📰 4 ફેબ્રુઆરીનાં સમાચાર
#

📰 4 ફેબ્રુઆરીનાં સમાચાર

457 એ જોયું
7 મહિના પહેલા
દેશની 3 મહિલા બોક્સર કે જેમણે ભયને નોકઆઉટ કરીને અસલી ચેમ્પિયન બની                   ઉદયપુરઃ શહેરમાં ઑલ ઈન્ડિયા ઈન્ટર યુનિ. બોક્સિંગ ચેમ્પિયનશિપમાં હજારથી વધુ મહિલા બોક્સરે ભાગ લીધો હતો. જેમા ત્રણ ખેલાડી એવી છે જે ભયને નોકઆઉટ કરીને અહીં સુધી પહોંચેલી અસલી ચેમ્પિયન છે.હિંમતઃ સહેલી સાથે દુષ્કર્મ કરનારા અને ડર સામે લડવા ફાઈટર બની‘છ વર્ષ પહેલાની વાત છે. હું નવમા ધોરણમાં હતી. એ વખતે મારી સૌથી ગાઢ સહેલી સાથે કેટલાક લોકોએ દુષ્કર્મ કર્યું. આ ઘટનાથી હું એટલી ગભરાઈ ગઈ કે, ઘરથી નીકળવાની હિંમત જતી રહી હતી. અનેક દિવસો સુધી આ વાત મેં કોઈને ના કહી. ત્યાર પછી મેં દુષ્કર્મ કરનારા આવા રાક્ષસો સામે લડવા અને ડર સામે જીત મેળવવા બોક્સિંગ શીખવાનું નક્કી કર્યું. અમારું ઘર મજૂરી પર ચાલે છે અને છતાં રોજેરોજ જબરદસ્ત પ્રેક્ટિસ કરવાનું શરૂ કર્યું. એ આઘાતે આજે મને રાષ્ટ્રીય સ્તરની ફાઈટર બનાવી દીધી છે. હવે મેં મારી જાતને કોઈ પણ સ્થિતિ સામે લડવા તૈયાર કરી લીધી છે. હવે હું કોઈ પણ સમયે બિંદાસ અવરજવર કરું છું. કોઈનાથી નથી ડરતી.’: માદરે ડી. સૂજનાઝનૂન: છોકરી કહી કોચે તાલીમ ના આપી, પિતા પાસે શીખી નેશનલ ટીમમાંહું જ્યાંથી આવું છું ત્યાં કોલસાની ખાણો સિવાય કશું નથી. પરિવારની હાલત પણ કંઈ બહુ સારી નથી. મારા પિતા કિક બોક્સર હતા, પરંતુ તેઓ સ્ટેટ લેવલથી આગળ વધી ના શક્યા. તેઓ મને શહેરમાં આસપાસના સ્થળે બોક્સિંગ શીખવા મોકલતા. જોકે, અનેક કોચે હું છોકરી હોવાથી તાલીમ ના આપી, કોઈએ શારીરિક રીતે નબળી કહીને ભગાડી દીધી. ત્યાર પછી પિતા મને ઘરમાં જ તાલીમ આપવા લાગ્યા. દિવસ-રાત હું પ્રેક્ટિસ કરતી. આ રીતે હું રાષ્ટ્રીય સ્તરની બોક્સિંગ ટુર્નામેન્ટમાં પહોંચી છું. આજે વારંગલ યુનિ.ના 50 વર્ષના ઈતિહાસમાં પહેલીવાર છોકરીના નેતૃત્વમાં બોક્સિંગ ટીમ બીજા રાજ્યમાં રમવા આવી છે.’: એમ.મનાસાજીદ: બોક્સિંગે દાદા છીનવ્યા, ભાઈ કોમામાં ગયો, પરંતુ પરિવારનો એ ડર બોક્સિંગથી જ દૂર કરીશ‘મારા દાદા બોક્સર હતા. એક ફાઈટમાં તેમનું મૃત્યુ થઈ ગયું. પિતા બોક્સર હતા અને પછી ભાઈએ પણ બોક્સિંગ શીખવાનું શરૂ કર્યું. જોકે, બે વર્ષ પહેલાં એક મેચમાં તેને માથામાં ગંભીર ઈજા થઈ અને અત્યારે પણ એ કોમામાં છે. એ વાત સાચી કે, બોક્સિંગના કારણે મારો પરિવાર હારી ગયો, હું બોક્સિંગની મદદથી જ પરિવારની મુશ્કેલીઓ દૂર કરીશ.
#

📰 4 ફેબ્રુઆરીનાં સમાચાર

📰 4 ફેબ્રુઆરીનાં સમાચાર - ShareChat
1.2k એ જોયું
7 મહિના પહેલા
અન્ય એપ પર શેર કરો
Facebook
WhatsApp
લિંક કોપી કરો
કાઢી નાખો
Embed
હું આ પોસ્ટની ફરિયાદ કરવા માંગુ છુ, કારણકે આ પોસ્ટ...
Embed Post