📚સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી
198K Posts • 155M views
‼️Cute boy ‼️
909 views 13 days ago
*કવિ દુલા ભાયા 'કાગ'* જન્મ: ૨૫ નવેમ્બર ૧૯૦૩. જન્મ: સોડવદરી/મજાદર,રાજુલા-ભાવનગર,ગુજરાત. 🔸️ચારણ(ગઢવી) પરિવારમાં જન્મ. 🔸️ઉપનામ : *કાગ* 🔸️પિતા: ભાયા ઝાલા કાગ 🔸️માતા: ધનબાઈ 🔸️ *પાંચ ધોરણ સુધી અભ્યાસ*. 🔸️પશુઓને ચરાવતાં ચરાવતાં અનેક પદ્ય રચ્યા. 🔸️તેઓશ્રીએ *પોતાની જમીન વિનોબા ભાવેના ભૂદાન આંદોલનમાં આપી દીધી.* 🔸️ *હિન્દુ ધર્મ સાથે સંબંધિત આધ્યાત્મિક કવિતાઓની રચના* માટે તેઓશ્રી જાણીતા છે. 🔸️શ્રી રતુભાઈ અદાણી સાથે મળી જુનાગઢમાં લોકસાહિત્યની શાળાનું નિર્માણ કર્યું. 🔸️તેઓશ્રીની કવિતાઓમાં *રાષ્ટ્રત્વ* ની છાંટ ઉપસી આવે છે. 🔸️વર્ષ ૧૯૬૨માં તેઓશ્રીને *પદ્મશ્રી* પુરસ્કારથી પુરસ્કૃત કરવામાં આવ્યા. 🔸️કાગધામ ખાતે લોકગાયકો-લોકસાહિત્યકારો તેમજ સંગીત અને સાહિત્ય ક્ષેત્રે શ્રેષ્ઠતા પ્રદાન કરનારને *કવિ કાગ પુરસ્કાર* થી સન્માનિત કરવામાં આવે છે. 👉સમાજમાં વ્યાપ્ત વિકૃત વિષમતાઓને ત્યજવા માટે સમાજનું પ્રબોધન કરતાં, ઈતિહાસમાં શ્રેષ્ઠ લોકોએ આચરેલ વ્યવહારનું નિરૂપણ કરતી તેઓશ્રીની એક રચના... *પગ 'રોઈદાસ તણા ગંગાએ પખાળીયા રે...જી* *બ્રહ્મનો કરાવ્યો મીરાંનેય ભાસ;* *રસોઈ બનાવી તેદી 'પાંડવોની રાણીએ રે...જી* *એનો તમે કેમ ભૂલ્યા ઈતિહાસ?* [પાંડવોના યજ્ઞ વખતે ઋષિ,મુની વગેરે તમામ માણસો જમી રહ્યા, યજ્ઞની પૂર્ણાહુતિના ચિન્હ રૂપે રાખેલો પાંચજન્ય શંખ બોલ્યો નહિં. પછી કૃષ્ણના કહેવાથી ભીમ એક ચંડાળ ભક્તને હસ્તિનાપુર લઈ આવ્યો. સતી દ્રૌપદીએ સ્વહસ્તે રસોઈ બનાવી તેને જમાડ્યો કે તરત જ પાંચજન્ય શંખ બોલ્યો. (મહાભારત)] 👉 સમાનતા-એકાત્મતાની પરંનરા આપણી સંસ્કૃતિમાં છે તે સમજાવતી કવિ દુલાની એક રચના જોઈએ... *કળા અપરંપાર વાલા* *એમાં પહોંચે નહિ રે વિચાર* *એવી તારી કળા અપરંપારજી* *અણું અણુંમાં ઈશ્વર તારો* *ભાસે છે ભણકારજી* *અણુમાં આખો વડ સંકેલ્યો* *આવી તારી કળા અપરંપારજી.* આમ, ચરઅચર-અણુ અણુમાં ભગવાનનો વાસ છે આ આપણું ભારતીય સનાતન જીવનદર્શન કહે છે. માટે જ કવિ દુલા ભાયા સૌને જણાવે છે કે જો..... *ઊંચ ને નીચ ઈ તો મનડાની માન્યતા રે...જી* *ઊંચ નીચ કી મિટી ન વિષમતા* *વો ભક્તિ મેં ધૂર પરી.