truth
#

truth

મંદી મંદી મંદી.... આજે લગભગ બધાના મોઢા ઉપર આ શબ્દ છે જ... પણ આ મંદી નું કારણ શું?? તો 100 માંથી 90 જણ સરકાર ને દોષ દેશે. જો સરકાર જ દોષિત હોત તો.. અમુક ફિલ્મ સ્ટાર ની પિક્ચરો 200-400 કરોડ ના ટર્ન ઓવર ના કરતી હોત... હર વિકેન્ડ માં મોલ અને હોટલો ફુલ ના હોત.... લોન્ગ વિકેન્ડ કે વેકેશન માં હરવા ફરવા ના સ્થળો ફુલ ના હોત.. મતલબ લોકો પાસે પૈસા તો છે જ.. તો મંદી નું કારણ શું??? મારે હિસાબે "મુખ્ય" 2 કારણ છે.. 1. બિઝનેસ પેહલા કરતા ફેલાય ઘણો ગયો છે... દા. ત. તમારા જ એરિયા માં પેહલા 10 દુકાન કારીયાના, મેડિકલ સ્ટોર કે અન્ય વસ્તુ ની હશે આજ થી 2-3 વરસ પહેલાં... જે આજે 25-30 થઇ ગઇ હશે. આજથી 5-10 વરસ પહેલાં સોનુ ખરીદવા આપણે ઝવેરી બજાર જ જતા પણ હવે સોના ની દુકાનો પણ હર એરિયા માં છે જ... મતલબ બિઝનેસ ફેલાય ગયો છે... મતલબ વેન્ચનારા વધ્યા પણ એની સામે લેનારા તો એટલા જ છે... ઠીક છે વસ્તી વધી છે એની સામે ઘટી ભી છે જ ને... 2. ઓન લાઈન ખરીદી... જૂતા ની દુકાન વાળો કપડાં ઓનલાઇન મંગાવે... કપડાં ની દુકાન વાળો જૂતા ઓનલાઈન મંગાવે... પાછા જમવાનું તો બેઉ ઓનલાઇન મંગાવે જ... હવે મંદી થી બચવું કેવી રીતે ?? સૌથી પહેલા તો બિનજરૂરી ખર્ચા અને દેખા દેખી વાળા જે ખર્ચા છે એ બંધ કરવા... બીજું, અગર આપ wholsale બિઝનેસ માં છો તો સાથે રેટઇલ line ડેવલોપ કરો... એવી જ રીતે અગર આપ retailar છો તો menufacturer ગોતિ ને wholesale સપ્લાય નું વિચારો... તમારી પાસે જે કોઈ ભી લાઈન છે એની જ પેરેલલ લાઈન add કરો જેથી already જે લાઇન છે જ તેનો અનુભવ કામ લાગે... અને સૌથી જરૂરી તમારો જે ઘરાક છે એ તમારી વસ્તુ ખરીદીને ખુશ થવો જોઈએ જેનાથી ગૂડવીલ વધશે. હા આ બધું 1 દીવસ કે 1 મહિના માં નહીં થાય પણ આજથી વિચારસુ તો નજીક ના ભવિષ્ય માં સફળ થશે. બાકી માર્કેટ ની પોઝિશન તો રોજ બગડતી જ જાય છે... પેરેલલ રસ્તા વિચાર્યા સિવાય કોઈ રસ્તો નથી... .................... *અત્યારસુધી બેનંબરનાપૈસા અને બેનંબરી કમાણીની બોલબાલા હતી,એટલે લોકોએ ગજા બહારના ખર્ચાઓ પાળી લીધા હતા,વાર-તહેવારે પાર્ટી, પીકનીક,સેલીબ્રેશન,વિદેશી ટુરો,દેખા-દેખીમા ચાલીઓમાં રહેતા લોકો પણ ગાડીઓ વસાવવા લાગ્યા હતા !!!* *ચાદર પ્રમાણે પગ ફેલાવવાની વડિલોની શિખામણ ને અવગણી મોટી લોનો અને વ્યાજના ચકરડા ફેરવતા લોકોની કઠણાઈ શરુ થઇ ગઈ છે,મોદીજીએ બેનંબરી નાણાં અને ભ્રષ્ટાચાર વિરુધ્ધ કડક પગલાં લીધા છે,એટલે જે બેનંબરનુ સમાંતર અર્થતંત્ર ચાલતું હતું,તે ઠપ્પ થઈ ગયું !