી મોટો સુપરસ્ટાર વિરાટ કોહલી માત્ર ૧ રન બનાવી આઉટ થયો હતો. ત્યારે પણ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ધોની ૬૫ રન બનાવી ટીમ ઈન્ડિયાની જીત માટે એકલો સંઘર્ષ કરી રહ્યો હતો. ખાસ વાત છે કે ધોની ત્યારે પણ રનઆઉટ થયો હતો. પરંતુ ટીમ ઈન્ડિયા ખરાબ રીતે હારીને બહાર થઈ ગઈ હતી. ત્યારબાદ ધોનીની આખમાં આસૂ દરેક ફેન્સને યાદ છે.

૨૦૧૫ સેમિફાઇનલઃ ધોની અને કોહલી : વિરાટ કોહલીઃ ૧ રન, ૧૩ બોલ, ૭.૬૯ સ્ટ્રાઇક રેટ : ધોનીઃ ૬૫ રન, ૬૫ બોલ, ૧૦૦ સ્ટ્રાઇક રેટ, ૩ ચોગ્ગા, ૨ છગ્ગા. જેમ ચાર વર્ષ પહેલા કંઇક આવું થયું હતું. ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ૨૪૦ રનનો પીથો કરતા ટીમના ટોપ ઓર્ડરે દગો આપ્યો હતો. વિરાટ કોહલી ફરી માત્ર ૧ રન બનાવી આઉટ થયો હતો. ફરી બધાની નજર એમએસ ધોની પર હતી. એકવાર ફરી તેણે છેલ્લે સુધી સંઘર્ષ કર્યો અને ૫૦ રન બનાવ્યા. જ્યાં સુધી ધોની ક્રીઝ પર હતો ત્યાં સુધી ટીમ ઈન્ડિયાને આશા હતી. પરંતુ ૨૦૧૫ની સેમિફાઇનલ જેમ રનઆઉટ થયો હતો.

૨૦૧૯ સેમિફાઇનલઃ ધોની - કોહલીઃ વિરાટ કોહલીઃ ૧ રન, ૬ બોલ, ૧૬.૬૬ની સ્ટ્રાઇક રેટઃ એમએસ ધોનીઃ ૫૦ રન, ૭૨ બોલ, ૬૯.૬૬ની સ્ટ્રાઇક રેટ, ૧ ચોગ્ગો, ૧ છગ્ગો

વિશ્વ કપ સેમિફાઇનલમાં વિરાટ કોહલીનું પ્રદર્શન : ૯ (૨૧) વિરુદ્ધ પાકિસ્તાન (૨૦૧૧ વિશ્વકપ),૧ (૧૩) વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા (૨૦૧૫ વિશ્વકપ) ૧(૬) વિરુદ્ધ ન્યૂઝીલેન્ડ (૨૦૧૯ વિશ્વ કપ)

18.5k એ જોયું
3 મહિના પહેલા
અમેરિકી સંસદ

📋 11 જુલાઈનાં સમાચાર

અન્ય દેશોને અપાતા ગ્રીન કાર્ડ પરની મર્યાદા હટાવી
આ પ્રસ્તાવની તરફેણમાં ૪૩૫માંથી ૩૬૫ મતો પડ્યા વૉશિંગ્ટન,તા.૧૧ અમેરિકાના સંસદસભ્યોએ વસાહતી લોકોને અમેરિકામાં ગ્રીન કાર્ડ ઈસ્યૂ કરવા માટે પ્રત્યેક દેશ દીઠ નક્કી કરેલી સાત-ટકાની ટોચમર્યાદાને ઉઠાવી લેતા ખરડાને બુધવારે મંજૂરી આપી દીધી છે. અમેરિકાની પ્રતિનિધિ સભાએ લીધેલા આ નિર્ણયને લીધે ઈન્ફોર્મેશન ટેક્નોલોજી ક્ષેત્રના કૌશલ્યવાન એવા હજારો ભારતીય વ્યાવસાયિકોને લાભ થશે.

ગ્રીન કાર્ડ ધારક વ્યક્તિને અમેરિકામાં કાયમ માટે વસવાટ કરવા અને કામ-ધંધો કરવાની છૂટ મળે છે. નવા ખરડામાં પ્રત્યેક દેશ દીઠ સાત ટકાની લિમિટને વધારીને ૧૫ ટકા કરવામાં આવી છે.

હિન્દુ અમેરિકન ફાઉન્ડેશન સંસ્થાએ ખરડો પાસ કરવાના અમેરિકી સાંસદોના નિર્ણયને આવકાર આપ્યો છે. સંસ્થાનાં જય કંસારાએ કહ્યું છે કે હવે અમેરિકી સેનેટે કાયદો લાગુ કરવાનો છે. જેથી અમેરિકી અર્થતંત્રના વિકાસ માટે સંપૂર્ણ સ્તરના પ્રદાનકારી બનવાની તકની દાયકાઓથી રાહ જોતા કૌશલ્યવાન ઈમિગ્રન્ટ્‌સને હાડમારીનો અંત આવે.

ફેરનેસ ઓફ હાઈ-સ્કિલ્ડ ઈમિગ્રન્ટ્‌સ એક્ટ, ૨૦૧૯ અથવા ૐઇ ૧૦૪૪ નામના આ ખરડાને ૪૩૫ સભ્યોની પ્રતિનિધિ સભાએ ૩૬૫-૬૫ મતથી પાસ કર્યો હતો. હાલની પદ્ધતિ હેઠળ કોઈ ચોક્કસ વર્ષમાં અમેરિકા તરફથી આપવામાં આવનાર ફેમિલી-બેઝ્‌ડ ઈમિગ્રન્ટ વિઝાની કુલ સંખ્યામાંથી દરેક દેશના વધુમાં વધુ સાત ટકા લોકોને ગ્રીન કાર્ડ આપવામાં આવે છે.

આ ખરડામાં આ ઉપરાંત નોકરી-આધારિત ઈમિગ્રન્ટ વિઝા ઉપર દેશદીઠ સાત ટકાની ટોચમર્યાદા પણ દૂર કરવાની જોગવાઈ છે. હવે આ ખરડાને સેનેટની મંજૂરી મળે એ જરૂરી રહેશે જ્યાં રીપબ્લિકન પાર્ટીની બહુમતી છે. આખરે યુએસ પ્રમુખ સહી કરે તે પછી આ કાયદો અમલમાં આવશે. જોકે અમેરિકાના ગૃહ મંત્રાલયે આ ખરડાને ટેકો આપ્યો નથી.

18.1k એ જોયું
3 મહિના પહેલા
અન્ય એપ પર શેર કરો
Facebook
WhatsApp
લિંક કોપી કરો
કાઢી નાખો
Embed
હું આ પોસ્ટની ફરિયાદ કરવા માંગુ છુ, કારણકે આ પોસ્ટ...
Embed Post