કાલાષ્ટમી🙏
31 Posts • 15K views
#💐 બુધવાર સ્પેશિયલ 🚩 કાલ ભૈરવ જયંતિ – આયુષ્ય, આરોગ્ય અને મોક્ષના દાતા 🚩 કારતક વદ આઠમને બુધવાર (બુધાષ્ટમી) તા.૧૨.૧૧.૨૦૨૫. સંકટ, પીડા, તાપ-સંતાપ, ક્રૂર ગ્રહો શનિ, રાહુ-કેતુ, મંગળ તથા ભૂત-પ્રેત, ભય, બંધન, શત્રુ, કોર્ટ કેસ, નજરદોષ અને મૃત્યુભય જેવા તમામ કષ્ટોને હરનાર કાલાષ્ટમી...!!! દર મહિને કૃષ્ણ પક્ષની આઠમી તિથિએ કાલાષ્ટમી વ્રત મનાવવામાં આવે છે. જેમાં ખાસ કરીને શનિવાર અને અષ્ટમીના સંયોગનું વિશેષ મહત્વ માનવામાં આવે છે. આ દિવસે ભગવાન શિવના કાળભૈરવ સ્વરૂપની ઉપાસના કરવામાં આવે છે. આ વ્રત અત્યંત ફળદાયી ગણાય છે — જે ભક્ત આ વ્રત વિધિપૂર્વક કરે છે, તેને આરોગ્ય, આયુષ્ય અને દરેક કાર્યમાં સિદ્ધિ પ્રાપ્ત થાય છે. 🌺 માન્યતા છે કે, આ દિવસે વહેલી સવારે પવિત્ર નદી કે સરોવરમાં સ્નાન કરવું, પિતૃશ્રાદ્ધ અને તર્પણ કરવું શુભ માનવામાં આવે છે. ભગવાન શિવના કાળભૈરવ અવતારની પૂજાથી ભૂત-પિશાચ, અદૃશ્ય તાકતો અને કાળના પ્રભાવથી રક્ષણ મળે છે. કેટલાક ગ્રંથોમાં આ તિથિને ભૈરવાષ્ટમી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દિવસે માતા દુર્ગાની પૂજાની પણ પરંપરા છે. ખાસ કરીને રાત્રિ પૂજાને મહત્વ અપાય છે. રાત્રે જાગરણ કરી ભગવાન ભૈરવનાથ અને માતા પાર્વતીની સ્તુતિ કરવી, ભજન-કીર્તન ગાવું અને મધ્યરાત્રિએ શંખ, નગારા અને ઘંટા વગાડીને ભક્તિપૂર્વક આરતી કરવી — આ બધું કાલાષ્ટમીના પાલનની અગત્યની વિધિ છે. કૂતરો ભગવાન ભૈરવનું વાહન ગણાય છે, તેથી આ દિવસે કૂતરાને ભોજન કરાવવું અત્યંત શુભ અને પુણ્યદાયી માનવામાં આવે છે. 🕉 પૌરાણિક કથા મુજબ અંધકાસુર નામનો અસુર પોતાના અત્યાચારથી આખી ધરતી પર અંધકાર ફેલાવી રહ્યો હતો. અંધકાસુરે અહંકારમાં આવીને ભગવાન શિવ પર પણ આક્રમણ કર્યું. ત્યારે શિવના ક્રોધમાંથી જેઓનું પ્રાગટ્ય થયું, તે જ ભૈરવ સ્વરૂપ છે. અંધકાસુરનો સંહાર કરી ભૈરવએ ધાર્મિક વ્યવસ્થા સ્થાપિત કરી. “ભૈરવ” શબ્દનો અર્થ જ ભયંકર, પ્રચંડ અને દુષ્ટવિનાશક એવો થાય છે. તેઓનું સ્વરૂપ કાળ જેવું શ્યામ છે, નેત્રોમાંથી અગ્નિ ઝળહળે છે, ગળામાં રુદ્રાક્ષની માળા છે, હાથમાં લોહ દંડ ધારણ કરેલો છે — જે દુરાચાર અને અહંકારના વિનાશનું પ્રતિક છે. 📿 શિવપુરાણ મુજબ ઉત્પત્તિ શિવપુરાણમાં વર્ણવાયું છે કે કાર્તિક માસની કૃષ્ણ પક્ષની આઠમે દિવસે મધ્યાહ્ને ભૈરવનું પ્રાગટ્ય થયું હતું. તેથી આ તિથિને કાલભૈરવ અષ્ટમી કહેવાય છે. એક વખત સૃષ્ટિકર્તા બ્રહ્માએ શિવજીની વેશભૂષા અને તેમના ગણોને તિરસ્કારથી નિંદ્યા. શિવજી ભોળાનાથ હોવાથી તેમણે ધ્યાન ન આપ્યું, પરંતુ તેમની કાયાથી ઉત્પન્ન થયેલા પ્રચંડ સ્વરૂપે – ભૈરવે બ્રહ્માનો દંડ કર્યો. આ ઘટનામાં શિવજીના આ રુદ્ર સ્વરૂપને કાલભૈરવ તરીકે ઓળખવામાં આવ્યું. ભક્તિ પરંપરામાં મનાય છે કે, શિવજીના આ સ્વરૂપને કાશી અને પુરીના નગરપાલ તરીકે સ્થાન આપવામાં આવ્યું છે. તેઓ ન માત્ર શત્રુનાશક છે, પણ અહંકારનાશક અને સાધકના માર્ગદર્શક પણ છે. 🕯 તત્ત્વબોધ: કાલભૈરવની ઉપાસના આપણને એ શીખવે છે કે શક્તિનો ઉપયોગ સદાચાર માટે કરવો જોઈએ. ગમે તેટલા પરાક્રમી હોઈએ, પરંતુ ધર્મસિદ્ધિ વિના શક્તિ પાપ તરફ દોરી શકે છે. ભૈરવજીનું જીવન અને ઉપાસના મનુષ્યને અહંકારવિહીન, નિર્ભય અને આત્મસાક્ષાત્કારી બનાવે છે. 🔥 કાલ ભૈરવ જયંતિએ પ્રાર્થના કરીએ કે ભગવાન ભૈરવનાથના આશીર્વાદથી આપણા જીવનમાંથી અંધકાર, ભય અને અહંકાર દૂર થાય; અને આયુષ્ય, આરોગ્ય, શાંતિ તથા મોક્ષનો માર્ગ પ્રકાશિત થાય. 🙏 🔱 #જ્યોતિષાચાર્ય_લલિતદાદા 🕉 #ૐ_શિવોહમ્ #ભૈરવ #કાલભૈરવ #જય_મહાકાલ #હર_હર_મહાદેવ #🙏હિન્દૂ દેવી-દેવતા🌺 #🔱 હર હર મહાદેવ #કાલાષ્ટમી🙏 #કાલાષ્ટમી ની શુભકામનાઓ
22 likes
8 shares