😍 સલમાનની કેટલી ગર્લફ્રેન્ડ?

😍 સલમાનની કેટલી ગર્લફ્રેન્ડ?

સલમાન ખાને આખરે ધમાકો કરી નાખ્યો, જીવનમાં કેટલી ગર્લફ્રેન્ડ હતી એનો આંકડો જણાવ્યો સલમાન ખાન એટલે બોલિવૂડનો ભાઈજાન તરીકે ઓળખાતો અભિનેતા. અવાર નવાર તેને લઈને કોઈને કોઈ અફવા કે પછી સમાચાર સામે આવતા રહે છે. ક્યારેક તેની ફિલ્મો વિશેની ચર્ચા તો ક્યારેક તેની પર્સનલ લાઈફની વાતો માર્કેટમાં ફરતી રહી છે. પરંતુ હાલમાં એક નવો ખુલાસો થયો છે કે જે સલમાને જાતે જ કર્યો છે. આ ખુલાસો એટલે કે જીવનમાં તેને કુલ કેટલી ગર્લફ્રેન્ડ રહી ચૂકી છે. આમ જોવા જોઈએ તો સલમાનનું નામ ઘણી અભિનેત્રી સાથે જોડાઈ ચૂક્યું છે. વાત ત્યાં સુધી કે હીરોઈન સંગીતા બિજલાની સાથે તો સલમાનના લગ્નના કાર્ડ પણ છપાય ગયા હતા. એ સિવાય કેટરિના અને એશ્વર્યા સાથે પણ લવ અફેરમાં સલમાનનું નામ મોખરે રહ્યું છે. આ સિવાય બીજી અભિનેત્રીઓનું નામ લઈએ તો સોમી અલી, ભાગ્યશ્રી, સ્નેહા ઉલ્લાલ, જરીન ખાન, ડેજી શાહ વગેરે જેવી ઘણી અભિનેત્રી સાથે જોડાય ચૂક્યું છે. પરંતુ હવે આ વાત પરથી પડદો ઉઠી ગયો કે સલમાનને કુલ કેટલી ગર્લફ્રેન્ડ હતી. આ વખતે બિગ બોસના વીકેન્ડ કા વારમાં અક્ષય અને કાજોલ તાનાજી ફિલ્મનું પ્રમોશન કરવા માટે પધાર્યા હતા. ત્યારે કાજોલે એક સાચુ બોલવા વાળી ખુરશી મંગાવી અને પહેલા અજય દેવગણને બેસાડવામાં આવ્યો. ત્યારે તેને સવાલ કરવામાં આવ્યા કે કાજોલ ક્યારે કેવું વર્તન કરે છે અને તેની કઈ આદત ખરાબ છે. એ સાથે બીજા પણ ઘણા સવાલો અજય દેવગણને કરવામાં આવ્યાં. અજય દેવગણ બાદ વારો આવ્યો સલમાન ખાનનો. કાજોલે સલમાનને જબરદસ્ત સવાલો કર્યા. વાત વાતમાં કાજોલે સલમાનને તેની ગર્લફ્રેન્ડને લગતો સવાલ પુછી લીધો. કાજોલે પૂછ્યું કે, સલમાન એવો ક્યો સમય હતો કે જ્યારે તારે 5 કરતાં ઓછી ગર્લફ્રેન્ડ હતી. તો સલમાને કહ્યું કે, મારે જીવનમાં કુલ 5 ગર્લફ્રેન્ડ જ હતી. સલમાને આગળ એમ પણ કહ્યું કે ચારને સંભાળવી મુશ્કેલ હતી. જ્યારથી આ વાત સલમાન બોલ્યો ત્યારથી સોશિયલ મીડિયા પર આ ક્લિપ વાયુવેગે વાયરલ થઈ રહી છે. લોકોની કોમેન્ટનો વરસાદ થઈ રહ્યો છે.
#

😍 સલમાનની કેટલી ગર્લફ્રેન્ડ?

😍 સલમાનની કેટલી ગર્લફ્રેન્ડ? - ing hum man Being huma Being huby - ShareChat
13.2k એ જોયું
1 મહિના પહેલા
અન્ય એપ પર શેર કરો
Facebook
WhatsApp
લિંક કોપી કરો
કાઢી નાખો
Embed
હું આ પોસ્ટની ફરિયાદ કરવા માંગુ છુ, કારણકે આ પોસ્ટ...
Embed Post