📜 વડોદરા સમાચાર

📜 વડોદરા સમાચાર

વડોદરાનો રહેવાસી ગોવામાંથી લાખ્ખો રૂપિયાના ડ્રગ્સ સાથે ઝડપાયો           વડોદરાઃ ગોવાના કલંગુત ખાતે યોજાનારી હાઇપ્રોફાઇલ પાર્ટીમાં ડ્રગ્સનો જથ્થો પહોંચાડવા જતાં વડોદરાના યુવકને ગોવા પોલીસે રૂા. 1 લાખના ચરસ અને રૂા. 30 હજારની કિંમતના કોકેન સાથે બુધવારે મોડી રાતે ઝડપી પાડ્યો હતો. સમગ્ર મામલે કલંગુત પોલીસના પી.આઇ જીવબા દલવીએ દિવ્ય ભાસ્કર સાથે વાત કરતા જણાવ્યું હતુ કે, બાતમી મળી કે બુધવારે મોડી રાત્રે એક યુવક કલંગુત એન્થોની ચાપલ નજીકના ગૌરાવડાે પાસેથી ડ્રગ્સનો જથ્થો લઇને પસાર થનાર છે.બાતમીના આધારે પોલીસ વોચ ગોઠવી પ્રણવ ઘનશ્યામભાઇ પટેલ (રહે. અકોટા, અશોક એપાર્ટમેન્ટ,વડોદરા)ની અટકાયત કરી તપાસ કરતા તેના ખિસ્સામાંથી ચરસ અને કોકેનનો જથ્થો મળી આવ્યો હતો.પ્રણવ કેટલા સમયથી ડ્રગ્સના વ્યવસાય સાથે જોડાયો છે ω ડ્રગ્સનો જથ્થો કોનીપાસેથી લઇને ક્યાં પહોંચાડવો હતો ω તેમજ આ ડીલેવરી કરવા માટે તેને કેટલી રકમ ચુંકવવામાં આવી છે ω ગોવામાં આગામી સમયમાં ક્યાં સ્થળે હાઇપ્રોફાઇલ પાર્ટી યોજાનાર છે, તેવા અનેક સવાલોની પોલીસે તપાસ હાથ ધરી છે. વડોદરા સ્થિત પ્રણવના માતા પિતાને પોલીસે જાણ કરતા તેઓ ગોવા જવા રવાના થયા હતા.હાઇપ્રોફાઇલ પાર્ટીનો કોન્ટ્રાકટ લીધો હતોપ્રણવ પટેલ છેલ્લા ત્રણ વર્ષથી ગોવાના અનજુના વિસ્તારમાં જૂદી જૂદી રેસ્ટોરન્ટમાં કામ કરતો હતો. દરમિયાન તે ડ્રગ્સના વ્યવસાય સાથે જોડાયેલા લોકોના સંપર્કમાં આવ્યો હતો. અને આગમી ટુંક સમયમાં યોજાનારી હાઇપ્રોફાઇલ પાર્ટીમાં ચરસ અને કોકેન પુરુ પાડવા માટે તેને કોન્ટ્રાક્ટ લીધો હોવાનુ પોલીસ તપાસમાં બહાર આવ્યું હતુ.
#

