special post
🎉🎊🥁😂🎉🎊🥁 " *લગ્ન પર લગ્ન "* *કાંપુ જોઈને કંકોત્રીઓ * *ફરી પાછા તૈય્યાર થવાનું* *આ ઠુંઠવાતી ટાઢ માં * *ફરી લગન માં જવાનું * *ઉભા રહેવાનું દસ પંદર મિનિટ* *વેલે પાર્કિંગ માટે થોભવાનું* *મળતાં જાય અનેક ચેહરાઓ* *પ્લાસ્ટિક સ્માઈલ આપતા રહેવાનું* *પછી આવે વારો બુફે નો* *લાંબી લાઈનમાં ઉભા રહેવાનું* *ભરી લેવાની આખી ડીશ* *બાકી કઈ નહિ રહેવા દેવાનું * *ફરસાણ પર પડે જલેબી રબડી* *ને પાપડ પનીરમાં ભળવાનું* *રોટલી ડૂબે શાકના તેલ માં* *ચૂપ ચાપ ઝાપટી જવાનું* *ઇટાલિયન મેક્સિકન ગુજરાતી* *એક થાળીએ બધાને મળવાનું* *બાકી રહી ગયું ચાઇનીસ* *તે દળીયા માં ખાઈ લેવાનું* *એક સેક્શન ડેઝર્ટ નું* *ડોકિયું કરી લેવાનું * *ચાખી લેવાની બધી આઈટમ* *ટીસ્યુ થી મોઢું લૂછી લેવાનું* *થાક્યા હાથમાં પ્લેટ પકડીને* *હજુ તો સ્ટેજ પર જવાનું* *લાંબી લાગી હોય લાઈન* *હંસતા મોઢે જોયા કરવાનું* *મળી વળીને હાશ થા* *ત્યાંજ ગાડી માટે ઉભા રહેવાનું* *વેલે પાર્કિંગ થી આવે ગાડી* *ઢીલાઢસ થઇ ઘરે જવાનું* *ઘરે આવીને કંકોત્રી જોઉં* *પાછા કાલે બે લગ્ને જવાનું* *સૂટબૂટ લટકાવીને હેંગરે* *લાંબા થઈને સુઈ જવાનું *!!! 🥁 🙏 🎊 🎉 🥁
#

special post

special post - ShareChat
104 એ જોયું
7 મહિના પહેલા
તું મને ગમે છે તારું સ્મરણ મને ગમે છે તારા વિચારો મનમાં રમે છે સાચે જ - મને ગમે છે પણ....... તેથી શું? તું મારા બગીચાનું ફુલ નથી તું મારા આંગણાની વેલ નથી તું મારા ઝરૂખાને સ્પર્શતો સમીર નથી તારો ને મારો સાથ લગીર નથી છતાંય....... સાચું કહું.... તું મને ગમે છે. તું આવે છે ને હૈયે ભરતી જાગે છે તું જાય છે ને હૈયે ઓટ લાગે છે સંધ્યાના રંગો પર મેશ ઢળી જાય છે કલ્પનાઓ મનમાં જ જન્મી મરી જાય છે કારણ...... હું તારી છું, પણ તું મારો નથી ને છતાંય..... સાચું કહું તારું રિસાઈ જવું મને ગમે છે તારું માની જવું મને ગમે છે તારું સર્વસ્વ મને ગમે છે કારણ કે... તું મને ગમે છે. શું ગમવું તે પ્રેમ કહેવાય? તું જ કહે મને ખબર નથી ખબર છે ફક્ત એક જ વાત કે..... તું મને ગમે છે.
#

