📰 18 માર્ચનાં સમાચાર
#

📰 18 માર્ચનાં સમાચાર

😘🌸🌷Darbar Riya 🌷🌸😘
#📰 18 માર્ચનાં સમાચાર
527 એ જોયું
6 મહિના પહેલા
દેશના કેરાલા રાજ્યના આ કપલે ચા વેચીને અત્યારસુધી વિશ્વના અલગ-અલગ 23 દેશોની મુલાકાત લીધી છે, વિજયન અને મોહાના નામનું આ કપલ કેરાલાના કોચ્ચિમાં એક નાનકડો ટી-સ્ટોલ ચલાવે છે અને તેમની ચાની દુકાનનું નામ શ્રી બાલાજી કૉફી હાઉસ છે. વિજયનની ઉંમર 68 વર્ષ છે અને તેમના પત્ની મોહાનાની ઉંમર 67 વર્ષ છે. ચાની દુકાનમાં મહેનત કરે છે અને પૈસા બચાવે છે સૌથી મોટી વાત એ છે કે આ કપલે વિશ્વના વિવિધ દેશોની મુલાકાત લેવા માટે ક્યારેય લોન લીધી નથી. આ પતિ-પત્ની ભેગા થઈને ચાની દુકાનમાં દિવસ-રાત મહેનત કરે છે અને પૈસા બચાવે છે.સાંજે દરરોજ અલગથી 300 રૂપિયાની બચત કરે છેઆ કપલ તેમની ચાની દુકાનમાં આખો દિવસ મહેનત કર્યા પછી સાંજે દરરોજ અલગથી 300 રૂપિયાની બચત કરે છે. આ રીતે તેઓ દરરોજ 300 રૂપિયાની બચત કરીને વિશ્વના વિવિધ દેશોની મુલાકાત લે છે એટલે કે ત્યાં ફરવા માટે જાય છે.તેઓના લગ્નને 45 વર્ષ થઈ ચૂક્યા છે આ કપલ ફરવાનું શોખીન છે, તેઓના લગ્નને 45 વર્ષ થઈ ચૂક્યા છે. હવે તેઓ સ્વીડન, ડેનમાર્ક, નેધરલેન્ડ્સ, ગ્રીનલેન્ડ, નોર્વે જવા માટેનો પ્લાન બનાવી રહ્યા છે. તેમના પર એક ફિલ્મ પણ બની ચૂકી છે.ચાની દુકાનમાં એક નક્શો લગાવી રાખ્યો છે વિજયન અને મોહાના નામના આ કપલે તેમની ચાની દુકાનમાં એક નક્શો લગાવી રાખ્યો છે અને તેઓ જે જગ્યાઓએ ફરી ચૂક્યા છે ત્યાં નક્શા પર નિશાની કરેલી છે. તેઓ જણાવે છે કે હજુ તો ઘણાં દેશો ફરવાના બાકી છે.
#

📰 18 માર્ચનાં સમાચાર

📰 18 માર્ચનાં સમાચાર - ચા વેચીને આ કપલે વિશ્વના 23 દેશોની મુલાકાત લીધી - ShareChat
8.3k એ જોયું
6 મહિના પહેલા
અન્ય એપ પર શેર કરો
Facebook
WhatsApp
લિંક કોપી કરો
કાઢી નાખો
Embed
હું આ પોસ્ટની ફરિયાદ કરવા માંગુ છુ, કારણકે આ પોસ્ટ...
Embed Post