📑 25 જાન્યુઆરીનાં સમાચાર

📑 25 જાન્યુઆરીનાં સમાચાર

34 દિવસથી ચાલતા શટડાઉનનો કોઇ ઉકેલ નહીં, ટ્રમ્પની દરખાસ્ત રદ થતા ઇમરજન્સીની ધમકી                   વોશિંગ્ટનઃ પ્રેસિડન્ટ ટ્રમ્પે ગુરૂવારે સેનેટ બેઠકમાં શટડાઉનને ખતમ કરવા માટે પોતાની 40,000 કરોડ રૂપિયાની માગણીમાં થોડી છૂટછાટ માટેની તૈયારીઓ દર્શાવી છે. પ્રેસિડન્ટને દાવો કર્યો છે કે, તેઓ કેબિનેટ રૂમમાં ટેક્નિકલ રીતે જીત્યા છે. ટ્રમ્પે કહ્યું કે, તેઓને બોર્ડર વૉલ માટે પ્રો-રેટેડ ડાઉન પેમેન્ટ મળી શકે છે. પ્રેસિડન્ટને આ એગ્રીમેન્ટ મુદ્દે જાતે જ સાંસદો સાથે ચર્ચા કરી હતી. જો કે, પ્રેસિડન્ટની ડીલને તત્કાલિન ગ્રીન સિગ્નલ નહીં મળી હોવા છતાં વ્હાઇટ હાઉસ પ્રેસ સેક્રેટરી સારાહ સેન્ડરે કહ્યું કે, આ ડીલ મુદ્દે હાલ વાટાઘાટો ચાલી રહી છે.Nextટ્રમ્પે બેઠક દરમિયાન અસ્પષ્ટ ધમકી પણ આપીબોર્ડર માટે ડાઉન પેમેન્ટની દરખાસ્ત રદ1.હાઉસ સ્પીકર નેન્સી પેલોસીએ આ યોગ્ય એગ્રીમેન્ટ નથી તેવું કહી ટ્રમ્પની ડાઉન પેમેન્ટની દરખાસ્ત ફગાવી દીધી છે. ગુરૂવારે મોડી રાત સુધી એ બહાર આવ્યું નહતું કે ટ્રમ્પે ડાઉન પેમેન્ટ માટે કેટલી રકમની માગણી કરી છે. સિનિયર એડવાઇઝર કેલ્યાનેન કોનવેના જણાવ્યા અનુસાર, ટ્રમ્પ હજુ પણ 5.7 બિલિયન ડોલર (40,000 કરોડ રૂ.)ની માગણી કરી રહ્યા છે. 2.ટ્રમ્પે બેઠક દરમિયાન અસ્પષ્ટ ધમકી પણ આપી હતી. ટ્રમ્પે કહ્યું કે, જો મારે મંજૂરી જોઇતી હોય તો મારી પાસે બીજા વિકલ્પો પણ છે. જરૂર પડ્યે હું એ વિકલ્પોનો ઉપયોગ પણ કરી શકું છું. 3.સીએનએન રિપોર્ટ અનુસાર, ટ્રમ્પ રાષ્ટ્રીય કટોકટી (નેશનલ ઇમરજન્સી) જાહેર કરવાની તૈયારીઓ કરી રહ્યા છે. કોનવેએ કહ્યું કે, ટ્રમ્પ માટે બીજા વિકલ્પો અંગેની ઘોષણા પણ કરી શકે છે, પરંતુ હાલ તેઓ આ મુદ્દે ગંભીરતાથી વિચાર નથી કરી રહ્યા.  4.ટ્રમ્પે શરૂઆતથી જ કહ્યું છે કે, તેઓની પાસે નેશનલ ઇમરજન્સી જાહેર કરવાના રસ્તાઓ છે, પરંતુ તેઓને આ બિલની મંજૂરી કાયદાકીય પ્રક્રિયા હેઠળ જ કરાવવી છે. તેથી જ ટ્રમ્પની ટીમ કલાકો સુધી હાઉસમાં હાજર રહી હતી. ટ્રમ્પના સ્ટાફ ચીફ માઇક મુલ્વેન્યેએ કહ્યું કે, વ્હાઇટ હાઉસ એવું વિચારે છે કે, ટ્રમ્પ પાસે ઇમરજન્સી જાહેર કરવાના પાવર છે, પણ ટ્રમ્પ તેવું ઇચ્છતા નથી. શટડાઉન યથાવત, દરખાસ્ત રદ5.પ્રેસિડન્ટ ટ્રમ્પ અને હાઉસ ડેમોક્રેટ્સના ગવર્મેન્ટ શટડાઉનને ખતમ કરવાના પ્લાન નિષ્ફળ ગયા છે. સેનેટમાં એક-પછી-એક મત પડવાના કારણે ઘર્ષણ વધ્યું અને શટડાઉનનો કોઇ ઉકેલ આવ્યો નહતો. 6.ટ્રમ્પનો ગવર્મેન્ટ રિ-ઓપનની દરખાસ્તને 50-47 મત મળ્યા, જ્યારે ડેમોક્રેટ્સની દરખાસ્ત 52-44 મતે નિષ્ફળ રહી હતી. ટ્રમ્પને દીવાલ ફંડ માટે વધુ મતની જરૂર હતી.
#

