🌺 વિનાયક ચતુર્થી
#

🌺 વિનાયક ચતુર્થી

Home નમસ્તે ટ્રમ્પ ઈન્ડિયા વર્લ્ડ બોલિવૂડ સ્પોર્ટ્સ ગુજરાતી વીડિયો બિઝનેસ ધર્મ દર્શન યૂથ ઝોન લાઇફસ્ટાઇલ યુટિલિટી રસધાર યાત્રાધામ રાશિફળ 2020 Change Cookies Settings ↑ Previous Story પર્વ / 27મીએ ગુરુવાર અને ચતુર્થીનો સંયોગ, ગણેશજીની સાથે ભગવાન વિષ્ણુની પૂજા કરવા માટે શ્રેષ્ઠ દિવસ છે સુદ પક્ષમાં આવતી વિનાયકી ચતુર્થીના દિવસે ગણેશજીને સિંદૂર, દૂર્વા, ફૂલ, ચોખા, ફળ, પ્રસાદ ચઢાવો અને ધૂપ-દીપ પ્રગટાવો Divyabhaskar.Com Feb 26, 2020, 04:35 PM IST ધર્મ દર્શન ડેસ્ક- ગુરુવાર, 27 ફેબ્રુઆરીએ ફાગણ મહિનાના સુદ પક્ષની ચતુર્થી છે, જેને વિનાયકી ચતુર્થી કહેવામાં આવે છે. ગુરુવારે આ તિથિ આવવાથી આ દિવસે ગણેશજીની સાથે જ ભગવાન વિષ્ણુ અને ગુરુ ગ્રહ માટે વિશેષ પૂજા કરવી જોઈએ. આ તિથિએ ગણેશજીની પૂજા કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિમાં વધારો થઈ શકે છે, જ્ઞાન અને બુદ્ધિમાં વધારો થાય છે.  ઉજ્જૈનના ઈન્દ્રેશ્વર મહાદેવ મંદિરના પૂજારી પં. સુનીલ નાગરના જણાવ્યા પ્રમાણે વિનાયકી ચતુર્થી પર કયા-કયા શુભ કામ કરી શકાય છે. ગણેશજીના આ 12 નામનો જાપ કરો- ચતુર્થીએ ગણેશજીની પૂજામાં 12 ખાસ મંત્રોનો જાપ 108 વાર કરવો જોઈએ. આ છે 12 મંત્ર- ऊँ सुमुखाय नम:, ऊँ एकदंताय नम:, ऊँ कपिलाय नम:, ऊँ गजकर्णाय नम:, ऊँ लंबोदराय नम:, ऊँ विकटाय नम:, ऊँ विघ्ननाशाय नम:, ऊँ विनायकाय नम:, ऊँ धूम्रकेतवे नम:, ऊँ गणाध्यक्षाय नम:, ऊँ भालचंद्राय नम:, ऊँ गजाननाय नम:। આ વ્રત કેવી રીતે કરવું જોઈએ? આ તિથિએ સવારે વહેલાં ઊઠો. સ્નાન કર્યા પછી સ્વચ્છ વસ્ત્ર ધારણ કરો. સૂર્યને જળ ચઢાવો. ઘરના મંદિરમાં સોના, ચાંદી, પીત્તળ, તાંબા કે માટીથી બનેલી ગણેશજીની મૂર્તિ સ્થાપિત કરો. શ્રીગણેશને સિંદૂર, દૂર્વા, ફૂલ, ચોખા, ફળ, પ્રસાદ ચઢાવો. ધૂપ-દીપ પ્રગટાવો. श्री गणेशाय नम: મંત્રનો જાપ કરીને પૂજા કરો. ગણેશજીની સામે વ્રત કરવાનો સંકલ્પ લો અને આખો દિવસ અન્ન ગ્રહણ ના કરો. વ્રતમાં ફળાહાર કરી શકો છો. પાણી, દૂધ, ફળોનો રસ વગેરે વસ્તુ લઈ શકો છો. ગુરુવારે આ શુભ કામ કરી શકો છો- આ દિવસે ગણેશજીની સાથે જ ભગવાન વિષ્ણુનો અભિષેક કરો. તેની માટે કેસર મિશ્રિત દૂધ દક્ષિણાવર્તી શંખમાં ભરો અને ભગવાનની મૂર્તિ ઉપર અર્પિત કરો. વિષ્ણુજીની સાથે જ મહાલક્ષ્મીની પૂજા કરો. ऊँ नमो भगवते🙏🏻💐 वासुदेवाय મંત્રનો જાપ કરો. ગુરુ ગ્રહ માટે ગુરુવારે શિવલિંગને બેસનના લાડુ અર્પિત કરો. કોઈ ગરીબને ચણાની દાળનું દાન કરો. કેળના ઝાડની પૂજા કરો અને કેળાનું દાન કરો. #🌺 વિનાયક ચતુર્થી
272 એ જોયું
1 મહિના પહેલા
#

🙏 સંકષ્ટી ચતુર્થી

346 એ જોયું
3 મહિના પહેલા
#

🙏 સંકષ્ટી ચતુર્થી

2.1k એ જોયું
3 મહિના પહેલા
#

🙏 વિનાયક ચતુર્થી

804 એ જોયું
10 મહિના પહેલા
હમણાં આટલીજ પોસ્ટ છે
અન્ય એપ પર શેર કરો
Facebook
WhatsApp
લિંક કોપી કરો
કાઢી નાખો
Embed
હું આ પોસ્ટની ફરિયાદ કરવા માંગુ છુ, કારણકે આ પોસ્ટ...
Embed Post