special post

special post - ShareChat
103 એ જોયું
7 મહિના પહેલા
જિંદગી : ત્યારે જિંદગી જીવવા જેવી લાગે છે...!!! ભરચક કામની વચ્ચે, ઘરેથી ફોન કરીને કોઈ ‘ક્યારે આવે છે ?’ એવું પૂછે... ત્યારે જિંદગી જીવવા જેવી લાગે છે ! ગાલ પર પડતો ઉદાસીનો પહેલો વરસાદ, કોઈ પોતાના પાલવથી લૂછે... ત્યારે જિંદગી જીવવા જેવી લાગે છે ! જ્યારે કોઈને કશું પણ કહ્યા વિના, કોઈ આપણને પૂછે કે - "કેમ આજે ઉદાસ છે ?" ત્યારે જિંદગી જીવવા જેવી લાગે છે ! જ્યારે હાથ પકડીને પાસે બેસીને કોઈ સમજાવે કે "તું મારા માટે 'ખાસ' છે !" ત્યારે જિંદગી જીવવા જેવી લાગે છે ! સાંજ પડે સૂરજની જેમ આથમી ગયા હોઈએ... અને ઘરનો દરવાજો 'દીકરી' ખોલે... ત્યારે જિંદગી જીવવા જેવી લાગે છે ! અંધારું ઊંચકીને ઘરે લાવીએ... પણ રસોડામાંથી 'મમ્મી' નામનું અજવાળું બોલે... ત્યારે જિંદગી જીવવા જેવી લાગે છે ! જ્યારે ઉજાગરા વખતે કોઈ બાજુમાં બેસીને કહે "ચાલ, હું તારી સાથે 'જાગું' છું..." ત્યારે જિંદગી જીવવા જેવી લાગે છે ! જ્યારે સેલ્ફી પાડીને કોઈ મોકલે, અને પ્રેમથી પૂછે કે - "કેવી લાગુ છું ?" ત્યારે જિંદગી જીવવા જેવી લાગે છે ! લોન ઉપર લીધેલી ખુશીઓના હપ્તા ગણતી વખતે, કોઈ ખભા પર હાથ મૂકીને - "ભરાઈ જશે" એવું કહે... ત્યારે જિંદગી જીવવા જેવી લાગે છે ! ના પાડ્યા પછી પણ પરાણે પિકચરની ટીકિટ હાથમાં પકડાવી, કોઈ નજીકનો ખાસ મિત્ર "ચાલને જોવા " એવું કહે... ત્યારે જિંદગી જીવવા જેવી લાગે છે ! જ્યારે વર્ષો જુનો મિત્ર ફોન કરીને કહે કે - "ચાલને યાર, એક વાર પાછા 'મળીએ'... " ત્યારે જિંદગી જીવવા જેવી લાગે છે ! જ્યારે કોઈ સાંજે ઉદાસ હોઈએ, ને આરતી ટાણે મંદિરમાં એક 'પ્રાર્થના' સાંભળીએ... ત્યારે જિંદગી જીવવા જેવી લાગે છે ! બે ટંક અનાજ માટે ફૂટપાથ પર બેસીને, 'ફૂલો વેચતી' કોઈ બીજાની જિંદગી જોઈએ... ત્યારે આપણી જિંદગી જીવવા જેવી લાગે છે ! હોસ્પિટલના ખાટલા પર 'મૃત્યુ સામે' તલવારો ખેંચતી, કોઈ બીજાની જિંદગી જોઈએ... ત્યારે આપણી જિંદગી જીવવા જેવી લાગે છે !! -ડૉ. નિમિત ઓઝા "આ આલેખન વાંચીને, તમારા ચહેરા પર 'સ્મિત' આવી જાય... ત્યારે મને મારી જિંદગી જીવવા જેવી લાગે છે !!!"
#

