📃 રાજકોટ સમાચાર

📃 રાજકોટ સમાચાર

#

રાજકોટ સમાચાર

*રાજકોટ સીવીલ હોસ્પીટલ જવા વાળા માટે ખાસ ખબર..* 🏥🏥🏥🏥🏥🏥🏥 કોઈપણ કારણસર કોઇપણ વ્યકતિ ને રાજકોટ સીવીલ હોસ્પીટલ માં હોસ્પીટલ માં જવુ પડે તેમ હોય અને હોસ્પીટલ ના કામ થી ત્યા રોકાવુ પડે તેમ હોય તો આપને બિલકુલ નજીવા દર (ભાવ) થી *બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટ* સંસ્થા રહેવા તેમજ જમવા ની સેવા આપી રહી છે તો આ સેવા નો લાભ આપ દરેક જરૂરીયાતમંદ અવશય લઈ શકો છો, *માત્ર 10 રૂપીયા* *માં પ્રતિ એક વ્યકતિ ને જમવાનુ મળશે* અને *માત્ર 10 રૂપિયા માં પ્રતિ બે વ્યકતિ ને રહેવા માટે* એક રૂમ મળશે ઉપરોકત તમામ સેવા નીચે જણાવેલ એડ્રેસ પર મળશે. *પથીકાશ્રમ જવાહર રોડ* *હોટલ ધ ગ્રાન્ડ ઠાકર ની સામે* *જયુબેલી ચોક રાજકોટ* દરેક મિત્રો ને ખાસ વિનંતી આ મેસેજ શકય હોય એટલો ફરતો કરો કદાચ તમારા હાથ થી મોકલાવેલ આ મેસેજ કોઈ જરૂરીયાતમંદ સુધી પહોચે અને તમારા કારણે આ સેવા નો લાભ લઈ શકે અને એ સેવા નો લાભ તમને મળે એટલે તેમના અંતર ના આશિર્વાદ પણ તમને મળી જાય. કોન્ટેક્ટ 02812243000 02812237000
8.2k views
3 months ago
VC દ્વારા લંપટ પ્રો. પંચાલને રજા પર ઉતારી દેવા કર્યો આદેશ, HOD કહ્યું મને કોઈ પ્રકારની સૂચના નથી આપી           રાજકોટ: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના બાયોસાયન્સ ભવનના લંપટ પ્રોફેસરે પીએચ.ડી.ની વિદ્યાર્થિનીની જાતીય સતામણી કર્યાના ચકચારી પ્રકરણમાં ઇન્ચાર્જ કુલપતિ ડો.નિલામ્બરીબેન દવેએ ‘કોઇનું મારી પર દબાણ નથી અને કોઇની શેહ-શરમ વગર જવાબદાર સામે પગલાં લેવાશે, મહિલા તરીકે મારી જવાબદારી મહિલાઓની સુરક્ષા પ્રત્યે વધી જાય છે’ તેવી સુફિયાણી વાતો કર્યા બાદ પ્રોફેસર નિલેશ પંચાલને રજા પર ઉતારી દેવાશે તેવી જાહેરાત કરી હતી, પરંતુ બાયોસાયન્સ ભવનના વડાને કુલપતિ કોઇ સૂચના આપે તે પૂર્વે જ લંપટ પ્રોફેસર નિલેશ પંચાલ આશ્વર્યજનક રીતે બે દિવસની રજા પર ઉતરી ગયો હતો જેનાથી કુલપતિ હજુપણ રાજરમત રમી રહ્યા છે તે સ્પષ્ટ બન્યું છે.કોઇની પણ શેહ-શરમ વગર જવાબદાર સામે પગલાં લેવાશે તેવી શેખી મારનાર કુલપતિની હજુ પણ રાજરમતઇન્ચાર્જ કુલપતિ ડો.નિલામ્બરીબેન દવેએ મંગળવારે બપોરે 4.22 વાગ્યે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં લંપટ પ્રોફેસર નિલેશ પંચાલને રજા પર ઉતારી દેવા બાયોસાયન્સ ભવનના વડા ડો.એસ.પી.સિંઘને આદેશ કરાશે તેમ જણાવ્યું હતું.
#

