📰 26 જૂનનાં સમાચાર
સેંસેક્સ
#

📰 26 જૂનનાં સમાચાર

સેંસેક્સ ૧૫૭ પોઇન્ટ સુધરીને બંધ
મુંબઇ, તા. ૨૬ શેરબજારમાં આજે સતત બીજા કારોબારી સેશનમાં જોરદાર તેજી જોવા મળી હતી. કારોબારના અંતે સેંસેક્સ ૧૫૭ પોઇન્ટ ઉછળીને ૩૯૫૯૨ની ઉંચી સપાટીએ રહ્યો હતો. વેદાંતા, પાવરગ્રીડ, સનફાર્મા, યશ બેંક, તાતા સ્ટીલ સહિતના શેરમાં જોરદાર તેજી જોવા મળી હતી. બ્રોડર નિફ્ટી ૫૦ ઇન્ડેક્સમાં પણ ૫૧ પોઇન્ટનો ઉછાળો રહેતા તેની સપાટી ૧૧૮૪૮ રહી હતી. નિફ્ટીએ ૧૧૮૦૦ની સપાટી કુદાવી દીધી હતી. આજે કારોબાર દરમિયાન એનએસઈમાં ૧૦૫૧ શેરમાં મંદી અને ૧૪૧૮ શેરમાં તેજી રહી હતી. ૧૭૦ શેરમાં યથાસ્થિતિ જોવા મળી હતી. તમામ નિફ્ટી સેક્ટરલ ઇન્ડેક્સમાં તેજી રહી હતી. એકમાત્ર નિફ્ટી આઈટી અને નિફ્ટી એફએમસીજી ઇન્ડેક્સમાં મંદી રહી હતી. બાકીના તમામમાં તેજી જોવા મળી હતી. નિફ્ટી મેટલમાં સૌથી વધુ ૨.૭ ટકાનો ઉછાળો રહ્યો હતો. નિફ્ટી પીએસયુ બેંક ઇન્ડેક્સમાં ૧.૮૮ ટકાનો ઉછાળો રહ્યો હતો. બ્રોડરમાર્કેટમાં બીએસઈ મિડકેપ ઇન્ડેક્સમાં ૧૧૭ પોઇન્ટનો ઉછાળો રહેતા તેની સપાટી ૧૪૭૯૨ રહી હતી જ્યારે બીએસઈ સ્મોલકેપ ઇન્ડેક્સમાં ૬૬ પોઇન્ટનો ઉછાળો રહેતા તેની સપાટી ૧૪૧૭૫ રહી હતી. એસબીઆઈ લાઇફ ઇન્સ્યોરન્સ કંપનીના શેરમાં બાવન સપ્તાહની ઉંચી સપાટી જોવા મળી હતી. ઇન્ટ્રાડેના કોરાબાર દરમિયાન તેના શેરમાં છ ટકાનો ઉછાળો રહ્યો હતો. આજે લેવાલીનો માહોલ જામ્યો હતો. સતત બીજા કારોબારી સેશનમાં તેજીનો માહોલ રહ્યો હતો. દિવાન હાઉસિંગ ફાઈનાન્સ કોર્પોરેશનના શેરમાં નવ ટકાનો ઘટાડો રહેતા તેની સપાટી નીચા સ્તર પર પહોંચી હતી. ઇન્ટ્રાડેના કારોબાર દરમિયાન પણ ભારે ઉતારચઢાવની સ્થિતિ રહી હતી. જો કે, ડીએચએફએલના શેરમાં ૫.૭૭ ટકાનો ઉછાળો રહેતા તેની સપાટી ૭૯.૭૫ રહી હતી. બજેટ આડે ગણતરીના દિવસો રહ્યા છે ત્યારે કારોબારીઓની નજર હવે બજેટમાં લેવામાં આવનાર પગલા ઉપર કેન્દ્રિત થઇ ગઇ છે. મે મહિનાના ફિસ્કલ ડેફિસીટના આંકડા અને ઇન્ફ્રાસ્ટકચર આઉટપુટ ડેટા શુક્રવારના દિવસે જારી કરવામાં આવનાર છે. બંને આંકડાને મહત્વપૂર્ણ ઘણવામાં આવે છે. જી-૨૦ની બેઠક પણ હવે યોજાનાર છે. બગડી રહેલી વૈશ્વિક આર્થિક સ્થિતી વચ્ચે જી-૨૦ની બેઠકમાં હવે જાપાનમાં શરૂ થઇ રહી છે. ટ્રેડ વોરના વિષય અને અમેરિકા તેમજ ઇરાન વચ્ચેની કટોકટીના મુદ્દા પર આ બેઠકમાં વિચારણા કરવામાં આવનાર છે. માર્કેટમાં વિદેશી રોકાણકારો પણ પરિબળ તરીકે રહેનાર છે.વિદેશી રોકાણકારોએ આ મહિનામાં હજુ સુધી સ્થાનિક મુડીમાર્કેટમાં ૧૦૩૧૨ કરોડ રૂપિયા ઠાલવી દીધા છે. <br><br>વિદેશી રોકાણકારો હાલમાં ભારતીય બજારને લઇને આશાવાદી દેખાઇ રહ્યા છે. નવેસરના આંકડા દર્શાવે છે કે ત્રીજી જુનથી ૨૧મી જુન વચ્ચેના ગાળામાં વિદેશી રોકાણકારોએ ઇક્વિટીમાં ૫૫૨.૦૭ કરોડ રૂપિયા ઠાલવી દીધા છે.જ્યારે ડેબ્ટ માર્કેટમાં ૯૭૬૦.૫૯ કરોડ રૂપિયા ઠાલવી દીધા છે. આની સાથે જ કુલ રોકાણનો આંકડો ઇક્વિટી અને ડેબ્ટમાં મળીને ૧૦૩૧૨.૬૬ કરોડ સુધી પહોંચી ગયો છે. કારોબારના અંતે ગઇકાલે સેંસેક્સ ૦.૮ ટકા સુધરીને બંધ રહ્યો હતો. બીએસઈ સેંસેક્સ ગઇકાલે મંગળવારના દિવસે ૩૧૨ પોઇન્ટ ઉછળીને ૩૯૪૩૫ની ઉંચી સપાટીએ રહ્યો હતો. <br><br>
14k એ જોયું
2 મહિના પહેલા
અન્ય એપ પર શેર કરો
Facebook
WhatsApp
લિંક કોપી કરો
કાઢી નાખો
Embed
હું આ પોસ્ટની ફરિયાદ કરવા માંગુ છુ, કારણકે આ પોસ્ટ...
Embed Post