special post

special post - ShareChat
116 એ જોયું
7 મહિના પહેલા
*પરિવર્તન* આજે ખેતર, કાલ ની સોસાયટી, *પરિવર્તન* *પરિવર્તન* બીજામાં નહિં પોતાને લાવવાનું છે આ વાત સમજાય જાય એટલે જીવનમાં આપોઆપ *પરિવર્તન* આવી જાશે. ઈચ્છાપૂર્તિ માટે *પરિવર્તન* કરવું પડે છે, પાણીને પણ તરવા બરફ બનવું પડે છે.. જે વ્યક્તિ પહેલા *પરિવર્તન* લાવવા ની કોસીસ કરે, તે હંમેશા ટીકા પાત્ર રહ્યા છે તું મારાં માં *પરિવર્તન* જોવાં ઈચ્છે એ તારી લાગણી, હું તારી લાગણી માટે ખુદને બદલવાની કોશિશ કરું છું એ મારો પ્રેમ, મારું *પરિવર્તન* જોઈને તને જે આનંદ થાય એ જ તારી સફળતા... *પરિવર્તન* નાં આધારે સંજોગો બદલાય છે, છુટ્યા ક્ષણ હાથો થી તેને જમાના કહેવાય છે... હા... જોયું નહિ તે... કેવડું મોટું *પરિવર્તન* આવ્યું મારા માં, તારી હાજરીમાં જે મુખડું મલકતું હતું એ હવે ભાવ વિહીન થઈ ગયું છે... પરિવાર પ્રત્યે નું વર્તન સારું રાખશો તો ક્યારેય કોઈ ભી *પરિવર્તન* તમને નિરાશ નહીં કરી શકે.. તમે કયા સંત નુ સ્ટેટસ #copy કર્યુ એ મહત્વનુ નથી… પણ, એ “ copy ” સ્ટેટસ માથી જીવનમાં શુ “paste ” કર્યુ એ મહત્વ નુ છે…!!! અને એમાંથી જે *પરિવર્તન* તમારા માં આવે એ મહત્વ નું છે... *પરિવર્તન* સતથી થશે, સત્તાથી નહીં થાય ! જેને પ્રેમ કરોને એને પીડા ન અપાય, એ કલંક છે ક્યારેય કશીય કામનાઓ ન રાખવી એ જ બંદગી છે... *પરિવર્તન* જગતનો નિયમ છે, જેને તમે મૃત સમજો છો, તે જીવન છે. એક ક્ષણમાં તમે લાખોના માલિક બનો છો, બીજી ક્ષણમાં તમે દન્દ્રૉ બની જાવ છો. મારું-તારું, નાના-મોટા, આપણું-બીજાનું, તમારા મન માંથી કાઢી નાખો, પછી બધું તમારું છે, તમે બધા નાં છો... *પરિવર્તન* એટલે બદલાઈ જવું... ના, એ તો સ્થુળ શબ્દાર્થ થયો.... *પરિવર્તન* એટલે સમન્વય સાધવો.... પોતાની જાત નો, વ્યક્તિ, સંજોગ અને પરિસ્થિતિ સાથે... કોઈ વ્યક્તિ ના સ્વભાવ માં આવેલું *પરિવર્તન* કદાચ આપણા માટે થોડો સમય ખોટું હશે, પરંતુ સમય પસાર થતા એ *પરિવર્તન* આપણા માટે સારું પુરવાર થાય છે. દરેક વ્યક્તિ થી કંઈક ને કંઈક ભૂલ થયેલી હોય છે પણ એ વ્યક્તિ એ બાબત માંથી નીકળવા કેવું *પરિવર્તન* લાવે છે તે જરૂરી છે.. ગમતા અણગમતા ફેરફારો થતા રહ્યા, વાળ નો રંગ ફર્યો, આંખ માં ચશ્માં થયા. પણ ખરું *પરિવર્તન* કમર નું થયું, માપે લીધેલું પટલુન બે ઇંચ ટૂંકું થયું. કીર્તન થી ભક્તિ ને વર્તન થી વ્યવહાર મા, સમય એજ *પરિવર્તન* છે સારા સંસારમાં. લાગણી ઓ નુ *પરિવર્તન* વ્યક્તિ ને સફળતા અપાવે છે. ઘણાં વ્યક્તિઓ માટે પોતાનાં જીવન માં આવેલું *પરીવર્તન* ત્યાગ અને બીજા વ્યક્તિ માં આવેલું *પરીવર્તન* એ સ્વાર્થ હોય છે.
#

special post

special post - राधे CATEGO - ShareChat
114 એ જોયું
7 મહિના પહેલા
અન્ય એપ પર શેર કરો
Facebook
WhatsApp
લિંક કોપી કરો
કાઢી નાખો
Embed
હું આ પોસ્ટની ફરિયાદ કરવા માંગુ છુ, કારણકે આ પોસ્ટ...
Embed Post