* 👉તેઓશ્રીની માર્મિક ટકોર યુક્ત રચના... *મ્લેચ્છ કસાઈ એને બથમાં ઘાલી મળો રે...જી* *તીયાં નથી ગોવધનો જરા ત્રાસ;* *ઘરના વગોણાં હું તો ઝાઝાં લખતો નથી રે...* *અંતરમાં એકતાનો આવો ઉજાસ.* આ રચનાના મર્મને જાણી ભારતના પુત્રવત સમાજની એકતા માટે કેવો વિવેક અંતરમાં જાગવો જોઈએ તેની વાત કહી છે. તેમની શિક્ષકોને ઉદ્દેશીને રચના... *ઈતિહાસ કહ્યા તેં વિદેશ તણા,* *ન કહ્યા ઈતિહાસ ભગીરથના;* *પરદેશીની ટેક ઘણી શીખવી,* *ન કહ્યા કોઈ નિશ્ચય ભીષમના.* #રાષ્ટ્રીય_વિમર્શ .. કવિ દુલા ભાયા કહેવા માંગે છે કે *દેશના નાગરિકોમાં સ્વાભિમાન અને આત્મગૌરવ જાગે તે માટે ભારતનો ઈતિહાસ બાળકોને શીખવો, વિદેશીઓનો નહિ.* *વિવિધ વાતોને જાણવા*.... https://aratt.ai/@rashtriyvimarsh7 #પોલીસ કોન્સ્ટેબલ, તલાટી, જૂનિયર કલાર્ક, TET, TAT, POLICE CONSTABLE, GPSC પરીક્ષાની તૈયારી #✔️ હકીકતો અને માહિતી #📚સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી #📕શિક્ષણ (એજ્યુકેશન) ## 📰 કરંટ અફેસૅ # 💯 GPSC તૈયારી # 🤵 તલાટી પરીક્ષાની તૈયારી # 👩‍🏫 https://whatsapp.com/channel/0029Va7cCVVH5JM2hQiYkI0s ... *રાષ્ટ્રીય વિમર્શ* ચેનલને *Follow* કરશો અને કરાવશો. 🔔ચાલુ રાખશો.🙏
3 likes
10 shares
‼️Cute boy ‼️
844 views 19 days ago
#✔️ હકીકતો અને માહિતી #📕શિક્ષણ (એજ્યુકેશન) #📚સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી #પોલીસ કોન્સ્ટેબલ, તલાટી, જૂનિયર કલાર્ક, TET, TAT, POLICE CONSTABLE, GPSC પરીક્ષાની તૈયારી ## 📰 કરંટ અફેસૅ # 💯 GPSC તૈયારી # 🤵 તલાટી પરીક્ષાની તૈયારી # 👩‍🏫 રોટલો ✒લેખક: ઝવેરચંદ મેઘાણી ○ રોટલો ○ ગુજરાત ના હાલાર પંથક ના એક ગામ મા સંધ્યા એ કસુંબલ ચુંદડી ધારણ કરી આકાશ ને માંડવે પથારીવાળી..છે એવી રુંજયુ પુંજ્યુ વેળા એ અજાણી ભોમકા ના એક આદમી એ આ ગામ ની બજાર મા પગ મુક્યો.. ઘેરદાર ચોરણો..ઉપર આછી પછેડી ની ભેંટ્ય..પાસાબંધી કેડ્યુ..ઉપર ચોવીસ આંટા ની ગોળ પાઘડી…દાઢીમુછ ના કાતરા મા કાબરચીતરી પ્રોઢતા કળાય છે પણ,ચહેરા ની ચામડી ની રતાશ એના સુખીપા ને છતી કરે છે.. ગામ ના નગરશેઠ સાંજ વેળા ના ઘરાક ને સાચવતા..ખાતાવહી રોજમેળ અને ‘ઘડીયુ’ જેવા ચોપડા ને ઉથાપતા જાય છે અને નામું ખતવતા જાય છે..ગામ મા શેઠ નો કરીયાણા ગંધીયાણા નો બહોળો વેપાર..અને ગામ ના દાનસ્તા વેપારી ની એની છાપ..