વડોદરા સમાચાર

વડોદરા સમાચાર  - ShareChat
4.1k views
3 months ago
તાજપુરાની શ્રી નારાયણ આઇ હોસ્પિટલમાં થાય છે આંખોની નિઃશુલ્ક સારવાર, 42 વર્ષમાં કર્યા 4.40 લાખ ઓપરેશન                   વડોદરાઃ હાલોલ નજીક આવેલા તાજપુરા સ્થિત શ્રી નારાયણ આઈ હોસ્પિટલમાં છેલ્લાં 42 વર્ષથી આંખના રોગનો નિ:શુલ્ક ઉપચાર કરવામાં આવી રહ્યો છે. આ સેવાયજ્ઞનો લાભ ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાનથી આવનારા રોજના 1 હજારથી વધુ દર્દીઓ ઉઠાવે છે. જેમાંથી રોજ 200થી વધારે દર્દીઓ મહારાષ્ટ્ર,મધ્યપ્રદેશ અને રાજસ્થાનના હોય છે. ઉલ્લેખનીય છે કે, શ્રી નારાયણ આઈ હોસ્પિટલમાં છેલ્લાં 42 વર્ષમાં 4.40 લાખથી વધારે આંખનાં ઓપરેશન કરવામાં આ‌વ્યાં છે.શ્રી નારાયણ આઇ હોસ્પિટલમાં થાય છે આંખોની મફત સારવારપૂ. નારાયણ બાપુજી કહેતા કે, ગરીબ લોકો પાસે દવા કે ઓપરેશન માટે ખર્ચવા રૂપિયા નથી હોતા તો તે હોસ્પિટલ કેવી રીતે પહોંચી શકે તે વિચાર સાથે હોસ્પિટલ તંત્રે બસ સેવા શરૂ કરી હતી. હોસ્પિટલની બસો રોજ સવારે વડોદરા, ગોધરા, લુણાવાડા, ડેરોલ સ્થિત પોતાના સ્ટોપ પર પહોંચી જાય છે. સ્ટોપથી રસ્તામાં જ્યાં પણ દર્દીઓ મળે તેમને લઈને બસ સીધી હોસ્પિટલ પહોંચે છે. દર્દીઓની સારવાર પૂરી થયા બાદ બસ પરત તેમને તેમના સ્થળે પણ મૂકવા જાય છે.વર્ષ 2018-19માં અત્યાર સુધી 12855 ઓપરેશન થઈ ચૂક્યાં છે.ટ્રસ્ટી સુનીલભાઈના જણાવ્યા અનુસાર, હોસ્પિટલમાં મોતિયા,ઝામર,વેલ,નાસુર,લેન્સ,પડદાની સારવાર,ચશ્માંની તપાસ જેવી સારવાર કરવામાં આવે છે. વર્ષ 2016-17માં 54,473, 2017-18માં 53,119 અને 2018-19માં અત્યાર સુધી 12,855 ઓપરેશનો કરવામાં આવ્યાં છે.
#

વડોદરા સમાચાર

વડોદરા સમાચાર  - ShareChat
11k views
4 months ago
જર્મનીની યુવતી વડોદરામાં રમે છે ખો-ખો, વિદેશનું કલ્ચર નથી ગમતું માટે ભારત આવી: અનામી                    વડોદરા: 8 વર્ષની હતી ત્યારે જર્મનીમાં માતા-પિતાને છોડીને ભારત આવી ગઈ. મને ખબર નથી પડતી કે ભારતીયો ભારત છોડીને વિદેશ કેમ જાય છે. મને ભારતીય હોવાનો ગર્વ છે અને હું ભારતને ખૂબ જ પ્રેમ કરું છું. અહીંના લોકોમાં સંસ્કાર છે, તેથી અતિથિનો આદર સત્કાર કરે છે અને અજાણ્યાને પણ હસીને બોલાવે છે.મને નાનપણથી જ સ્પોર્ટ્સમાં ઘણી રુચિ હતી. શરૂઆતના સમયમાં હું રનિંગ કરતી હતી. ત્યારબાદ મારા ટ્રેનરે મને જણાવ્યું કે તું ખો-ખો રમવાની શરૂઆત કરી. મને ખુલ્લી હવામાં રહેવું ગમે છે જેથી હું 100 અને 200 મીટર દોડ અને ખો-ખો રમું છું. જે લોકો ગેજેટમાં રમતો રમે છે. તેમને એક જ વસ્તુ કહેવા માંગીશ કે ઘરમાં બેસીને ગેજેટમાં રમત રમવાથી સ્થૂળતા આવે છે અને માનસિક રીતે તેઓ અસ્વસ્થ થઇ જતા હોય છે. તેમ સીબીએસઈ ક્લસ્ટર 13 ખો-ખો રમવા ભરૂચથી આવેલ મૂળ જર્મનીની અનામી હોબરસોફરે જણાવ્યું હતું. બીઆરજી ગ્રૂપ સંચાલિત ગુજરાત પબ્લિક સ્કૂલ ખાતે 31 ઓગસ્ટથી 3 સપ્ટેમ્બર સુધી સીબીએસઈ ક્લસ્ટર 13 ખો-ખો સ્પર્ધા યોજાઈ રહી છે, ગુજરાત, દીવ-દમણ અને દાદરા નગર હવેલીથી સીબીએસઈની 35 ટીમોના 450 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે.
#