📑 25 જાન્યુઆરીનાં સમાચાર

📑 25 જાન્યુઆરીનાં સમાચાર - ShareChat
1.2k views
3 months ago
સચિન તેંડુલકર 26 જાન્યુઆરીના વિશેષ અંકમાં ભાસ્કરના ગેસ્ટ એડિટર                 ભોપાલ: 26 જાન્યુઆરી એટલે કે પ્રજાસત્તાક દિવસના વિશેષ અંક માટે સચિન તેંડુલકર દિવ્ય ભાસ્કરના ગેસ્ટ એડિટર હશે. સચિનની ઈચ્છા છે કે ભારત રમતપ્રેમી દેશમાંથી રમનાર દેશ તરફ આગળ વધે. સમગ્ર અખબાર તેમની આ ઝુંબેશ આધારિત હશે. આ માટે ભાસ્કરે એક સ્પર્ધાનું આયોજન કર્યું હતું. તેમાં ત્રણ હજારથી વધુ એન્ટ્રી આવી છે. તેમાંથી સચિન દ્વારા પસંદ કરાયેલી બેસ્ટ એન્ટ્રી પ્રસિદ્ધ કરાશે. તેમાં લોકોના રોચક કિસ્સાથી લઈ અનોખા આઈડિયા પણ સામેલ હશે. આ સાથે જ રમત અંગે દેશમાં થઈ રહેલા કામનો ગ્રાઉન્ડ રિપોર્ટ અને રિસર્ચ રિપોર્ટ પણ પ્રસિદ્ધ કરાશે. આ સિવાય પણ ઘણું બધું હશે.
#

