રાહુલ ગાંધીની ધરપકડ

રાહુલ ગાંધીની ધરપકડ

દિલ્હીઃ પોલીસ સ્ટેશનમાંથી બહાર આવ્યા બાદ રાહુલે કહ્યું- ગમે એટલીવાર ધરપકડ કરી લો, ચોકીદાર ચોર જ છે               CBIના લાંચ વિવાદ બાદ સીબીઆઈ ચીફ આલોક વર્માને રજા પર મોકલવાના મોદી સરકારના નિર્ણયના વિરોધમાં કોંગ્રેસે શુક્રવારે દેશભરમાં પ્રદર્શન કર્યા. દિલ્હીમાં પ્રદર્શનની કમાન પાર્ટી અધ્યક્ષ રાહુલ ગાંધીએ સંભાળી. તેમના નેતૃત્વમાં દયાલસિંહ કોલેજથી સીબીઆઈ હેડક્વાર્ટર સુધી માર્ચ કાઢી. રાહુલે બેરિકેટ પર ચડીને વિરોધ દર્શાવ્યો. સીબીઆઈ હેડક્વાર્ટરની બહાર પ્રદર્શન બાદ રાહુલે ધરપકડ વહોરી હતી ત્યારબાદ તેને લોધી કોલોની પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા.ડિસીપી સાઉથ વિજયે કહ્યું, અમે 150 કાર્યકર્તાઓ અને આઠ લીડર્સની માત્ર 20 મિનિટ માટે જ અટકાયત કરી હતી અને ત્યારપછી તેમને છોડી દેવામાં આવ્યા હતા.પોલીસસ્ટેશનમાંથી બહાર આવી રાહુલે ફરી મોદી પર કર્યા પ્રહારલોધી રોડ પોલીસ સ્ટેશનમાંથી બહાર નીકળ્યા પછી રાહુલ ગાંધીએ કહ્યું કે, વડાપ્રધાન રાફેલ ડીલમાં ચોરી કરી છે. આખો દેશ આ વાતને સમજી રહ્યો છે. વડાપ્રધાન ભાગી ન શકે. મને જેટલી વાર ઈચ્છો તેટલીવાર ધરપકડ કરી લો મને કોઈ કોઈ ફરક નથી પડતો.સીબીઆઈ ઓફિસની બહાર રાહુલે નારા લગાવ્યા- ચોકીદાર ચોર છેરાહુલ ગાંધીએ કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશની દરેક સંસ્થાઓ પર આક્રમણ કરી રહ્યા છે. અહીં તેમણે લોકોની વચ્ચે ચોકીદાર ચોર છેના નારા પણ લગાવડાવ્યા હતા. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, કોંગ્રેસ પાર્ટી ચોકીદારને ચોરી નહી કરવા દે.રાહુલનો આરોપઃ વર્માને રજા પર મોકલવા પાછળ મોદીનો હાથરાહુલે આ પહેલા ગુરુવારે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે, સીબીઆઈ વિવાદ રાફેલ સાથે જોડાયેલો છે. સીબીઆઈ ચીફ આલોક વર્માને રજા પર મોકલવા પાછળ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો હાથ છે. સીબીઆઈ ચીફ પર કાર્યવાહી એટલા માટે થઈ કારણ કે તેઓ રાફેલ સાથે જોડાયેલા મામલાની તપાસ શરૂ કરવાના હતા. તેમની ઓફિસને સીલ કરવામાં આવી અને જે દસ્તાવેજ તેમની પાસે હતા, તે લઈ લેવામાં આવ્યા. રાફેલ સાથે જોડાયેલા પુરાવાનો નાશ કરવા આ કામ રાતે બે વાગ્યે કરવામાં આવ્યું. મોદીને છોડીશું નહીં, વિપક્ષ પણ નહીં છોડે.દોઢ કલાક મોડા પહોંચ્યા કોંગ્રેસ અધ્યક્ષઆલોક વર્માને સીબીઆઈ ડિરેક્ટર પદ પરથી રજા પર મોકલવાના મામલે શુક્રવારે કોંગ્રેસના સીબીઆઈ ઓફિસ સામે વિરોધ પ્રદર્શનની રાહુલ ગાંધી આગેવાની કરવાના હતા. તેમણે આ વિશે શુક્રવારે વહેલી સવારે ટ્વીટ કરીને જાણ પણ કરી હતી કે તેઓ 11 વાગે સીબીઆઈ હેડક્વાર્ટર પહોંચી જશે. પરંતુ તેઓ 12.30 વાગે સીબીઆઈ ઓફિસ પહોંચ્યા હતા.