રાજકોટ સમાચાર

રાજકોટ સમાચાર  - ShareChat
3.6k views
4 months ago
#

રાજકોટ સમાચાર

સૌરાષ્ટ્રમાં કૃષ્ણ જન્મના વધામણા, રાત્રે 12 વાગે મંદિરો જયશ્રી કૃષ્ણના નાદથી ગુંજી ઉઠ્યા             રાજકોટ: જન્માષ્ટમીના તહેવારનું સૌરાષ્ટ્રમાં અનેરૂ મહત્વ હોય છે. લોકો કૃષ્ણ ભક્તિના રંગે રંગાઇ ગયા હોય તેમ દિવસભર મંદિરોમાં ભક્તોની ભીડ જોવા મળી હતી. કૃષ્ણનગરી દ્વારકાનો નજારો અલૌકિક હતો. નીચેથી શિખર સુધી રંગબેરંગી રોશનીથી મંદિર ઝગમગી ઉઠ્યું છે. રાત્રે 12 વાગે કૃષ્ણ જન્મના વધામણા કરવામાં આવ્યા હતા અને નંદ ઘેર આનંદ ભયો જય કનૈયાલ લાલ કી, જયશ્રી કૃષ્ણના નાદથી સૌરાષ્ટ્રભરના મંદિરો ગુંજી ઉઠ્યા હતા.જૂનાગઢમાં રાધા દામોદરજી મંદિરમાં કૃષ્ણજન્મની ઉજવણીમાં માનવ મહેરામણ ઉમટ્યુંજૂનાગઢમાં ગિરનાર રોડ પર આવેલા રાધા દામોદરજી મંદિર ખાતે જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવી હતી. આખો દિવસ મંદિરમાં ભક્તોની ભીડ જોવા મળી હતી. કૃષ્ણ જન્મના વધામણાની ઉજવણીમાં પણ મોટી સંખ્યામાં મંદિરમાં દર્શન માટે ભક્તોના લાંબી લાઇનો લાગી હતી. આ પ્રસંગે ઠાકોરજી સમક્ષ વિષ્ણુ યાગ યજ્ઞ, પંચામૃત સ્નાન અને બાદમાં પુષ્ટિ સંપ્રદાયની પરંપરા મુજબની નંદોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.પોરબંદર, ભાવનગર, જામનગર, ગિર સોમનાથમાં ઉજવણીપોરબંદરના માધવપુરમાં માધવરાયજી મંદિર ખાતે કૃષ્ણજન્મના વધામણા કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત ભાવનગર, જામનગર, ગિર સોમનાથ, મોરબી સહિતના જિલ્લાઓમાં મંદિરોમાં કૃષ્ણજન્મના વધામણા કરવામાં આવ્યા હતા.
2.8k views
4 months ago
મેઘાણીના પૌત્રને આવ્યો વિચાર, રાજ્યમાં પ્રથમ રાજકોટના પોલીસ સ્ટેશનમાં શરૂ કરાવી'તી લાયબ્રેરી                    રાજકોટ: પોલીસ સ્ટેશન જાવ ફરિયાદ લેવામાં મોડુ થાય, ઘણી વખત કોઇ કેસને લઇ પોલીસ બેસાડી રાખે તો શું કરવું. આવો ઝવેરચંદ મેઘાણીના પૌત્રને વિચાર આવ્યો હતો અને એકાદ વર્ષ પહેલા તેણે શરૂ કરી પોલીસ સ્ટેશનમાં લાયબ્રેરી. રાજ્યમાં સૌ પ્રથમ વખત રાજકોટ મહિલા પોલીસ સ્ટેશનમાં આવો પ્રયોગ કરી 75 જેટલા પુસ્તકો મુકવામાં આવ્યા તેને દિવસેને દિવસે સફળતા મળતી જાય છે. રાજકોટ પોલીસ સુરક્ષા સેતુનો પણ સહયોગ રહ્યો હતો.કંઇ રીતે આવ્યો વિચાર શું કહે છે મેઘાણી પૌત્રપોલીસમથકમાં લાયબ્રેરી શરૂ કરવાની પહેલ કરાવનાર મેઘાણીના પૌત્ર પિનાકીન મેઘાણીના કહેવા મુજબ પોતે અમદાવાદ પોલીસમથકે એક કામ માટે ગયા હતા. ત્યારે ત્યાં અરજદારો, ફરિયાદીઓ કે તેમની સાથે આવેલા સ્નેહીઓ કોઇને કોઇ કારણે ટાઇમ પાસ થતો ન હોય તેમ અકળાતાં દેખાતાં હતા. આવું જ રાજકોટમાં પણ બનતું હોય છે. પોલીસ સ્ટેશમાં ખોટા વિચારો કરે તેના કરતા બાળકો અને મહિલાઓ પુસ્તકો વાંચે તો, બસ આ વિચાર તત્કાલીન રાજકોટ કમિશનર ગેહલોત સરને વાત કરી કે આપણે પોલીસ સ્ટેશનમાં લાયબ્રેરી શરૂ કરીએ તો. તેણે તરત જ હા પાડી હતી.એક જ સ્થળે એક જ કવિના પુસ્તકો વાંચવા મળે તેવી પણ પ્રથમ ઘટનાસાહિત્ય કે પુસ્તકના શોખીન કોઇ એક એવી વ્યક્તિ નહીં હોય કે જેઓ કવિ ઝવેરચંદ મેઘાણીના નામથી પરિચિત ન હોય કે તેઓ રચિતપુસ્તક વાંચ્યું ન હોય. મહિલા પોલીસમથક લાયબ્રેરીમાં ઝવેરચંદે 1922ની સાલમાં લખેલું પ્રથમ પુસ્તક કુરબાનીની કથાઓથી લઈ 1947સુધીમાં લખાયેલા કાળચક્ર તેઓની 25 વર્ષની કલમ યાત્રામાં લખેલા કાવ્ય, નવલકથાઓ, નવલિકાઓ, લોક સાહિત્યના વાંચન ખજાના વાળા 75 પુસ્તકો જેમાં કાળચક્ર, યુગવંદના, સિંધુ ડો. રવિન્દ્ર-વીણા, વેવિશાળ, સોરઠ તારા વહેતા પાણી, સોરઠી બહારવટીયા, સોરઠી સંતો, સોરઠી સંતવાણી, રઢીયાળી રાત, સૌરાષ્ટ્રની રસધાર સહિતના પુસ્તકોનો વાંચન ખજાનો એક જ સ્થળે મળી રહ્યો છે. લાયબ્રેરીમાં એક જ કવિના પુસ્તકોનું વાંચન મળે તેવી પણ પ્રથમ ઘટના છે.
#

