😱 કોરોના વાયરસ નો હાહાકાર
ચીનમાં 17ના મોત, વુહાન શહેરથી ટ્રેન-ફ્લાઈટથી બહાર આવવા-જવા પર પ્રતિબંધ, વૈશ્વિક ઈમરજન્સી જાહેર કરવાનો વિચાર ચીનમાં અત્યાર સુધી કોરોના વાયરસના 500થી વધારે કેસ સામે આવ્યા છે વુહાન શહરમાં ઘરેથી બહાર નીકળતા પહેલાં લોકો માટે માસ્ક લગાવવો જરૂરી સાર્સ વાયરસથી 2002-2003માં ચીન-હોંગકોંગમાં 650 લોકોના મોત થયા હતા ચીનમાં અત્યાર સુધી કોરોના વાયરસના 500થી વધારે કેસ સામે આવ્યા છે. 17 લોકોના મોત થયા છે. ગુરુવારે વુહાન શહેરથી બહાર આવતી દરેક ઉડાન અને ટ્રેન બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. લોકોને કામ વગર ઘરની બહાર ન નીકળવાની સૂચના આપવામાં આવી છે. વિશ્વ સ્વાસ્થય સંગઠન (WHO) પ્રમુખ ટેડ્રોસ એડહેનમે ગેબ્રેયીસુસે બુધવારે કહ્યું કે, ગ્લોબલ ઈમરજન્સી જાહેર કરવી કે નહીં તે વિશે વિચાર કરવામાં આવી રહ્યો છે. ટ્રાન્સપોર્ટ બંધ કરવા મુદ્દે WHO પ્રમુખે કહ્યું કે, આ પગલાંથી ચીનમાં આંતરિક લેવલે તો વાયરસ ફેલાતો રોકાશે જ અને આંતરરાષ્ટ્રીય સ્તરે પણ આ વાયરસ ફેલાવાની આશંકા ઓછી થઈ જશે. ચીનમાં હજારો લોકોને આ વાયરસનું ઈન્ફેક્શન થઈ રહ્યું છે. કોરોના વાયરસનો પહેલો કેસ વુહાન શહેરમાંથી 31 ડિસેમ્બરે મળ્યો હતો. કોરોના વાયરસ SRS (સીવિયર એક્યૂટ રેસિપિરેટરી સિન્ડ્રોમ-સાર્સ) જેવો હોવાના કારણે જોખમ વધારે છે. સાર્સ વાયરસથી 2002-2003માં ચીન અને હોંગકોંગમાં અંદાજે 650 લોકોના મોત થયા હતા. કોરોનાને પણ સાર્સ વાયરસની શ્રેણીમાં રાખવામાં આવ્યો છે. તેનાથી બચવાના ઉપાય પણ કરવામાં આવી રહ્યા છે, પરંતુ હજી સુધી વાયરસના સોર્સની જાણ થઈ નથી.
#

😱 કોરોના વાયરસ નો કહેર

😱 કોરોના વાયરસ નો કહેર - . 5 Aਨਰ 46 L . Mਸ ਲਈ ਲਈ ਉਸ - ShareChat
10.1k એ જોયું
1 મહિના પહેલા
અન્ય એપ પર શેર કરો
Facebook
WhatsApp
લિંક કોપી કરો
કાઢી નાખો
Embed
હું આ પોસ્ટની ફરિયાદ કરવા માંગુ છુ, કારણકે આ પોસ્ટ...
Embed Post