* *માર્કેટમાથી બેનંબરના પૈસા ગાયબ થવાથી,લોકોની ખાનગી લોનો બંધ થઈ ગઈ,શાહુકારો એ વ્યાજના રુપીયા પાછા ખેંચ્યા,એટલે નાણાભીડ વધી ગઈ !* *પણ,ઉંચા ખર્ચા ,ઉંચા વ્યાજના બોજા અને વૈભવી લાઈફસ્ટાઈલ છોડવી લોકોને આકરી લાગી રહી છે,એટલે મંદી-મંદીના ઢગલાબંધ મેસેજો ચલાવવામાં આવ્યા છે !!!બાકી,કાળાનાણાં ને ડામવામાં જે નવસર્જન ની પ્રક્રિયા ચાલી રહી છે,તે તકલીફ તો આપશે જ,પણ પછી જે સફેદનાણા નું તંત્ર અને સાચા કામોથી લોકોની મનોવ્રુતિ પણ બદલાશે,ખોટાને બદલે સાચાની કિંમત વધશે,તે કેમ લોકો વિચારતા નથી ???* *બાકી આજે પણ પછેડી પ્રમાણે સોડ તાણનારને,આવકમાંથી મર્યાદીત ખર્ચ કરીને બચત કરનારને ખાસ તકલીફ નથી જ !!!વર્ષોના બેનંબરી રોગના ઓપરેશનમાં થોડી પીડા તો સહન કરવી પડે ને !!!* 🙏🏻🙏🏻🙏🏻 .......................... જે લોકો દેશમાં *મંદી મંદી* ના નામની બુમાબુમ કરે છે, તેવા લોકો આ મેસેજ ખાસ વાંચે. મિત્રો! આજે દેશમાં મંદીનો માહોલ જરૂર છે, પણ તેથી કઈ ગભરાવાની જરૂર નથી. ખરેખર તો કોંગ્રેસના સમયનો જે ફુગાવો કહો કે ઉભરો કહો, તે શમી ગયો છે. તેથી તેવું લાગે છે. બાકી આજે પણ તહેવારોમાં બજારો એવાને એવા જ ગ્રાહકોથી ધમધમે છે. મોટા મોટા "ડી'માર્ટ" જેવા મોલ ક્યાંય ખાલી જોવા મળતા નથી. આજે પણ રજાઓમાં કે વેકેશનમાં લોકો જેમ ફરતા હતા એમ જ ફરે છે. પ્રવાસ કે યાત્રાના સ્થળો યાત્રાળુ કે પ્રવાસીઓથી હમેશા ભરચક હોય છે. આજે પણ ટ્રેનોનું બુકીંગ ચાર મહિના પહેલા જ ફૂલ થઈ જાય છે. સ્કૂલોમાં આજે પણ એડમિશન મળતું નથી. હોટલો અને રેસ્ટોરન્ટ ગમે ત્યારે જુઓ ફૂલ હોય છે. લોકોના હાથમાં રોજે રોજ લેટેસ્ટ અને કોસ્ટલી મોબાઈલો જોવા મળે છે. દરેક ઘરમા બબ્બે કાર હોય છે. દરેકના ઘરમાં ફરજીયાત એસી, ફ્રીજ ટીવી હોય છે. કપડાં અને જૂતાથી લઈને લોકોની રહેણી કરણી અદ્યતન થઈ ગયી છે. "પીઝાહટ અને મેગડોલાન્ડ" જેવી કોસ્ટલી રેસ્ટોરન્ટો આપણા બાળકો માટે સામાન્ય થઈ ગઇ છે. કોલેજ કે સ્કૂલ જતા સંતાનો માટે મા બાપ ખર્ચ કરતા સહેજ પણ પાછા પડતા નથી. આમ જોવા જઈએ તો કોઈને ક્યાંય મોંઘવારી નડતી નથી. ફક્ત લોકોને બુમાબુમ જ કરવી છે. બાકી દેશમા મજબૂત સરકાર છે, બધે પહોંચી વળશે, ચિતા ન કરો. બસ, લહેરથી નારાયણ! નારાયણ! કરો. (આ લેખ મારા તમારા જેવા મધ્યમવર્ગી માણસો માટે છે, બાકી મુકેશ અંબાણી કે ફૂટપાથ ઉપર પડી રહેનારને દેશના અર્થતંત્રથી કંઈ જ લેવા દેવા નથી.) #truth
145 એ જોયું
1 મહિના પહેલા
#

truth

168 એ જોયું
7 મહિના પહેલા
અન્ય એપ પર શેર કરો
Facebook
WhatsApp
લિંક કોપી કરો
કાઢી નાખો
Embed
હું આ પોસ્ટની ફરિયાદ કરવા માંગુ છુ, કારણકે આ પોસ્ટ...
Embed Post