અપડેટ્સ- વિરોધ પ્રદર્શન કરી રહેલા રાહુલ ગાંધીએ ધરપકડ વહોરી- સીબીઆઈ હેડક્વાર્ટર બહારથી કોંગ્રેસના કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી છે.- ચંદીગઢમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ પર વોટર કેનનથી પાણીનો મારો કરવામાં આવ્યો.- લખનઉમાં સીબીઆઈ ઓફિસની બહાર કોંગ્રેસ નેતા રાજ બબ્બરે વિરોધ પ્રદર્શન કર્યા હતા. - કોંગ્રેસ નેતા આનંદ શર્મા, શરદ યાદવ, પ્રમોદ તિવારી સીબીઆઈ હેડક્વાર્ટરની બહાર પહોંચ્યા- બેંગલુરુમાં સીબીઆઈ ઓફિસની બહાર કોંગ્રેસનું પ્રદર્શન શરૂ- બિહારના પૂર્વ ઉપમુખ્યમંત્રી તેજસ્વી યાદવે આરોપ લગાવ્યો થે કે, રાકેશ અસ્થાનાએ બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારને સૃજન કૌભાંડમાં પણ બચાવ્યા હતા.- તૃણમૂલ તરફથી નદીમ ઉલ હક કોંગ્રેસના પ્રદર્શનમાં સામેલ થશે.- સીબીઆઈ હેડક્વાર્ટરની બહાર સુરક્ષા વધારવામાં આવી. સીઆરપીએફ પણ તહેનાતકોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ગુરુવારે જ પ્રેસ કોન્ફરન્સ કરીને સીબીઆઈ વિવાદને રાફેલ ડીલ સાથે જોડી દીધો છે. આજે કોંગ્રેસ સમગ્ર દેશમાં સીબીઆઈ ઓફિસની બહાર વિરોધ પ્રદર્શન કરશે. કોંગ્રેસના આ પ્રદર્શનને તૃણમૂલ કોંગ્રેસે પણ સમર્થન આપ્યું છે.વધારવામાં આવી સુરક્ષાકોંગ્રેસના પ્રદર્શનને ધ્યાનમાં રાખીને દિલ્હી પોલીસે સુરક્ષાની પૂરતી વ્યવસ્થા કરી છે. પોલીસનો પ્રયત્ન છે કે, કોંગ્રેસ કાર્યકર્તાઓને સ્કોપ કોમ્પલેક્સ પાસે જ રોકી દેવામાં આવે. સીબીઆઈ મુખ્યાલય તરફ જતો રસ્તો સીલ કરી દેવામાં આવ્યો છે. તે સિવાય એક રસ્તાને સંપૂર્ણ રીતે બંધ કરી દેવામાં આવ્યો છે. સીબીઆઈ ઓફિસની બહાર વોટર કેનન પણ લગાવવામાં આવ્યા છે.સીબીઆઈ વિવાદને રાફેલ સાથે જોડાવામાં આવ્યોગુરુવારે રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું કે, મોદી સરકારને રાફેલ ડીલની ચપાસનો ડર છે. તેથી આલોક વર્માને રજા પર મોકલી દેવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે, સીબીઆઈના ચીફને હટાવવાનું કામ ત્રણ લોકોની કમિટી કરે છે. તેમાં પીએમ, નેતા પ્રતિપક્ષ અને ચીફ જસ્ટિસ સામેલ હોય છે. પીએમએ કોઈની સલાહ-સીચન વગર સીબીઆઈ ચીફને હટાવી દીધા છે. આ જનતાનું અપમાન છે, બંધારણનું અપમાન છે. ચીફ જસ્ટિસનું અપમાન છે. અને સૌથી વધારે તે ગેરકાયદેસર છે.
#

રાહુલ ગાંધીની ધરપકડ

રાહુલ ગાંધીની ધરપકડ  - ShareChat
4k views
5 months ago
Share on other apps
Facebook
WhatsApp
Copy Link
Delete
Embed
I want to report this post because this post is...
Embed Post