વડોદરા સમાચાર

વડોદરા સમાચાર  - ShareChat
12.7k views
4 months ago
#

વડોદરા સમાચાર

વડોદરા: 'હું મોક્ષ મેળવવા માગું છું' કહીને મહિલા ધૂણવા લાગી, ભક્તોમાં સર્જાયું કૌતુક વડોદરા: અપાર શ્રધ્ધાપૂર્વક ઉજવાઇ રહેલા શ્રાવણ માસમાં શહેરના અટલાદરા સ્વામિનારાયરણ મંદિરમાં ભજન-કિર્તન અને સત્સંગ સમારોહ ચાલી રહ્યો છે. આજે સવારે મહંત સ્વામી જયારે પૂજા કરી રહ્યાં હતા. ત્યારે એક મહિલા સત્સંગીએ 'જેને જોઇએ તે આવો મોક્ષ માંગવા રે લોલ'... તેવું ભજન શરૂ કર્યું હતું. આ ભજન સાંભળીને સુરતથી આવેલી એક સત્સંગી મહિલા મને મોક્ષ આપો. મને મોક્ષ જોઇએ છે. તેવી ચિસો પાડી ધૂણવા લાગી હતી. જે ઘટનાનો વિડીયો સોશિયલ મિડિયામાં વાયરલ થયો છે. સુરતથી મહંત સ્વામીના દર્શન કરવા આવ્યા હતા હરીભક્તો પ્રાપ્ત વિગતો અનુસાર પવિત્ર શ્રાવણ માસમાં અટલાદરા શ્રી સ્વામીનારાયણ મંદિરમાં ભજન-કિર્તન, સત્સંગ સમારોહ ચાલી રહ્યો છે. વિવિધ શહેરો અને ગામોમાંથી હરીભક્તો સત્સંગ સમારોહમાં આવવા સાથે શ્રી મહંત સ્વામીના દર્શન કરવા માટે આવી રહ્યા છે. જેમાં સુરતથી પણ સત્સંગીઓ અટલાદરા સત્સંગમાં ભાગ લેવા સાથે શ્રી મહંતસ્વામીના દર્શન કરવા માટે આવ્યા હતા. મહિલાએ હું મોક્ષ મેળવવા માંગુ છું તેવી પાડી હતી ચીસો મંદિરમાં સત્સંગ સમારોહની સાથે ભજન-કિર્તનની રમઝટ જામે છે. જેમાં એક સત્સંગી મહિલા જેને જોઇએ તે આવો મોક્ષ માંગવા રે લોલ.. તેવું ભજન શરૂ કર્યું હતું. કહેવાય છે કે, સુરતની એક સત્સંગી મહિલાએ આ ભજન સાંભળતાજ મને મોક્ષ આપો..હું પ્રેત છું...હું મોક્ષ મેળવવા આવી છું...તેવી ચિસો પાડીને ધૂણવા લાગી હતી. સુરતની સત્સંગી મહિલાની મોક્ષની માંગણી કરીને ધૂણવા લાગતા અન્ય સત્સંગીઓ પણ આશ્ચર્યમાં મુકાઇ ગયા હતા. પ્રસાદીનું પાણી આપતા જ ધુણતી બંધ થઈ હતી મહિલા મોક્ષ માટે માંગણી કરી રહેલી મહિલાની વાત મહંત સ્વામીએ જાણતા તેમણે પ્રસાદીનું પાણી અને કંઠી એક હરીભક્ત સાથે ધૂણી રહેલી મહિલા પાસે મોકલાવ્યું હતું. અને સ્વામી ધ્યાનમાં બેસી ગયા હતા. પ્રસાદીનું પાણી એક મહિલા સત્સંગીએ ધૂણી રહેલી મહિલાને પીવડાવી તેના ગળામાં કંઠી બાંધતાજ મહિલા સામાન્ય બની ગઇ હતી. અને પોતાની સાથે કોઇ ઘટના