🕵🏻CID બંધ?👨🏻‍✈️
00:30 / 1.2 MB
Aspak #🕵🏻CID બંધ?👨🏻‍✈️
#🕵🏻CID બંધ?👨🏻‍✈️
#🕵🏻CID બંધ?👨🏻‍✈️
'સીઆઈડી' બંધ થતાં રડી પડ્યો હતો દયા, કહ્યું, એવું લાગે છે કે કોઈએ મારા હાથ-પગ બાંધી હોય          મુંબઈઃ સતત 21 વર્ષથી ચાલતા શો 'સીઆઈડી'ને અચાનક જ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 27 ઓક્ટોબરના રોજ આ શોનો છેલ્લો એપિસોડ ટેલિકાસ્ટ થશે. દયાનું પાત્ર ભજવતા દયાનંદ શેટ્ટીએ હાલમાં જ એક ઈન્ટરવ્યૂ આપ્યો હતો અને તે પોતાની જર્ની અંગે વાત કરતાં કરતાં રડી પડ્યો હતો અને તેણે સોની ચેનલ પર ગુસ્સો વ્યક્ત કર્યો હતો.શો બંધ થવાની વાતથી લાગ્યો આઘાતઃદયાનંદ શેટ્ટીએ કહ્યું હતું કે આ શોથી તેઓ ચાહકો સાથે ઈન્ટરએક્ટ કરતાં રહેતા હોય છે. હવે તેઓ ક્યારેય ચાહકોને મળી શકશે નહીં. આ શો બંધ થવાની વાત સાંભળીને તેને આંચકો લાગ્યો હતો. શોના ક્રૂ મેમ્બર્સ, આર્ટિસ્ટ્સ, ક્રિએટિવ તમામ લોકો ઉદાસ છે અને બધા એક જ સવાલ પૂછે છે કે આ રીતે શો કેમ બંધ થયો. આ શો એક મોટા જહાજ જેવો હતો. જો ચેનલે આ શો બંધ જ કરવો હતો તો સારી રીતે બંધ કરી શકતી હતી. 12 ઓક્ટોબરના રોજ પ્રોડક્શન હાઉશ ઓપ્ટિમિસ્ટિક્સને સોની ચેનલે ફોન કરીને કહી દીધું હતું કે 'સીઆઈડી'ના હવે બીજા એપિસોડ શૂટ કરવાની જરૂર નથી. આ શો બંધ થાય છે. ઓપ્ટિમિસ્ટિક્સના અધિકારીઓ ચેનલને મળ્યાં પણ હતાં પરંતુ કોઈ નિવેડો આવ્યો નહીં. આ શો કેમ બંધ થયો તેનું કારણ હજી સુધી કોઈને ખબર નથી. તેઓ બેક ટુ બેક શૂટિંગ કરતાં હતાં અને અચાનક જ શો બંધ થયાની જાહેરાત કરવામાં આવી. તેને લાગે છે કે તેના હાથ અને પગ કોઈએ બાંધી દીધા છે.21 વર્ષથી છે સાથેઃદયાનંદ શેટ્ટીએ વધુમાં કહ્યું હતું કે સોની ટીવીને આ શો માટે કોઈ લાગણી હોય તેમ લાગતું નથી. આ શો છેલ્લાં 21 વર્ષથી આવે છે. સોની ટીવીની ઓફિસમાં એવી કોઈ વ્યક્તિ નહીં હોય જે 21 વર્ષથી કામ કરતી હશે. તેઓ પહેલાં દિવસથી આ શો સાથે જોડાયેલા છે. જે વ્યક્તિએ પણ આ શો બંધ કરવાનો નિર્ણય લીધો છે, તેનામાં કોઈ જાતની ફિલિંગ નથી. જો આ શો જાન્યુઆરી સુધી ચાલતો તો આ શોને 22 વર્ષ થઈ જાત. આ શો બંધ થવાની વાતથી તે જાણે જીવિત જ ના હોય તેવી લાગણી થાય છે. તેના જીવનનો મોટો હિસ્સો જતો રહ્યો હોય તેમ તેને લાગે છે. આ શો સાથે જોડાયેલા ઈમોશન, રિલેશન, હાર્ડ વર્ક બધુ જ એક સાથે જતું રહ્યું.26ની ઉંમરમાં 'સીઆઈડી'માં કામ કરવાની કરી હતી શરૂઆતઃદયાએ વધુમાં કહ્યું હતું કે તે 26 વર્ષનો હતો ત્યારે આ શોમાં જોડાયો હતો. હવે તે 48 વર્ષનો થઈ ગયો છે. આ શો ત્રણ મહિના પછી પાછો આવવાનો હોવાની ચર્ચા પર દયાનંદે જણાવ્યું હતું કે સોની ટીવીએ આવું કોઈ વચન આપ્યું નથી. હવામાં આવી કોઈ વાત થાય નહીં. જો સોનીએ આ શોને નવા અવતારમાં રજૂ કરવો હોત તો શો ચાલતો હોત ત્યારે પણ આ થઈ શક્યું હોત. અચાનક જ જુલાઈ-સપ્ટેમ્બર સુધી આ શોનું ટેલિકાસ્ટ બંધ કરી દેવામાં આવ્યું હતું. આ શોને શા માટે ત્યારે બંધ કરવામાં આવ્યો હતો તેનું કોઈ કારણ આપવામાં આવ્યું નહોતું.બે વર્ષથી ભેદભાવઃદયાનંદ શેટ્ટીના મતે, 'સીઆઈડી' સાથે છેલ્લાં બે વર્ષથી ભેદભાવ કરવામાં આવે છે. ક્યારેક સોમવારનો એપિસોડ ટેલિકાસ્ટ ના થાય તો ક્યારેક રવિવારનો એપિસોડ કેન્સલ કરી દેવામાં આવતો હતો. શુક્રવારના એપિસોડનું ટેલિકાસ્ટ જ બંધ કરી દેવામાં આવ્યું હતું. એવુ લાગતું કે ચેનલવાળા સવારે ઉઠીને નક્કી કરતા કે આજનો એપિસોડ નહીં ચલાવીએ કે પછી આજ એપિસોડ ચલાવી દઈએ. કોઈ પોતાના શો સાથે આ રીતનું અનપ્રોફેશનલ વર્તન કરી શકે. શોનો ટાઈમ પણ નક્કી રહેતો નહોતો. શો 10.30 વાગે ટેલિકાસ્ટ થતો પણ ઘણીવાર 10.20 તો ક્યારેક 11 વાગે પ્રસારિત કરવામાં આવતો. દર્શકોને પણ ખ્યાલ ના રહેતો કે 'સીઆઈડી' કેટલા વાગે આવશે. #🕵🏻CID બંધ?👨🏻‍✈️
#🕵🏻CID બંધ?👨🏻‍✈️