એટલે સાંજ ના હટાણા ની ઘરાકો ની ઘીંઘ જામી છે… “શેઠ….!!”ઘરાકો ની ઘેરા મા થી પેલો પાઘડીવાળો આદમી આગળ આવી ને બોલ્યો…”એક જણ ને થાય એટલું સીધુ તોળી દ્યો ને..!!” સાવ અજાણ્યો સ્વર સાંભળીને શેઠ ની નજર દુકાન ના બારસાખ ભણી મંડાણી ચોપડા મા વચ્ચે ટચલી આંગળી ટેકવીને..ચશ્મા ને ખુણે થી ઉંચી થયેલી એક જ નજરે આગંતુક ના ગજ ને માપી લીધો… પગ થી માથા સુધીના પહેરવેશ અને ચહેરા ની સુરખી ઉપર થી ચતુર વણીકે અનુમાન કર્યુ કે આ માલધારી સોરઠ નો જ હોવો જોઇએ… “આમ કેણી’પા થી આવો છો..ભાઇ..? ” શેઠે આગંતુક ની ઉપર માયાભરી આંખ ટેકાવી…..”બૌ આઘે થી શેઠ..ગીર ના નેહડે થી”આવતલે ટુંકો જવાબ આપ્યો. “ઓ..હો…અમારા હાલાર મા ?” “હા બળદો વેંચવાના હતા..” “વેંચાઇ ગયા..?” ‘હા..’ “જ્ઞાતી..એ..?” “દેવી પુતર છું મારુ નામ સામતભા..” હવે શેઠ ગાદી એ થી ઉભા થયા… “આ પંથક મા કોઇ સગું સાગવુ છે…ભાઇ..? “સગુ તો માતાજી નું નામ શેઠ…પણ રાંધતા આવડે છે..હો..”કહી ને ચારણ હસી પડ્યો.. “અરે….દેવીપુતર…ને હાથે રાંધવુ પડે…? શેઠે..ચોપડા ની દોરો બાંધી અને પોતાના દીકરા ની સામુ જોયુ..સંસ્કારી વાણીયા નો દીકરો આંખ ની ભાષા સમજી ગયો.. “હા..બાપુજી હમણા કે’વરાવી દઉ..” દીકરા એ હળવુ હસી ને ટુંક મા જવાબ આપ્યો.. શેઠે સામતભા નો હાથ પકડ્યો.. “ભગવાન ની દયા છે..ગઢવી આજ વાળુ મારે ઘરે કરવાનું છે અને રાતવાસો પણ…સવારે તમતમારે સુખે થી નીકળજો..” ગઢવી ને શેઠ ની વાણી મા આખા હાલાર ની ખાનદાની દેખાણી આ પંથક એને હરખાળો ભાસ્યો…પરાણે બાવડું પકડી ને શેઠ આ ગઢવી ને પોતાને ઘરે લઇ ગયા.. વિઘાવડ જેવડા ફળી મા દશેક ભેંશુ બાંધેલી હતી..એક ઓસરીયે ચાર મોટા ઓરડા વેપારવાણજ ની સાથે શેઠ નો દુધ-ઘી નો પણ મોટો વહીવટ ચાલતો હશે એવુ લાગ્યુ..ફળીયા મા ઢોલીયા ઢળાયા..ધડકલા પથરાય ગયા..ભેંશુ દોવહાણી…અને શેઠ ગઢવી સાથે વાળુ કરવા બેઠા…ઘી મા તરબોળ બાજરા ના સોડમદાર રોટલા ને છલકતી તાંસળી મા દુધ પીરસાણા… શેઠ જમતા-જમતા ઉભા થાય..અને ગઢવી ની તાંસળી મા પરાણે દુધ પીરસે દીકરા પણ તાણ્ય કરે..બારસાખે ઉભા શેઠાણી પણ આગ્રહ કરે..”નિરાંતે વાળુ કરજો હો..ભાઇ,દેવી પુતર અમારે આંગણે ક્યાથી..!!” આમ..વાળુ પાણી પરવારી ગઢવી અને શેઠે ફળીયા મા ઢોલીયે આવી દેહ ને લંબાવ્યા..પોત-પોતાના પંથક ની અને સુખદુખ ની આડી-અવળી વાતો કરી પછી સુખરાત કરી.. સવાર મા જાગ્યા ત્યારે..