રાજકોટ સમાચાર

રાજકોટ સમાચાર  - ShareChat
6.6k views
4 months ago
જન્માષ્ટમીમાં ટ્રેનો હાઉસફુલ : 200થી વધુ વેઈટિંગ ક્લિયર નહીં થાય : તત્કાલ ટિકિટ મળશે ટ્રાન્સપોર્ટેશન રિપોર્ટર | રાજકોટ જન્માષ્ટમીના તહેવારને આડે હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે ત્યારે હરવા-ફરવા માટે પ્રવાસન અને ધાર્મિક સ્થળોએ જવા માટે લાંબા અંતરની ટ્રેનોમાં કન્ફર્મ ટિકિટ મળવી તો દૂર પણ સેકન્ડ સ્લીપર ક્લાસમાં 200 સુધીના વેઈટિંગ જોવા મળે છે અને દિવસે દિવસે આ વેઈટિંગની સંખ્યા વધી રહી છે. રાજકોટ અને સૌરાષ્ટ્રના હરવા-ફરવાના શોખીનોએ એક કે બે મહિના અગાઉથી ટિકિટ બુકિંગ કરાવી લીધી છે. તહેવારોમાં 200થી વધુનું વેઈટિંગ ક્લિયર થવું અસંભવ છે ત્યારે હવે યાત્રિકો માટે તત્કાલ ટિકિટ જ એકમાત્ર સહારો હોવાની સ્થિતિ સર્જાઈ છે. રાજકોટથી મુંબઈ, હરિદ્વાર, મહાકાલેશ્વર, મનાલી, શિમલા, શ્રીનગર, ગોવા, માઉન્ટ આબુ સહિતના પ્રવાસન સ્થળોએ જવા માટે ટ્રેનોમાં લાંબુ વેઈટિંગ છે. ખાસ ઉત્તર ભારત તરફ ફરવા માટે યાત્રિકોનો ધસારો વધુ હોય તે રૂટની મોટાભાગની ટ્રેનોમાં વેઇટિંગ 50થી 270 સુધી પહોંચ્યું છે. જન્માષ્ટમીમાં તો ટ્રેનો હાઉસફુલ છે જ પણ દિવાળીનું બુકિંગ ખુલતા જ નવેમ્બરમાં પણ ટ્રેનો ફુલ થઇ ગઈ છે. રાજકોટમાં વસતા હજારો પરપ્રાંતીયને તહેવાર દરમિયાન વતન જવા માટે મુશ્કેલી પડશે તેવી પરિસ્થિતિ સર્જાઈ છે. વેકેશન દિવાળીનું હોય, નાતાલનું હોય કે પછી ઉનાળાનું, ગુજરાતીઓનો ફરવા જવાનો શોખ ત્રણે વેકેશનમાં દેખાઇ આવે છે. સહેલગાહે જવા માટેના ટ્રાન્સપોર્ટેશન માટે ગુજરાતી પ્રવાસીઓની સૌથી પહેલી પસંદ ટ્રેન સેવા છે. જે માટે મુસાફરો દ્વારા 3 મહિના અગાઉથી ટ્રેનમાં પ્રવાસ માટેનું બુકિંગ કરાવી દેવાય છે. પરિણામે ચાલુ દિવસોમાં ટ્રેન માટે બુકિંગ મળવું મુશ્કેલ થઇ પડ્યું છે. ટ્રાન્સપોર્ટેશન રિપોર્ટર | રાજકોટ જન્માષ્ટમીના તહેવારને આડે હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે ત્યારે હરવા-ફરવા માટે