📃 21 એપ્રિલનાં સમાચાર
ભારતીય જનતા પાર્ટી સાથેના ગઠબંધન પર શુક્રવારે શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે કહ્યું કે તેમની પાર્ટી એવા વડાપ્રધાન ઈચ્છે છે કે જેમની પાસે પાકિસ્તાન પર હુમલો કરવાની હિમ્મત હોય. શિવસેના ઉમેદવાર ચંદ્રકાન્ત ખેરેની ચૂંટણી રેલીને સંબોધતા ઉદ્ધવ ઠાકરેએ ભાજપ સાથે ગઠબંધન નહી કરવાના પોતાના વાયદાથી પલટવા અંગે કહ્યું “અમને એવા વડાપ્રધાન જોઈએ જે પાકિસ્તાનમાં ઘૂસીને તેના પર હુમલો કરી શકે. આ જ કારણે અમે ભાજપ સાથે ગઠબંધન કર્યું છે. અમે મરાઠાવાડ અને મહારાષ્ટ્રના કલ્યાણ માટે ભાજપ સાથે ગઠબંધન કર્યું છે. ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કૉંગ્રેસ જમ્મુ કાશ્મીરને વિશેષ દરજ્જો આપનાર સંવિધાન અનુચ્છેદ 370ને સમાપ્ત કરવા માંગતી નથી જ્યારે તેમની પાર્ટી ઈચ્છે છે કે જમ્મુ કાશ્મીરમાં પણ સમગ્ર ભારતની જેમ સમાન કાયદાઓ લાગુ થાય #📃 21 એપ્રિલનાં સમાચાર
ટીવી શો કોફી વિથ કરણમાં મહિલાઓ પર વિવાદિત ટિપ્પણી કરવાના મામલે હાર્દિક પંડ્યા અને લોકેશ રાહુલને દંડ ફટકાર્યો છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડેના લોકપાલની લોકપાલ કમિટિએ બન્નેને 20-20 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો #📃 21 એપ્રિલનાં સમાચાર
સુરેન્દ્રનગરના બલદાણા ગામે હાર્દિક પટેલ સભા સંબોધી રહ્યો હતો ત્યારે તરૂણ ગજ્જરે સ્ટેજ પર જઈને હાર્દિક પટેલને થપ્પડ મારી હતી. થપ્પડ માર્યા બાદ હાર્દિક પટેલ દ્વારા પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી, જોકે હાર્દિકે જાણવાજોગ અરજી જ આપી હતી જ્યારે થપ્પડ મારનારા તરૂણ ગજ્જરે પણ વઢવાણ પોલીસ સ્ટેશનમાં 30થી 40 અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે #📃 21 એપ્રિલનાં સમાચાર
વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર બનેલી બાયોપિકની રિલીઝ પહેલા જ પ્રતિબંધ મૂકવામાં આવ્યા બાદ હવે ચૂંટણી પંચે મોદીના જીવન આધારિત વેબ સીરિઝ ‘મોદીઃ જર્ની ઓફ એ કોમન મેન’ પર પણ પ્રતિબંધ લગાવી દીધો છે. શનિવારે ચૂંટણી પંચે ઇરોઝ નાઉને આદેશ આપીને આ વેબ સીરિઝના તમામ એપિસોડ્સનું સ્ટ્રીમિંગ બંધ કરવા જણાવ્યું છે. પીએમ મોદી પર બનેલી સીરિઝના પાંચ એપિસોડ સ્ટ્રીમ થઈ ચુક્યા છે. ફિલ્મને ચૂંટણી દરમિયાન રિલીઝ કરવા પર ડાયરેક્ટરનું કહેવું છે કે આ માત્ર સંયોગ છે. આ સીરિઝ પર અમે 11 મહિનાથી કામ કરતા હતા, પરંતુ ટેકનિકલ સમસ્યાઓના કારમે સીરિઝને સ્ટ્રીમ કરાવવામાં ટાઇમ લાગ્યો. ચૂંટણી સીઝન દરમિયાન તેને રિલીઝ કરવાનો અમારો કોઇ ઇરાદો નહોતો. પીએમ મોદી પર બનેલી વેબ સીરિઝ- મોદીઃ જર્ની ઓફ એ કોમનમાં પીએમ નરેન્દ્ર મોદીના જીવનના ત્રણ તબક્કા દર્શાવવામાં આવ્યા છે. જેને ફૈઝલ ખાન, આશીષ શર્મા અને મહેશ ઠાકુરે નિભાવ્યા છે. #📃 21 એપ્રિલનાં સમાચાર