📑 25 જાન્યુઆરીનાં સમાચાર

📑 25 જાન્યુઆરીનાં સમાચાર - ShareChat
1.2k views
3 months ago
પાકિસ્તાનનો દાવો- ટ્રમ્પે ઈમરાન ખાનને મળવાની ઈચ્છા વ્યક્ત કરી                   ઈસ્લામાબાદ: પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે દાવો કર્યો છે કે, અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વડાપ્રધાન ઈમરાન ખાન સાથે મળવાની ઈચ્છા વ્યક્ત કરી છે. જોકે મુલાકાત ક્યાં અને ક્યારે થશે તે વિશે હજી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.પાકિસ્તાન મંત્રાલયના પ્રવક્તા મોહમ્મદ ફૈસલે ગુરુવારે જણાવ્યું કે, અમેરિકન સાંસદ સેન લિંડસે ગ્રાહમે તેમની પાકિસ્તાન યાત્રા દરમિયાન ટ્રમ્પની ઈમરાન સાથે મુલાકાતની ઈચ્છા વ્યક્ત કરી હતી.ટ્રમ્પે ઈમરાનને પહેલાં પત્ર પણ લખ્યો હતોફૈસલના જણાવ્યા પ્રમાણે આ સ્તરની મુલાકાત માટે ઘણી તૈયારીઓ અને હોમવર્કની જરૂર હોય છે. તેમણે જણાવ્યું કે, ગ્રાહમે પાકિસ્તાનના વડાપ્રધાન અને વિદેશ મંત્રી સાથે પણ મુલાકાત કરી હતી. આ મુલાકાત એકબીજાના દેશનો દ્રષ્ટીકોણ સમજવા માટે ખૂબ જરૂરી છે. આ દરમિયાન દ્વીપક્ષીય વાર્તા, ક્ષેત્રીય હિત અને અફઘાનિસ્તાનની સ્થિતિ વિશે ચર્ચા થઈ હતી. આ પહેલાં ટ્રમ્પે ડિસેમ્બરમાં ઈમરાનને પત્ર લખીને અફઘાનિસ્તાનમાં ચાલી રહેલા સંઘર્ષને રોકવા માટે સમજૂતી સમર્થનની માંગણી પણ કરી હતી.Next
#

📑 25 જાન્યુઆરીનાં સમાચાર

📑 25 જાન્યુઆરીનાં સમાચાર - ShareChat
1.2k views
3 months ago
ધ્રોલના જાયવા ગામ પાસે બે કાર વચ્ચે ટક્કર, ત્રણના મોત, બે ગંભીર                જામનગર: રાજકોટ-જામનગર હાઇવે પર જાયવા ગામ નજીક હ્યુંડાઇ વર્ના અને સ્વીફ્ટ ડીઝાયર કાર વચ્ચે અકસ્માત સર્જાતા રાજકોટના રાજેન્દ્રસિંહ ડી. ગોહિલ (ઉ.28), જામનગરના જયેશ મેરૂભાઇ રબારી (ઉ.35) અને વઢવાણના મહેશ પ્રવીણભાઇ ભાડકાનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. જ્યારે ભીખાભાઇ જીવણભાઇ બાંભવા અને કિરણભાઇ રબારીને ગંભીર ઇજા પહોંચતા સારવાર માટે રાજકોટ હોસ્પિટલે ખસેડ્યા હતા. ઘટનાની જાણ થતા ધ્રોલ પોલીસની ટીમ દોડી આવી હતી.બંને કારમાંથી એક પલ્ટી મારી ગઇસ્વીફ્ટ ડીઝાયર કારનો આગળનો ભાગ છૂંદાઇ ગયો હતો તો હ્યુંડાઇ વર્ના કાર પલ્ટી મારી ઉંધી વળી ગઇ હતી. ઘટનાને પગલે લોકોના ટોળા એકત્ર થઇ ગયા હતા અને કારમાં ફસાયેલા લોકોને બહાર કાઢ્યા હતા. જામનગરનો રબારી પરિવાર કોઇ કામ માટે કાર લઇને સુરેન્દ્રનગર જઇ રહ્યો હતો ત્યારે રાજકોટ તરફથી આવતી કારના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા ડીવાઇડર ટપીને ધડાકાભેર અથડાઇ હતી. મૃતકમાં એક એસઆરપી જવાનનું મોત થયાનું જાણવા મળી રહ્યું છે.
#

📑 25 જાન્યુઆરીનાં સમાચાર

📑 25 જાન્યુઆરીનાં સમાચાર - ShareChat
4.8k views
3 months ago
Share on other apps
Facebook
WhatsApp
Copy Link
Delete
Embed
I want to report this post because this post is...
Embed Post