🙋‍♂️ સોનામાં ભાવનો ઉછાળો
અમેરિકા-ઈરાન વચ્ચે તંગદિલીને પગલે સોનાના ભાવ રૂા.800 ઉછળી 42,000 સપાટી કુદાવી, બે દિવસમાં રૂા. 1,800 વધ્યા અમેરિકા અને ઈરાન વચ્ચેની તણાવભરી સ્થિતિને પગલે વિદેશી બજારો તેમ જ સ્થાનિક બજારોમાં સોના અને ચાંદીની કિંમતમા મોટો ઉછાળો આવ્યો છે. દિલ્હીમાં સોનાના ભાવા 10 ગ્રામ દીઠ રૂા.680 વધી 41,970 થયા છે ત્યારે ચાંદી પણ કીલો દીઠ 1,000 વધી રૂા.49,500 થઈ છે. આ સાથે સોના-ચાંદીમાં કામકાજના ચોથા દિવસે ભાવ ચમક જોવા મળી છે. આ સાથે જાન્યુઆરી મહિનામાં અત્યાર સુધીમાં સોનાની કિંમતમાં રૂા 1,620 અને ચાંદીમાં રૂા. 1,850 વધારો થયો છે. ન્યુ યોર્કમાં સોનાના હાજર ભાવ 23.40 ડોલર વધી પ્રતિ ઔંસ 1,575.20 રહ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના હાજર ભાવ 1.4 ટકા ઉછળી ઔંસ દીઠ 1,573.14 થયા છે, જે 1મી એપ્રિલ,2013 એટલે કે લગભગ સાત વર્ષની ઉંચી સપાટી પર છે. અમદાવાદમાં સોનાના રૂા. 42100 રહ્યા છે, જે અગાઉ એટલે કે શુક્રવારના બંધ ભાવની તુલનામાં લગભગ રૂ.800નો વધારો દર્શાવે છે. જ્યારે ચાંદી કીલોના ભાવ રૂા.49,442 રહ્યા છે. દિલ્હીમાં સોનાના ભાવ રૂા.680 વધી રૂા.41,970 થયા છે જ્યારે આઠ ગ્રામની ગિનીના ભાવ રૂા.400 વધી રૂા.31,300 થયા છે.
#

🙋‍♂️ સોનામાં ભાવનો ઉછાળો

🙋‍♂️ સોનામાં ભાવનો ઉછાળો - PINT GOLX 1000G A - ShareChat
27.2k એ જોયું
1 મહિના પહેલા
#

🙋‍♂️ સોનામાં ભાવનો ઉછાળો

Latest Breaking News
#🙋‍♂️ સોનામાં ભાવનો ઉછાળો સોનામાં ઉછાળો : ગોલ્ડ રૂપિયા 41,500ને પાર થતાં ફેબ્રુઆરી સુધી લગ્નસરા સિઝનની 25 % ખરીદી પર બ્રેક લાગે તેવી જ્વેલર્સને ચિંતા દિવાળી પૂર્વેથી જ જે સોનાના દરમાં વધારો આવવાની શરૂઆત થઈ છે, તેમાં ફરી બુસ્ટ આવ્યું છે. આ અંગે શહેરના જ્વેલર્સ અગ્રણીઓ જણાવે છે કે, જે રીતે દર વધી રહ્યા છે. તેને જોતાં આ દર આવનારા દિવસમાં રૂ.43 હજારની સપાટી ટચ કરે તેવી ચિંતા વ્યક્ત કરાઈ રહી છે. જોકે, એક જ્વેલર્સનો વર્ગ જણાવે છે કે, જે દર વધવાની શરૂઆત થઈ છે જેના કારણે હવે 10 ગ્રામ સોનાના દર ઘટે તો પણ રૂ.40 હજાર પર સ્થિર થાય તે પણ અનુમાન લગાડવામાં આવી રહ્યા છે. સૌથી અગત્યનું રોકાણનો ટ્રેન્ડ કેવો રહેશે તેના પર મીટ મંડાય છે. સોનાના વધતાં દરની સાનુકૂળ અસર સુરતના જ્વેલરી મેન્યુફેક્ચરીંગ સેક્ટર પર જોવા મળી છે. હાલમાં જ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા યોજાયેલા સ્પાર્કલ એક્ઝિબિશનમાં હાજર રહેલા જીજેઈપીસીના પ્રેસિડેન્ટ પ્રમોદ અગ્રવાલે જણાવ્યું હતું કે, સોનાના દરમાં વધારો છતાં તેનું એક્સપોર્ટ 30 ટકા વધ્યું છે. જ્વેલર્સના એક વર્ગમાં સોનાના વધતાં દરને લઈને લગ્નસરાની ખરીદીની ચિંતા સેવાઈ છે તો એક વર્ગ રોકાણકારો સારા પ્રમાણમાં રોકાણ કરે તેવો મત પણ છે.
17k એ જોયું
1 મહિના પહેલા
અન્ય એપ પર શેર કરો
Facebook
WhatsApp
લિંક કોપી કરો
કાઢી નાખો
Embed
હું આ પોસ્ટની ફરિયાદ કરવા માંગુ છુ, કારણકે આ પોસ્ટ...
Embed Post