અજાણ્યાપણું ઓગળી ગયુ હતુ,હાલતી વેળા એ ગઢવી એ શેઠાણી ના હાથ મા પાંચ રૂપીયા આપી ને..”લો બોન આ મારુ કાપડુ..”થોડી આનાકાની પછી શેઠાણી એ રૂપીયા તો લીધા પણ ફરી પાછા આવવાનું વચન લીધું..(પાંચ રૂપીયા એ સમયે સાવ નાની રકમ નહોતી) “બોન તમારે ઘરે ભાણા ભાણી ના લગન મા જરૂર આવીશ..જય માતાજી” કરી ગઢવી પંથે પડ્યા… સામત ગઢવી નેહડે આવ્યા…સમય વિતતો રહ્યો..અને આ વાત ઉપર થી પંદર વરસ ના વાણા વીતી ગયા.. ગીર નુ જંગલ ગાજે છે,ઝાડે ઝાડ પાનેપાન..પહાડે પહાડ નદીએનદી સાંજ વેળાએ ટાઢાપહોર ના ગીત ગણગણે છે.. વંકીધરા ના આબડખુબડ રસ્તાઓ અને ઢાળઢોળાવ ને પાર કરતા વીસેક જેટલા જાન ના ગાડા..દણેણ…દણેણ..ચાલ્યા જાય છે જાન ની હારે પાંચ વળાવીયા સીપાઇ છે,ગીતો ગવાઇ છે..વાતો ની ઝકોળ બોલે છે..નદીના વહેણ માથી અને ઝાડીઓ ની બુહડ મા થી આવતો ઠંડો પવન વાતાવરણ ને પ્રફુલ્લીત કરી રહ્યો છે જાનૈયા અને જાનડીઓ ના લગન નો ઉમંગ ગીરની રળીયાત ની જાણે વાર્તા માંડી રહ્યો છે.. અને એકાએક બધુ થંભી જાય છે.. ધરતી ના પેટાળ મા થી ફુટ્યા હોય એવા વીસેક લુંટારા..ભેખડ ઉપર થી ધસી આવ્યા ને ગાડા ને ઘેરી વળ્યા..”ઉભા રાખો ગાડા…!” ની ત્રાડ પડી ને ગાડા હાંકનારા થથરી ઉઠ્યા.. વરરાજા સાથે સૌથી આગળ ના ગાડે બેઠેલા શેઠ હજુ તો કાંઇ વિચાર કરે એ પહેલા એને લમણે બંદુક નું નાળચું આવ્યુ…”ક્યાની જાન છે..એલા..!” લુંટારા નો કરડાકી ભરેલો સ્વર ગીર ના ખાખરા ના ઝાડવા ની ડાળીઓ મા ભરાઇ ને વિખરાય ગયો…..”હાલાર પંથક ના સરપદડ ગામ ની છે બાપુ” શેઠ ની પાઘડી ના આંટા ડોક મા આવી ગયા… “એલા એઇ…વળાવીયા..!હથીયાર મુકી દ્યો નિકર..શેઠ ને આ વરરાજા ના માથા ગોળી થી વીંધાઇ જાશે..” વળાવીયા લાચાર બની જોતા રહ્યા..ચાર લુંટારા એ પછેડી પાથરી રાખી એમા જાનૈયા ના ઘરેણા માંડ્યા પડવા કોઇ પાસે વાલ ની વાળી પણ બચી નહી,વરરાજા માટે રાજદરબાર મા થી લાવેલા હિરામોતી ના કિંમતી ઘરેણા પણ લુંટારા એ આંચકી લીધા..આખી જાન કકળી ઉઠી કારણ કે શેઠ ની તમામ મિલકત વેંચાઇ જાય તો પણ રાજદરબાર ના એ ઘરેણા ની કિંમત ચુકવાઇ એમ નહોતી…શેઠ સહીત સૌ ના મોઢા કાળા ઠણક થઇ ગયા.. લુંટારા ઘરેણા ના પોટલા ચડાવી ને ઘોડે ચડી જંગલ મા અદ્રશ્ય થયા… મોટી ધાડ પાડી ને હરખાતા..લુંટારા જંગલ ના આડબીડ રસ્તે નિરાંતે ચાલ્યા જાય છે..