📋 16 જુલાઈનાં સમાચાર
લોકોએ સારી સેવા જોઈતી હોય તો ટોલ ભરવો પડશે

📋 16 જુલાઈનાં સમાચાર

લોકોએ સારી સેવા જોઈતી હોય તો ટોલ ભરવો પડશેઃ નીતિન ગડકરી
ટોલની રકમથી ગ્રામીણ વિસ્તારોમાં રસ્તાઓ બને છે,જમીન અધિગ્રહણમાં ૧૬૦૦૦ કરોડ રૂપિયાની બચત કરીઃ ગડકરી ન્યુ દિલ્હી,તા.૧૬

તમે દિલ્હીથી મુંબઇ માત્ર ૧૨ કલાકમાં જ પહોંચી જશો અને આ સપનું નથી હકીકતમાં થવાનું છે. યુનિયન રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઇવે મંત્રી નિતિન ગડકરીએ લોકસભા સભ્યોને આ આશ્વાસન આપ્યું. તેમણે દિલ્હી-મુંબઇ એક્સપ્રેસવે અંગે વિસ્તારથી જણાવતા કહ્યું કે આનાથી બે મહાનગરો વચ્ચેનું અંતર ૧૨૦ કિલોમીટરથી પણ ઓછું થઇ જશે. રોડ ટ્રાન્સપોર્ટ મંત્રીએ લોકસભામાં કહ્યું કે આ ગ્રીન હાઇવેના ૬૦ ટકા કોન્ટ્રાક્ટની ફાળવી થઇ ચૂકી છે. આથી અઢી થી ત્રણ વર્ષ બાદ ૧૨ કલાકમાં દિલ્હીથી મુંબઇ જવું શકય થઇ જશે. ગડકરીએ કહ્યું કે જનતાને સારા રસ્તા જોઈએ છે તો ટોલ ચુકવવો જ પડશે. ગડકરીએ મંગળવારે લોકસભામાં એક સવાલના જવાબમાં કહ્યું કે ટોલ જીવનભર બંધ ન થઈ શકે, તે ઘટી કે વધી શકે છે.

ગડકરીએ કહ્યું કે દિલ્હી-મુંબઇ માર્ગ દેશભરમાં તૈયાર થઇ રહેલા ગ્રીન એક્સપ્રેસ હાઇવે નેટવર્કનો જ એક ભાગ છે. આ ગુડગાંવથી શરૂ થઇને સવાઇ માધોપુર, અલવર, રતલામ, ઝાંબુઆ, વડોદરા થઇને મુંબઇ જશે. તેમણે કહ્યું કે મંત્રાલયે આ પ્રોજેક્ટ પર માત્ર જમીન અધિગ્રહણમાં ૧૬૦૦૦ કરોડ રૂપિયાની બચત કરી છે. તેમણે કહ્યું કે જો દિલ્હી, અમદાવાદ, વડોદરાથી મુંબઇના હાલના હાઇવેના કિનારા-કિનારા ગ્રીન એક્સપ્રેસવે બનાવામાં આવત તો જમીન અધિગ્રહણ પર ૬ કરોડ રૂપિયા એક હેકટરના દરથી ખર્ચ કરવા પડત. આથી અમે હરિયાણા, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગુજરાત અને મહારાષ્ટ્રના પછાત વિસ્તારોનો રસ્તો નીકાળ્યો. જ્યાં જમીન સસ્તામાં મળી ગઇ. આ પહેલો ગ્રીન હાઇવે છે જે આદિવાસી વિસ્તારમાંથી પસાર થઇ રહ્યો છે.

૫ ગણો ઓછો થઇ જશે ટ્રાન્સપોર્ટેશન ખર્ચ

તેમણે કહ્યું કે આનાથી દિલ્હીથી મુંબઇની ટ્રાન્સપોર્ટ કોસ્ટ ખૂબ જ ઘટી જશે. આજે ૮૫ રૂપિયા પ્રતિ લીટર પેટ્રોલ અને ૬૫ રૂપિયા પ્રતિ લીટર ડીઝલ છે, ત્યાં ૧૨ થી ૧૫ રૂપિયાની વીજળી લાગશે. ટ્રક ૨૦ કિલોમીટર વીજળીથી ચાલશે અને આ દરમ્યાન તેની બેટરી ચાર્જ થતી રહેશે. પછી બેટરીથી ચાલશે અને પછી કરંટ લેશે. તેમણે કહ્યું કે દિલ્હી-મુંબઇ ગ્રીન હાઇવેની બાજુમાં લોજિસ્ટિક્સ પાર્ક પણ બનાવી રહ્યાં છે.

તૈયાર થઇ રહ્યું છે નવા ભારતનું ઇન્ફ્રાસ્ટ્રકચરઃ ગડકરી

ગડકરી એ તેને નવા ભારતના ઈન્ફ્રાસ્ટ્રકચરની વડાપ્રધાનની વિચારણા પ્રમાણે ગણાવ્યું. તેમણે કહ્યું કે મોદી સરકારના પહેલા કાર્યકાળમાં અંદાજે ૪૦૦૦૦ કિલોમીટરના રસ્તાનું નિર્માણ થયું અને વૈશ્વિક સ્તરના હાઇવે નેટવર્ક તૈયાર કરવા પર ૪ લાખ ૩૧ હજાર કરોડ રૂપિયાથી વધુ ખર્ચ કરાયો. આ યુપીએ બેના પાંચ વર્ષની સરખામણીમાં વધુ છે. ગડકરીએ કહ્યું કે માત્ર તેમના મંત્રાલયે છેલ્લાં પાંચ વર્ષમાં જીડીપીમાં અઢીથી ત્રણ ટકાનું યોગદાન આપ્યું છે.

17k એ જોયું
2 મહિના પહેલા
બનાસકાંઠાઃ એસ.ટી.ની અવ્યવસ્થાથી વિદ્યાર્થીઓ અભ્યાસની ઉંમરે આંદોલનના માર્ગે! https://atalsamachar.com/banaskantha-students-from-the-disorganization-of-st-students-agitation-at-the-age-of-study/ #📋 16 જુલાઈનાં સમાચાર #📅 તાજા સમાચાર #🗞️ ગુજરાતના સમાચાર

📋 16 જુલાઈનાં સમાચાર

બનાસકાંઠાઃ એસ.ટી.ની અવ્યવસ્થાથી વિદ્યાર્થીઓ અભ્યાસની ઉંમરે આંદોલનના માર્ગે! | Atal Samachar
1k એ જોયું
2 મહિના પહેલા
અન્ય એપ પર શેર કરો
Facebook
WhatsApp
લિંક કોપી કરો
કાઢી નાખો
Embed
હું આ પોસ્ટની ફરિયાદ કરવા માંગુ છુ, કારણકે આ પોસ્ટ...
Embed Post