📰 22 ઓક્ટોબરનાં સમાચાર
લિબરલ પાર્ટીની જીત સાથે જ જસ્ટિન ટુડો પ્રધાનમંત્રી બનશે

📰 22 ઓક્ટોબરનાં સમાચાર

કેનેડા ચૂંટણીઃ લિબરલ પાર્ટીની જીત સાથે જ જસ્ટિન ટુડો પ્રધાનમંત્રી બનશે
ઓટ્ટોવો,તા.૨૨ કેનેડામાં યોજાયેલ ચૂંટણી જસ્ટિન ટ્રુડોની લિબરલ પાર્ટીએ મેદાન મારી લીધું છે. લિબરલ પાર્ટીની જીત સાથે કેનેડાના પ્રધાનમંત્રી તરીકે ફરી એકવાર જસ્ટિન ટ્રુડો સત્તાનું સુકાન સંભાળશે. જો કે સંસદમાં લિબરલ પાર્ટીને સ્પષ્ટ બહુમતી મળી નથી. સરકાર રચવા માટે તેઓએ અન્ય પક્ષનો ટેકો લેવો પડી શકે છે.

લિબરલ પાર્ટી હાલ ૧૫૮ ડીસ્ટ્રીકમાં આગળ છે જ્યારે કન્ઝવેર્ટીવ પાર્ટી ૧૨૦ બેઠકો પર આગળ ચાલી રહી છે. કેનેડિયન હાઉસ ઓફ કોમન્સમાં સરકાર બનાવવા માટે કોઈપણ પક્ષને ઓછામાં ઓછી ૧૭૦ બેઠકો મેળવવી પડે છે. આ સ્થિતિમાં જસ્ટિન ટ્રુડોનું પ્રધાનમંત્રી બનવું નક્કી છે.

જો કે તેમના માટે જીતની રાહ આસાન નહોતી. લિબરલ પાર્ટી ઘણા કૌભાંડમાં ફસાયેલ હતી તેમજ મતદારો જસ્ટિન ટ્રુડોથી ઘણાં નારાજ હતા. એનડીપીના નેતા જગમીત સિંહે જોરદાર ઝુંબેશ ચલાવી હોવા છતાં તેમની પાર્ટી માત્ર ૨૪ બેઠકો પર અગ્રેસર રહી હતી.

વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોની લિબરલ પાર્ટીને ૧૫૮ બેઠક (૨૦૧૫માં ૧૭૭ બેઠક મળી હતી) જ્યારે મુખ્ય વિપક્ષી નેતા એન્ડ્રુ શીઅરની કોન્ઝર્વેટિવ પાર્ટીને ૧૨૦ બેઠકો મળી છે (૨૦૧૫માં ૯૫ બેઠકો મળી હતી). અહીં ત્રીજા મોટા પક્ષ તરીકે એનડીપીના જગમિત સિંઘ હતા. જે ભારત વિરોધી ખાલીસ્તાન ચળવળને સપોર્ટ પણ કરે છે. તેમના પક્ષને ગઇ ચૂંટણીમાં ૩૯ બેઠકો મળી હતી. આ વખતે તેમને ૨૪ બેઠકો મળી છે. આશ્ચર્યજનક રીતે બ્લોક ક્યુબેક્વા પાર્ટીને ૩૨ બેઠકો મળી છે.

11.1k એ જોયું
3 મહિના પહેલા
અન્ય એપ પર શેર કરો
Facebook
WhatsApp
લિંક કોપી કરો
કાઢી નાખો
Embed
હું આ પોસ્ટની ફરિયાદ કરવા માંગુ છુ, કારણકે આ પોસ્ટ...
Embed Post