એમા પાછળ થી સાદ સંભળાયો…”એલા કેણી..પા…!” લુટાંરા એ પાછળ જોયુ તો,કરોડપાણા નેસ નો મોભાદાર ગઢવી સામતભા હાથ મા ડાંગ રમાડતો નજીક આવતો દેખાયો…આ સામતભા કો’ક વેળા અસુરા નેસડે આવેલા ભુખ્યા દુખ્યા ને પુછતો નહી કે,તમે કોણ છો અને રોટલો આપતો સામતભા ની રોટલા ની રખાવટ થી લુંટારા વાકેફ હતા અને,અંતરીયાળ ગીર મા સામતભા નું ઝુંપડુ અન્નપુર્ણા ના આશ્રમ સમાન હતું..આ લુંટારા એ પણ ઘણીવાર પોતાના પેટ ની આગ શેકી હતી એટલે ગઢવી પાસે છુપાવવાનો કોઇ અર્થ નહોતો… “મોટો હાથ માર્યો છે ગઢવી..!વાણીયા ની જાન હતી…” “વાણીયા ની જાન…?”ગઢવી ને કપાળે કરચલી પડી..”ક્યા ગામ ની..?” “હાલાર પંથક ના સરપદડ ની” “હે……” સામતભા સમસમી ગયા…”ઇ તો મારા ભાણા ની જાન..!” “રાખો…રાખો..સામતભા નાતે વાણીયા વેપારી ને પાછા ક્યા…. આવ્યુ સરપદડ…ઈ વળી તમારો ભાણો ક્યાનો… એવો ક્યો નાતો…? “રોટલા નો..ભાઇ…રોટલા..નો..! ખરે ટાણે જે આ પેટ ની આગ ઠારે એની હારે સંબંધ મા નાત-જાત નો આવે..અને ઇ શેઠાણી તો મારા ધરમ ના બોન મારે કાપડુ કરવુ પડે..” “કાઇક ફોડ પાડો ગઢવી..”અને ગઢવી એ પંદર વર્ષ પહેલા ની વાળુ વાળી રાત ની વાત કરી…વાત સાંભળી ને લુટાંરા ની કઠણછાતી મા પણ પરપકાર ની સરવાણી ફુટી….સામતભા ને ખભે હાથ મુકી ને લુટાંરો બોલ્યો..”વાત જો રોટલા ના રખાવટ ની હોય ને ગઢવી..તો,કોક’દી વેળાકવેળા રોટલો તો મે પણ તમારો ખાધો છે..ભલે તમને ખબર નઇ હોય પણ ઉપરવાળા એ આજ મને રોટલા નુ ૠણ અદા કરવાની વેળા આપી છે ઈ કેમ જાવા દઊ…?લ્યો આ તમારા ભાણા ની જાન ના ઘરેણા જાવ…સોંપી દ્યો…” ઘરેણા નુ પોટલુ હાથ મા આપી ને લુંટારા ગીર ની ઝાડીઓ મા ઓગળી ગયા… ઉતરેલે મોઢે…ધીમે ધીમે ચાલતી જાન ના ગાડા…ગીર ના ઉબડખાબડ રસ્તે..હવે હોશ વગર ના ચાલ્યા જાય છે થોડી વાર પહેલા નો ઊમંગ અને ઉસરંગ ઓગળી ગયો છે બળદો નો ઘુઘરમાળ પણ હવે.જાણે લગનગીત ના છોળ ને બદલે મરશીયા નો સુર રેલાવી રહ્યા છે…એવા મા પાછળ થી સાદ સંભળાયો….”શામજી શેઠ…!!” લુટાંરા ના અવાજ થી ફફડેલા જાનૈયા ના કાળજા ફરી થડકી ગયા… “મુંજાશો મા બાપ…લ્યો આ તમારા ઘરેણા પે’રી લ્યો “કહી ને સામતભા આગળ આવ્યા….”તમે કોણ ભાઇ…!” કહી ને શેઠ ગાડે થી નીચે ઉતર્યા…જાનૈયા ને ભગવાને વહાર કરો હોય એમ હરખાતા..પોતપોતાના દાગીના પહેરવા લાગ્યા… “મને ન ઓળખ્યો શેઠ…?”