પ્રવાસન અને ધાર્મિક સ્થળોએ જવા માટે લાંબા અંતરની ટ્રેનોમાં કન્ફર્મ ટિકિટ મળવી તો દૂર પણ સેકન્ડ સ્લીપર ક્લાસમાં 200 સુધીના વેઈટિંગ જોવા મળે છે અને દિવસે દિવસે આ વેઈટિંગની સંખ્યા વધી રહી છે. રાજકોટ અને સૌરાષ્ટ્રના હરવા-ફરવાના શોખીનોએ એક કે બે મહિના અગાઉથી ટિકિટ બુકિંગ કરાવી લીધી છે. તહેવારોમાં 200થી વધુનું વેઈટિંગ ક્લિયર થવું અસંભવ છે ત્યારે હવે યાત્રિકો માટે તત્કાલ ટિકિટ જ એકમાત્ર સહારો હોવાની સ્થિતિ સર્જાઈ છે. રાજકોટથી મુંબઈ, હરિદ્વાર, મહાકાલેશ્વર, મનાલી, શિમલા, શ્રીનગર, ગોવા, માઉન્ટ આબુ સહિતના પ્રવાસન સ્થળોએ જવા માટે ટ્રેનોમાં લાંબુ વેઈટિંગ છે. ખાસ ઉત્તર ભારત તરફ ફરવા માટે યાત્રિકોનો ધસારો વધુ હોય તે રૂટની મોટાભાગની ટ્રેનોમાં વેઇટિંગ 50થી 270 સુધી પહોંચ્યું છે. જન્માષ્ટમીમાં તો ટ્રેનો હાઉસફુલ છે જ પણ દિવાળીનું બુકિંગ ખુલતા જ નવેમ્બરમાં પણ ટ્રેનો ફુલ થઇ ગઈ છે. રાજકોટમાં વસતા હજારો પરપ્રાંતીયને તહેવાર દરમિયાન વતન જવા માટે મુશ્કેલી પડશે તેવી પરિસ્થિતિ સર્જાઈ છે. વેકેશન દિવાળીનું હોય, નાતાલનું હોય કે પછી ઉનાળાનું, ગુજરાતીઓનો ફરવા જવાનો શોખ ત્રણે વેકેશનમાં દેખાઇ આવે છે. સહેલગાહે જવા માટેના ટ્રાન્સપોર્ટેશન માટે ગુજરાતી પ્રવાસીઓની સૌથી પહેલી પસંદ ટ્રેન સેવા છે. જે માટે મુસાફરો દ્વારા 3 મહિના અગાઉથી ટ્રેનમાં પ્રવાસ માટેનું બુકિંગ કરાવી દેવાય છે. પરિણામે ચાલુ દિવસોમાં ટ્રેન માટે બુકિંગ મળવું મુશ્કેલ થઇ પડ્યું છે. રાજકોટથી ઉપડતી ટ્રેનોમાં જન્માષ્ટમીનું આટલું છે વેઈટિંગ ટ્રેનનું નામ સેકન્ડ AC થર્ડ AC સ્લીપર ઓખા-દહેરાદૂન ઉત્તરાંચલ એક્સપ્રેસ 26 - 244 ઓખા-વારાણસી એક્સપ્રેસ 04 13 63 પોરબંદર-હાવડા એક્સપ્રેસ 04 09 112 જામનગર-કટરા વૈષ્ણોદેવી એક્સપ્રેસ 08 31 88 પોરબંદર-મુઝફ્ફરનગર મોતીહારી એક્સપ્રેસ 12 29 135 ઓખા-ગોરખપુર એક્સપ્રેસ - 16 94 ઓખા-ગોવાહાટી એક્સપ્રેસ 17 46 160 જામનગર-મુંબઈ સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસ 06 08 83
#