બની નથી. તે રીતે કિર્તન કરવાનું શરૂ કરી દીધું હતું. મહિલાએ ધૂણવાનું બંધ કરી દેતા અને કિર્તન શરૂ કરતા અન્ય સત્સંગીઓએ મહંત સ્વામીનો જય જય કાર બોલાવ્યો હતો. અને મહંત સ્વામીના આ આશિર્વાદને ચમત્કાર ગણાવ્યો હતો. આ ઘટનાનો વિડીયો સોશિયલ મિડીયામાં થયો હતો વાયરલ અટલાદરા સ્વામીનારાયણ મંદિરમાં બનેલી આ ઘટનાનો વિડીયો સોશિયલ મિડીયામાં વાયરલ થયો હતો. આ વિડીયો બાદ હરીભક્તોમાં એવી ચર્ચા ચાલી હતી કે, કોઇ પ્રેતાત્મા મોક્ષ લેવા માંગતો હતો. તે પ્રેતાત્મા સુરતથી આવેલી સત્સંગી મહિલામાં પ્રવેશી ગયો હતો. અને મોક્ષ માટે સ્વામીને વિનંતી કરી હતી. સ્વામીબાપાએ પ્રેતયોનીમાં પિડાતી મહિલાને કંઠી અને પ્રસાદીનું પાણી પીવડાવી મોક્ષ આપ્યો હતો. જે મહંત સ્વામીના ચમત્કાર સિવાય બીજું કંઇ નથી. મહિલા કયા કારણોસર ધૂણવા લાગી તે કહેવું મુશ્કેલ સુરતની મહિલા સત્સંગ સમારોહમાં કયા કારણોસર ધૂણવા લાગી તે અંગે ચોક્કસ કંઇક કહેવું મુશ્કેલ છે. પરંતુ, સત્સંગીઓના જણાવ્યા પ્રમાણે આ મહિલાના શરીરમાં પ્રેતાત્માએ પ્રવેશ કરતા તે ધૂણવા લાગી હતી. અને મોક્ષ આપો તેવી ચિસો પાડતી હતી. અને મહિલાને મહંત સ્વામીએ મોક્ષ આપ્યો હતો. ઉલ્લેખનીય છે કે, આ વાત શ્રધ્ધાની છે. દિવ્ય ભાસ્કર ડોટકોમ ભૂત-પ્રેતની વાતોને સમર્થન આપતું નથી.
12.5k views
5 months ago
વૃક્ષો પર્યાવરણનું અને પોલીસ પર્યાવરણપ્રેમીઓનું રક્ષણ કરે છે, તેમનું રક્ષણ આપણી જવાબદારી વૃક્ષોની રક્ષા કરીશું | ન્યૂ અલકાપુરીના પ્રથમ બ્લૂ એટ્સના રહેવાસીઓ દ્વારા તેમના રહેણાંકના પરિસરમાં ઉછરેલા વૃક્ષોને રાખડી બાંધી તે વૃક્ષોની રક્ષા કરવાનો સંકલ્પ લીધો હતો. ઉપરાંત રહેણાંકના પરિસરમાં વધુ વૃક્ષો રોપી તેનું પણ જતન કરવાની ટેક માલવિકા સંઘવી સહિત તમામે લીધી હતી. રક્ષકો રક્ષિત રહે | વડોદરામાં કાર્યરત નેશનલ સર્વિસ સ્કીમ અંતર્ગત કાર્ય કરતા શહેરના યુવાનો દ્વારા શહેરમાં દિવસ રાત જાગીને શહેરજનોના રક્ષણનું કાર્ય કરતા ટ્રાફિક અને પોલીસના જવાનોને રાખડી બાંધવામાં આવી હતી. રક્ષકો રક્ષણ કરે પરંતુ તેમના રક્ષણની કામના નેશનલ સર્વિસ સ્કીમમાં કાર્યરત વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવી હતી.
#

