😱 ગન પોઇન્ટ પર સુરત
00:12 / 628.7 KB
#😱 ગન પોઇન્ટ પર સુરત
00:26 / 1.2 MB
#😱 ગન પોઇન્ટ પર સુરત
00:27 / 971.3 KB
#😱 ગન પોઇન્ટ પર સુરત - ???? ગેંગસ્ટર ની હત્યા
00:23 / 2.1 MB
#😱 ગન પોઇન્ટ પર સુરત
00:15 / 1.5 MB
#😱 ગન પોઇન્ટ પર સુરત
00:21 / 1 MB
#😱 ગન પોઇન્ટ પર સુરત લાયા લાયા નવુ જ લાયા
00:23 / 911.1 KB
#😱 ગન પોઇન્ટ પર સુરત
3 દિવસમાં 2 ગેંગસ્ટરની હત્યા, ક્રાઈમ કોઈપણ સિટીને બરબાદ કરી શકે છે, વેપારીઓ ભયના માહોલ વચ્ચે વેપાર કરી રહ્યા છે ત્રણ દિવસમાં બે મોટા ગેંગસ્ટરની હત્યાથી પોલીસ સામે સવાલો ઉભા થયા સુરતના વેપારીઓ પાસે ખંડણી માંગતા ગેંગસ્ટરની પાંચ ગોળી મારી હત્યા #😱 ગન પોઇન્ટ પર સુરત
સુરતમાં પોલીસ-કાયદાનો કોઈને હાઉ જ ના રહ્યો હોય તેમ લોકો હવે કાયદો હાથમાં લઈ રહ્યા છે. સુરતમાં છેલ્લા ત્રણ દિવસમાં ગેંગવોરમાં બે ગેંગસ્ટર વસીમ બિલ્લા અને સચિન મિશ્રાની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. ગોળીઓ મારી હત્યાઓના પગલે લોકોમાં ભયની સાથે રોષ પણ ફેલાયો છે. આ અંગે પાલિકાના શાસક પક્ષના નેતાએ જણાવ્યું હતું કે, છેલ્લા થોડા દિવસોમાં જે ક્રાઈમની ઘટનાઓ સામે આવી છે તેને લઈને લોકોમાં ભયનો માહોલ પણ છે. ક્રાઈમ કોઈપણ સિટીને બરબાદ કરી શકે છે. જેને લઈને પોલીસે સક્રિય થવાની જરૂર છે. જ્યારે ચેમ્બરના પ્રમુખ કેતન પટેલે જણાવ્યું હતું કે, ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં અસામાજિક તત્વો દ્વારા ખંડણીથી લઈને મારામારી, હત્યા સુધીના બનાવો બનતા હોય છે જેને લઈને વેપારીઓ ભયના માહોલ વચ્ચે વેપાર કરતા હોય છે. જોકે, આ પ્રકારના બનાવો ગેંગ વચ્ચે થતા હોય છે. અસામાજિક તત્વો સામે પોલીસ દ્વારા સપોર્ટ કરવામાં આવે છે અને આવા બનાવો અંગે પોલીસને તાત્કાલિક જાણ કરવા પણ અપીલ કરી છે. #😱 ગન પોઇન્ટ પર સુરત
3 દિવસમાં 2 ગેંગસ્ટરની હત્યા, ક્રાઈમ કોઈપણ સિટીને બરબાદ કરી શકે છે, વેપારીઓ ભયના માહોલ વચ્ચે વેપાર કરી રહ્યા છે ત્રણ દિવસમાં બે મોટા ગેંગસ્ટરની હત્યાથી પોલીસ સામે સવાલો ઉભા થયા સુરતના વેપારીઓ પાસે ખંડણી માંગતા ગેંગસ્ટરની પાંચ ગોળી મારી હત્યા સુરતમાં પોલીસ-કાયદાનો કોઈને હાઉ જ ના રહ્યો હોય તેમ લોકો હવે કાયદો હાથમાં લઈ રહ્યા છે. સુરતમાં છેલ્લા ત્રણ દિવસમાં ગેંગવોરમાં બે ગેંગસ્ટર વસીમ બિલ્લા અને સચિન મિશ્રાની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. ગોળીઓ મારી હત્યાઓના પગલે લોકોમાં ભયની સાથે રોષ પણ ફેલાયો છે. આ અંગે પાલિકાના શાસક પક્ષના નેતાએ જણાવ્યું હતું કે, છેલ્લા થોડા દિવસોમાં જે ક્રાઈમની ઘટનાઓ સામે આવી છે તેને લઈને લોકોમાં ભયનો માહોલ પણ છે. ક્રાઈમ કોઈપણ સિટીને બરબાદ કરી શકે છે. જેને લઈને પોલીસે સક્રિય થવાની જરૂર છે. જ્યારે ચેમ્બરના પ્રમુખ કેતન પટેલે જણાવ્યું હતું કે, ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં અસામાજિક તત્વો દ્વારા ખંડણીથી લઈને મારામારી, હત્યા સુધીના બનાવો બનતા હોય છે જેને લઈને વેપારીઓ ભયના માહોલ વચ્ચે વેપાર કરતા હોય છે. જોકે, આ પ્રકારના બનાવો ગેંગ વચ્ચે થતા હોય છે. અસામાજિક તત્વો સામે પોલીસ દ્વારા સપોર્ટ કરવામાં આવે છે અને આવા બનાવો અંગે પોલીસને તાત્કાલિક જાણ કરવા પણ અપીલ કરી છે. હત્યાની ઘટનાઓના કારણે ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં ભયનો માહોલ ફેલાઈ છે ચેમ્બર પ્રમુખ કેતન દેસાઈએ જણાવ્યું હતું કે, સુરત ઝડપથી વિકસી રહ્યું છે સાથે સાથે ઔદ્યોગીક વિસ્તારમાં અસામાજિક તત્વોનું દુષણ પણ સામે આવી રહ્યું છે. ઈન્ડસ્ટ્રીને ડિસ્ટર્બ કરવા ખંડણી, લેબરને ભડકાવવાના કિસ્સાઓ વધી રહ્યા છે. જેને લઈને ઈન્ડસ્ટ્રીયલ એરિયામાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.આવા સંજોગોમાં એવરનેસ લાવી આવા તત્વોને ખુલ્લા પાડી અટકાવવા જોઈએ. સુરતનો વિકાસ શાંતિને લઈને જ થયો છે. જેથી અસામાજિક તત્વોને સપોર્ટ ન કરી પોલીસને જાણ કરવા અપીલ છે. ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં હત્યાની એક-બે ઘટનાઓ બને અટલે ચોક્કસ ભયનો માહોલ ફેલાય છે. જોકે, આવા કિસ્સાઓમાં બે જૂથની અદાવતમાં આવા કિસ્સાઓ બનતા હોય છે જેને પગલે ઈન્ડસ્ટ્રીયલ એરિયામાં પણ અસર જોવા મળે છે.વેપારીઓના ધંધાની હરીફાઈમાં આ હદ સુધી પહોંચતા હોતા નથી. જોકે, વેપારીઓમાં પણ આવા કેટલાક ઈસમો હોય છે જેને લઈને શાંતિ ડહોળાતી હોય છે. ખંડણીખોર ગેંગના કારણે વેપારીઓમાં ચોક્કસ ભય હોય છે. જોકે, પોલીસના સપોર્ટથી આવી ઘટનાઓને નિવારી શકાય છે. સુરતમાં ક્રાઈમની ઘટનાઓ બની રહી છે તે ચિંતાજનક સુરત પાલિકાના શાસક પક્ષના નેતા ગિરજા શંકર મિશ્રાએ જણાવ્યું હતું કે, જે રીતે સુરતમાં થોડા દિવસોથી ક્રાઈમની ઘટનાઓ બની રહી છે તે ચિંતાજનક છે તે અટકાવવું જોઈએ. છેલ્લા ત્રણ દિવસમાં જે હત્યાની ઘટનાઓ બની છે તે લોકોમાં ભયનો માહોલ બનાવવા કરવામાં આવી હોવાનું લાગી રહ્યું છે. આવી ઘટનાઓને પોલીસે સક્રિય થઈને અટકાવવી જોઈએ. જો આવી ઘટનાઓને અટકાવવામાં ન આવે તો સુરત જે વિકાસ કરી રહ્યો છે તેમાં અડચણ ઉભી થશે.ક્રાઈમ કોઈપણ સિટીને બદબાદ કરી શકે છે.શાંતિ અને સલામતી શહેરનો મુખ્ય મુદ્દો હોવો જોઈએ. આ અંગે પોલીસ કમિશનર સાથે ચર્ચા કરવામાં આવશે અને આવી કોઈપણ ઘટના અંગે પોલીસને જરૂર જાણકારી આપવા અપીલ છે. પહેલાં તો લાકડીથી ધમકાવતા હતા હવે રિવોલ્વર સુધી પહોંચી ગયા વીવર્સ એસોશિએશન પ્રેસિડેન્ટ અશોક જીરાવાલાએ જણાવ્યું હતું કે,જે હત્યાઓ થઈ છે તે ક્યાંક ને ક્યાંક એકાબીજાના દારૂ, ગાંજા, જમીન પચાવી પાડવી જેવા ધંધાની હરીફાઈમાં થઈ હોવાનું લાગી રહ્યું છે.મિર્ઝાપુર જેવી સ્થિતિ સુરતમાં ન થાય તે માટે તકેદારી રાખવી જોઈએ.ધંધા-ઉદ્યોગોમાં એવું કહેવાતું હતું કે સેફ સુરત શાંત સુરત. જોકે, હાલ જે પરિસ્થિત પરથી અંદરોઅંદર ગેંગવોર ચાલી રહ્યું છે તે આવનાર દિવસોમાં વેપારીને ધમકાવવા, જમીનો ખાલી કરાવી શાંતિ ડહોળાતું હોય તેવું લાગી રહ્યું છે. ટેક્સટાઈલ હબ સુરતમાં આવા ગેંગવોર થતા રહેશે તો મિર્ઝાપુર થતા અટકાવી શકાશે નહીં. આવા તત્વોને કાબૂમાં લેવા જોઈએ. પહેલાં તો લાકડીથી ધમકાવતા હતા હવે રિવોલ્વર સુધી પહોંચી ગયા છે.તાત્કાલિક ધોરણે આવા ટપોરીગીરી આંતક મચાવનારાઓને ઝડપવા જોઈએ. આ અંગે પોલીસ કમિશનરને પણ રજૂઆત કરવામાં આવશે. #😱 ગન પોઇન્ટ પર સુરત