ગઢવી બે ડગલા આગળ આવ્યો ને શેઠે એને નીરખી ને જોયો..”હું સામતભા ગઢવી તમારે આંગણે મે રોટલો ખાધો છે..યાદ આવ્યુ..?” અને શેઠે ગઢવી ને પોતાની બથ મા લઇ લીધો… ગઢવી એ ઘરેણા પાછા કેમ આવ્યા એની માંડી ને વાત કરી..અને શેઠ ને કહ્યુ “રોટલો દેવા નું નીમ તો મે તમારા ઘરે થી જ લીધુ હતું બાપ..અને એનુ વળતર પણ આજ તમને જ મળ્યુ…” “અરે..તમે તો મારો રોટલો લાખ નો કરી દીધો ગઠવી…!!” કહી ને શેઠે ગઢવી ને ફરી પાછો બથ મા લીધો.. “હવે તો મારે પણ ભાણાભાઇ ની જાન મા આવવાનુ છે હો..બોન..પણ પેલા..આ ગરીબ ને નેહડે..લાપસી ખાઇ ને પછી જાવાનું છે…” અને શામજી શેઠ ના દિકરા ની જાન ના ગાડા…ગઢવી ના નેહડા બાજુ વળી ગયા. 🙏🙏🙏
20 likes
11 shares
‼️Cute boy ‼️
795 views 20 days ago
#પોલીસ કોન્સ્ટેબલ, તલાટી, જૂનિયર કલાર્ક, TET, TAT, POLICE CONSTABLE, GPSC પરીક્ષાની તૈયારી #👇વર્તમાન માહિતી🤔 #✔️ હકીકતો અને માહિતી #📚સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી ## 📰 કરંટ અફેસૅ # 💯 GPSC તૈયારી # 🤵 તલાટી પરીક્ષાની તૈયારી # 👩‍🏫 વસુંધરા બીજ બેંક* બીજ વિતરણ અભિયાન મિત્રો 3-4 દિવસ થી બીજ માટે ઓછા કુરિયર થતા હતા એટલે લિસ્ટ મુકતા ન હતા... આજે ફૂલ ના બીજ ની કિટ માં બે પ્લાન્ટ ના બીજ નવા ઉમેરાયા... આજે જે મિત્રોન ને કુરિયર કર્યા એમનું લિસ્ટ તા:17-11-25 1. તપનસિંહ ગોહિલ -બાવળા 2. શ્રી કાંત આસોદરીયા -રાજકોટ 3. જયશ્રી ડાભી -નાની દમણ 4. દિવ્યેશ સરવૈયા -રાજકોટ 5. ધીરેન્દ્ર પી ભટ્ટ -પોરબંદર 6. દર્ષિત કાચા -રાજકોટ 7. ધર્મેશ મવાણી -અમદાવાદ 8. પ્રદીપ ઠુંમ્મર -ગોંડલ 9. કિરીટ પ્રજાપતિ -વાંકાનેર 10. પારૂલ મહેતા -બાકરોલ 11. એન એમ જોષી -જામનગર 12. હિરલ ઠક્કર -વાપી 13. રાજેશ પટેલ -સુરત 14. હિતેશ વઘાસીયા -જસદણ 15. મનીષા સોરઠીયા -આદિપુર 16. ભાવેશ પી પિલુદરિયા -વિસનગર 17. અરવિંદ એમ પંચાલ -લુણાવાડા 18. હિતેશ ઝાલા -વેરાવળ 19. અરશી છુછર -ખંભાળિયા 20. મીરાં ઘડીવલી -મુંબઈ 21. સંદીપ મકવાણા -પાલીતાણા 22. સના પટેલ -અમદાવાદ 23. પાર્થ પંડ્યા -તાલાળા ગીર 24. નિમેશ મીન -દ્વારકા 25. રાકેશ બ્રમેડા -જામનગર 26. વાસુદેવ એચ જેઠવા -ભાવનગર 27. સંજય ટોલીયા -જેતપુર 28. અંબાવી હાથીની-મુંબઈ 29. કિશન એચ કાગડીયા-લીંબડી 30. અતુલ ચી કાકા -દાહોદ 🌱🌿🌱🌿🌱🌿🌱🌿
16 likes
13 shares