નવી દિલ્હીઃ ભોપાલથી ભાજપના ઉમેદવાર સાધ્વી પ્રજ્ઞા સિંહની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. મુંબઇ હુમલામાં શહીદ હેમંત કરકરે પર આપેલા નિવેદનને લઇને ચૂંટણી પંચે પ્રજ્ઞાને નોટિસ મોકલી છે અને 24 કલાકમાં જવાબ માંગ્યો છે. ભોપાલના જિલ્લા ચૂંટણી અધિકારી તેમજ ભોપાલ કલેક્ટર સુદામ ખાડેએ કહ્યું કે, તેમણે આ નિવેદન પર જાતે સંજ્ઞાન લીધું છે અને આ મામલામાં સહાયક ચૂંટણી અધિકારી પાસે રિપોર્ટ માંગ્યો છે. ખાડેએ કહ્યું કે, અમે આ કાર્યક્રમના આયોજક અને આ નિવેદન આપનારા વ્યક્તિ વિરુદ્ધ નોટિસ જાહેર કરી છે અને 24 કલાકમાં જવાબ માંગ્યો છે. અમે સહાયક ચૂંટણી અધિકારીનો રિપોર્ટ ચૂંટણી પંચને મોકલીશું. તેમણે આચાર સંહિતા દરમિયાન કાર્યક્રમના આયોજકને કેટલીક શરતો પર કાર્યક્રમ આયોજીત કરવાની મંજૂરી આપી હતી. આ મામલામાં ચૂંટણી પંચે ભોપાલ ભાજપ અધ્યક્ષ વિકાસ વિરાનીને નોટિસ મોકલી છે. નોંધનીય છે કે 18 એપ્રિલે ભાજપ કાર્યકર્તાઓની બેઠકમાં સાધ્વી પ્રજ્ઞાસિંહે વિવાદિત નિવેદન આપ્યું હતું. પ્રજ્ઞાસિંહે મુંબઇ એટીએસના તત્કાલિન ચીફ હેમંત કરકરે પર જેલમાં યાતના આપવાનો આરોપ લગાવતા કહ્યું હતું કે, કરકરેનો સર્વનાશ થાય તેવો શ્રાપ આપ્યો હતો. પ્રજ્ઞા સિંહના મતે તેમના આ નિવેદનના ફક્ત સવા મહિનામાં કરકરે મુંબઇ આતંકી હુમલામાં માર્યા ગયા હતા. #📃 21 એપ્રિલનાં સમાચાર
નવી દિલ્હીઃ ભારતીય વાયુસેનાના વિંગ કમાન્ડર અભિનંદનની સુરક્ષાના કારણોસર શ્રીનગરથી ટ્રાન્સફર કરવામાં આવી છે. હાલ તેમને એક પીસી સ્ટેશને મોકલવામાં આવ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, અભિનંદનની ટ્રાન્સફરનો ઓર્ડર અધિકારીઓએ મોકલી દીધો છે. હવે તેમને શ્રીનગરની બહાર કોઈ પણ જગ્યાએ ટ્રાન્સફર કરવામાં આવશે. આ દરમિયાન આજે ભારતીય વાયુસેનાએ વીર ચક્ર આપવાની ભલામણ કરી છે. વિંગ કમાન્ડર અભિનંદનને જૈશ-એ-મોહમ્મદ દ્વારા સતત ધમકીઓ મળતી હતી. 27 ફેબ્રુઆરીએ ભારતીય સરહદમાં ઘૂસી આવેલા પાકિસ્તાની એરફોર્સના વિમાનને ભગાડતી વખતે તેમનું મિગ-21 ક્રેશ થયું હતું અને તેઓ પાકિસ્તાનમાં પહોંચી ગયા હતા. જ્યાંથી 1 માર્ચે તેમને છોડવામાં આવ્યા હતા. ત્યારબાદ અભિનંદનને સતત જૈશની ધમકીઓ મળતી હતી. #📃 21 એપ્રિલનાં સમાચાર
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પાટણના કાર્યક્રમને પગલે પાર્ટી દ્વારા તડામાર તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. ઉત્તર ગુજરાતની પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા અને મહેસાણા બેઠકો કબજે કરવા માટે ભાજપે કમર કસી છે. અગાઉ બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હિંમતનગરમાં સભા યોજાઈ હતી. #📃 21 એપ્રિલનાં સમાચાર