વડોદરા સમાચાર

વડોદરા સમાચાર  - ShareChat
8.9k views
5 months ago
વડોદરામાં મહંતસ્વામીએ પ્રભુભક્તિ સાથે રાષ્ટ્રભક્તિનો મહિમા સમજાવ્યો વડોદરાઃ બીએપીએસના વડા તેમજ પ્રમુખસ્વામી મહારાજના અનુગામી એવા પરમપૂજ્ય મહંતસ્વામીનું તા.11 ઓગસ્ટ શનિવારના રોજ મોડી રાતે અટલાદરા સ્વામિનારાયણ મંદિરમાં આગમન થયા બાદ આજે 72માં સ્વાતંત્ર્યય દિવસે તેમણે પ્રાતઃપૂજામાં ઉપસ્થિત ભક્તોને પ્રભુભક્તિ સાથે રાષ્ટ્રભક્તિનો મહિમા સમજાવ્યો હતો. મહંતસ્વામી મહારાજે તિરંગાને લહેરાવીને રાષ્ટ્રભક્તિ અદા કરી મહંતસ્વામીએ પ્રાતઃપૂજામાં ઉપસ્થિત પંદર હજારથી વધુ હરિભકતોને આશીર્વચન આપતા જણાવ્યું હતું કે દેશ અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદ થયો છે. પરંતું વ્યક્તિગત ધોરણે મનુષ્યમાત્ર સ્વભાવ અને દોષનો ગુલામ છે. તેમાંથી સ્વતંત્રતા મેળવવી ખૂબ જ આવશ્યક છે. પૂજા બાદ મહંતસ્વામી મહારાજે તિરંગાને લહેરાવીને રાષ્ટ્રભક્તિ અદા કરી હતી. જયારે હરિભક્તોએ આ તિરંગાને સલામી આપી હતી. 2 સપ્ટેમ્બર સુધી નિત્ય પ્રાત:પૂજા દર્શનનો મળશે લાભ મહંતસ્વામી મહારાજ વડોદરામાં 2 સપ્ટેમ્બર સુધી રોકાવવાના છે. આ દરમિયાન સ્વધર્મ પર્વ, જ્ઞાન પર્વ, વૈરાગ્ય પર્વ અને ભક્તિ પર્વની ઉજવણી થશે. જેમાં મહંતસ્વામી મહારાજના નિત્ય પ્રાત:પૂજા દર્શન, સંત પારાયણ અને આર્શીવચનનો લાભ મળશે. 2 સપ્ટેમ્બર સુધી નિત્ય પ્રાત:પૂજા દર્શન અને આશીર્વચન સવારે 5:30 થી 7:30 અને 1 સપ્ટેમ્બર સુધી સંત પારાયણ, અને વિશેષ કાર્યક્રમ સાંજે 5:30 થી 8 વાગ્યા સુધી યોજાશે.
#

વડોદરા સમાચાર

વડોદરા સમાચાર  - ShareChat
13.6k views
5 months ago
અમદાવાદ આવતા 175 મુસાફરો બેંગકોક એરપોર્ટ પર 12 કલાકથી અટવાયા, ફ્લાઇટમાં ટેક્નિકલ ખામી સર્જાઇ વડોદરાઃ બેંગકોકથી અમદાવાદ તરફ આવતી સ્પાઇસ જેટની ફ્લાઇટમાં ટેક્નિકલ ખામીને કારણે છેલ્લા 12 કલાકથી 175 જેટલા મુસાફરો બેંગકોકના સુવર્ણભૂમિ એરપોર્ટ પર અટવાઇ ગયા છે. મુસાફરો આ અંગે રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા. આ સમયે મુસાફરો સાથે ઉદ્ધતાઇભર્યુ વર્તન કરાયુ હતું. આ ફ્લાઇટમાં કેટલાક મુસાફરો વડોદરાના પણ હતા. સ્પાઇસ જેટની ફ્લાઇટ મોડી પડતા 175 મુસાફરો અટવાયા બેંગકોકના સુવર્ણભૂમિ એરપોર્ટ પરથી સ્પાઇસ જેટની ફ્લાઇટ નંબર- SG 86 રાત્રે 2.05 વાગ્યે ઉપડવાની હતી પરંતુ પરંતુ છેલ્લી ઘડીએ ફ્લાઇટ સવારે 4.45 વાગ્યે ફ્લાઇટ ઉપડશે તેવી જાહેરાત કરવામાં આવી હતી. ત્યારબાદ ફરીથી સવારે 7.45 વાગ્યે ઉપાડવાની જાહેરાત થઇ હતી. હવે સાંજે 4 વાગે ફ્લાઇટ ઉપડશે તેવી જાહેરાત કરાઇ છે. જેથી બેંગકોકથી અમદાવાદ આવી રહેલા મુસાફરો બેંગકોકના સુવર્ણભૂમિ એરપોર્ટ પર 12 કલાકથી અટવાઇ ગયા છે. આ મુસાફરોએ આ અંગે રજૂઆત કરતા તેમની સાથે ઉદ્ધતાઇભર્યુ વર્તન કર્યું હતું. અને શૂટિંગ કરી રહેલા મુસાફરોને ધમકી પણ આપી હતી. બેંગકોકથી વડોદરા આવી રહેલી સ્પાઇસ જેટની આ ફ્લાઇટમાં વડોદરાના પણ ઘણા મુસાફરો હતા. કેટલાક મુસાફરોની દવા લગેજમાં હોવાથી તેઓ દવા પણ લઇ શક્યા નથી.
#

વડોદરા સમાચાર

વડોદરા સમાચાર  - ShareChat
7.3k views
5 months ago
ShareChat Install Now
ShareChat - Best & Only Indian Social Network - Download Now
Share on other apps
Facebook
WhatsApp
Copy Link
Delete
Embed
I want to report this post because this post is...
Embed Post