🚍 એસટીમાં ‘અસલામત’ ભરતી?
#

🚍 એસટીમાં ‘અસલામત’ ભરતી?

Kundansinh
#🚍 એસટીમાં ‘અસલામત’ ભરતી? #🚍 એસટીમાં ‘અસલામત’ ભરતી? #🎅 સાન્ટા ટોપી સાથે સેલ્ફી #📺 એડવર્ટાઈઝ ડબસ્મૈશ #🎬 ઇન્ડિયન સિનેમા રિવાઇન્ડ #😊 શુભકામનાઓ
129 એ જોયું
2 મહિના પહેલા
એસટીમાં ‘અસલામત’ ભરતી : ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેકમાં સેન્સર પર કપડું મૂકી પાસ કરવાનું કૌભાંડ એસટી ડ્રાઇવરોની ભરતીમાં ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેકમાં સેન્સરની ઉપર કોઈ કપડું કે વસ્તુ મૂકી ઉમેદવારોને પાસ કરાવવાનું કૌભાંડ નિગમની નજરમાં આવ્યું છે. જોકે અધિકારીઓ કહે છે કે, આવું કશું થયું નથી. અત્યારે એસટીમાં ડ્રાઇવરોની ભરતી માટે ઉમેદવારોની ડ્રાઇવિંગ ટેસ્ટ લેવામાં આવી રહી છે. તે માટેના ટેસ્ટ ટ્રેકમાં મુકાયેલા સેન્સર પર કપડાં જેવા કોઈ આવરણથી ચેડાં કરીને ઉમેદવારોને પાસ કરાવાતા હોવાની એસટી નિગમને ફરિયાદ મળી હતી, જેથી એસટી નિગમે તપાસ હાથ ધરતા સમગ્ર કૌભાંડ બહાર આવ્યું હોવાનું સૂત્રો કહે છે. ગુજરાત એસટી નિગમ દ્વારા ડ્રાઇવરોની 2249 જગ્યા માટે ભરતી હાથ ધરવામાં આવી છે. આ ભરતી માટે મગાવાયેલી અરજીમાં આશરે 17,200 ઉમેદવારો પરીક્ષા આપી રહ્યા છે. ડ્રાઇવર તરીકેની ભરતીમાં શૈક્ષણિક લાયકાત ઉપરાંત ડ્રાઇવિંગ ટેસ્ટ આપવાની હોય છે. અમદાવાદના ચંડોળા તળાવ પાસે એસટીનો ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક છે. આ ટેસ્ટ ટ્રેક પર ટેસ્ટ આપીને પાસ થનારા ઉમેદવારનું મેરિટ તૈયાર થાય છે અને પછી તેના આધારે ભરતી થાય છે. ડ્રાઇવિંગ ટેસ્ટના 30 માર્ક્સ હોય છે. ટેસ્ટ લેવા માટેની જવાબદારી ખાનગી એજન્સીને અપાઈ છે. એજન્સી ટેસ્ટ લઈને ઉમેદવારોના માર્ક મૂકે છે તેમ નિગમના સૂત્રોનું કહેવું છે.
#

🚍 એસટીમાં ‘અસલામત’ ભરતી?

🚍 એસટીમાં ‘અસલામત’ ભરતી? - ગુજરાત સૂર્યનગરી ) મોર E With Clicks - ShareChat
13.7k એ જોયું
2 મહિના પહેલા
અન્ય એપ પર શેર કરો
Facebook
WhatsApp
લિંક કોપી કરો
કાઢી નાખો
Embed
હું આ પોસ્ટની ફરિયાદ કરવા માંગુ છુ, કારણકે આ પોસ્ટ...
Embed Post