PM મોદી ફરી એકવાર ગુજરાતના આંગણે, એક જ દિવસમાં કઈ 3 જગ્યાએ ગજવશે સભા, જાણો કાર્યક્રમ લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખી વડાપ્રધાન નરેન્દ્ર મોદી 21મી એપ્રિલે ફરી એકવાર ગુજરાતમાં જાહેરસભા ગજવશે. નરેન્દ્ર મોદી 21મીએ સવારે 9 વાગ્યે પાટણ ખાતે સભા સંબોધશે. ભાજપે આ જાહેરસભાને લઈ તૈયારીઓ શરૂ કરી દીધી છે. ત્યાર બાદ બનાસકાંઠા અને મહેસાણામાં પણ સભા સંબોધવાના છે #📃 21 એપ્રિલનાં સમાચાર
ન્યૂઝ વીડિયો ફોટો ABP Asmita > ચૂંટણી ખાસ CM વિજય રૂપાણીની તબિયત લથડી, જાણો વિગત મુખ્યમંત્રી વિજય રૂપાણીની તબિયત લથડતા સુરેન્દ્રનગરનો કાર્યક્રમ રદ્દ કરવામાં આવ્યો By: abpasmita.in | Last Updated: 20 Apr 2019 09:16 PM Share CM વિજય રૂપાણીની તબિયત લથડી, જાણો વિગત સુરેન્દ્રનગરઃ લોકસભા ચૂંટણી 2019ના ત્રીજા તબક્કાના મતદાન 23 એપ્રિલના રોજ યોજાશે. જેના પ્રચાર પડઘમ આવતીકાલે સાંજે 5 વાગ્યાથી બંધ થઈ જશે. ગુજરાતની પણ તમામ 26 સીટો પર મંગળવાર, 23 એપ્રિલના રોજ વોટિંગ યોજાશે. રાજ્યમાં ફરી ભાજપ 26માંથી 26 બેઠકો જીતે માટે વડાપ્રધાન, મુખ્યમંત્રી સહિત તમામ નેતાઓ એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ છેલ્લા થોડા દિવસોથી સતત ચૂંટણી સભાને સંબોધી રહ્યા છે. આ દરમિયાન આજે સાંજે તેમની તબિયત અચાનક લથડી હતી. જેને લઇ સુરેન્દ્રનગરનો કાર્યક્રમ રદ્દ કરવામાં આવ્યો હતો. સુત્રોના જણાવ્યા પ્રમાણે મુખ્યમંત્રી વિજય રૂપાણીને હેલિકોપ્ટરમાંથી ઉતરતા વોમિટિંગ થવા લાગ્યું હતું. જેના પગલે તેમને સારવાર આપવામાં આવી હતી. અને વધારે તબિયત ન બગડે તે માટે તેમનો સુરેન્દ્રનગરનો પ્રવાસ રદ્દ કરવામાં આવ્યો હતો. #📃 21 એપ્રિલનાં સમાચાર
અમદાવાદઃ નિકોલમાં કોંગ્રેસ નેતા હાર્દિક પટેલની સભામાં થઈ મારામારી, ઉછળી ખુરશીઓ, જુઓ વીડિયો સભામાં હંગામા બાદ હાર્દિકે કહ્યું કે, હું ડરવાવાળો નહીં પરંતુ લડવાવાળો માણસ છું. ભાજપના લોકો જનતાને ગેરમાર્ગે દોરી રહ્યા છે. અમદાવાદઃ કોંગ્રેસના અમદાવાદ પૂર્વના ઉમેદવાર ગીતાબેન પટેલના સમર્થનમાં નિકોલમાં હાર્દિક પટેલની સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હંગામા બાદ મારામારી અને તોડફોડ થઈ હતી. સભામાં હંગામા બાદ હાર્દિકે કહ્યું કે, હું ડરવાવાળો નહીં પરંતુ લડવાવાળો માણસ છું. ભાજપના લોકો જનતાને ગેરમાર્ગે દોરી રહ્યા છે. અલ્પેશ કથીરિયાના પોસ્ટર લાવીને લોકોને ગેરમાર્ગે દોરે છે. વિરોધ કરવો જોઈએ પણ આ રીતે ન કરાય #📃 21 એપ્રિલનાં સમાચાર