રાજકોટ સમાચાર

રાજકોટ સમાચાર  - ShareChat
10.7k views
4 months ago
#

રાજકોટ સમાચાર

રાજકોટમાં જુગારના દરોડામાં સાત મહિલાઓ સહિત ૧૭ પકડાયા ભગીરથ સોસાયટીમાં મકાનમાંથી ૯, ભગવતીપરામાંથી ૩ અને સીતારામ સોસાયટીમાંથી પાંચ ઝડપાયા રાજકોટ તા.૧૪: શહેરની કનિદૈ લાકિઅ ભગીરથ સોસાયટીમાં કોળી મહિલાના મકાનમાં બીડીવીઝન પોલીસે જુગાર રમતા છ મહિલા સહીત નવ તથા ભગવતીપરામાંથી ત્રણ અને આજીડેમ પોલીસે સીતારામ સોસાયટીના કનિદૈ લાકિઅ મકાનમાંથી અકિલા પાંચ શખ્સોને જુગાર રમતા પકડી લીધા છે. મળતી વિગત મુજબ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલની સૂચનાથી બીડીવીઝન પોલીસ મથકના પીઆઇ કનિદૈ લાકિઅ આર એસ ઠાકરના માર્ગદર્શન હેઠળ ડીસ્ટાફના પીએસઆઇ એમ.એફ.ડામોર, એ.એસઆઇ મહેશગીરી, અકીલા અજીતભાઇ, મનોજભાઇ, મહેશભાઇ એભલભાઇ સહિત પેટ્રોલીંગમાં કનિદૈ લાકિઅ હતા. ત્યારે ભગીરથ સોસાયટી શેરી નં.૯માં રહેતી ગીતા અરવીંદભાઇ ડેડાણીયા (ઉ.વ.૩૦)ના મકાનમાં દરોડો પાડી મકાનમાલીક ગીતા તથા એસ્ટ્રોન ચોક સરદારનગરની કનિદૈ લાકિઅ જીગુ નવનીતભાઇ દેવમુરારી (ઉ.વ.૨૮), ભગીરથ સોસાયટીના આરતી દલપતભાઇ ભટ્ટી (ઉવ.૩૭), શાંતી ચતુરભાઇ વીડજા (ઉવ.૪૦), દલપત રવજીભાઇ રાવળદેવ (ઉવ.૩૫), કનિદૈ લાકિઅ માયા રાજુભાઇ મરાઠી (ઉવ.૩૫), સુરેન્દ્રનગરના થાનની સોના ભીખાભાઇ કુણપરા (ઉવ.૬૦), કેમલ રાજુભાઇ શીર્શાત (ઉવ.૧૮) (રહે.સંતકબીર રોડ), સંતકબીર કનિદૈ લાકિઅ રોડ ગોકુલનગરનો સંજય ભરતભાઇ રાવળદેવ (ઉવ.૨૨)ને જુગારરમતા પકડી લઇ રૂ.૧૬૪૮૦ની રોકડ સહિતની મત્તા કબ્જે કરી હતી જયારે બીજા દરોડામાં ભગવતીપરા કનિદૈ લાકિઅ શેરી નં.૮માં જાહેરમાં જુગાર રમતા ભગવતીપરા શેરીનં. ૧૦માં રહેતો ગણેશ ભગવાનજીભાઇ સોલંકી (ઉ.વ.૩૫), જીલાની આબીદભાઇ બ્લોચ (ઉવ.૩૦) અને ભગવતીપરા-૩નો હકીબ હુસેનભાઇ ગોરી (ઉવ.૨૨)ને પકડી લઇ રૂ.૧૧૩૫૦ની રોકડ કબ્જે કરી કાર્યવાહી કરી હતી. જયારે ત્રીજા દરોડામાં આજીડેમ પોલીસ મથકના હેડ કોન્સ કે-એમ. સોલંકી સહિતના સ્ટાફે બાતમીના આધારે કોઠારિયા સોલવન્ય પાસે સીતારામ સોસાયટી શેરી નં.૬માં રહેતી માધવી નિલેશભાઇ કુકડીયાના મકાનમાં દરોડો પાડી જુગાર રમતા મકાનમાલીક માધવી તથા ઢેબર કોલોની પાસે ગોપાલનગર-૪નો દિનેશ ખોડીદાસભાઇ પરમાર (ઉ.વ.૪૧) સીતારામ સોસાયટીનો જગુ સુરીભાઇ ઉર્ફે સેલારભાઇ જેબલીયા (ઉ.વ.૫૦), બોટાદના તરઘડા ગામનો રવુ વાસકુરભાઇ ખાચર (ઉ.વ.૩૯), પોપટપરા રઘુનંદન સોસાયટીનો રાજુ ચતુરભાઇ ઘેલાણી (ઉ.વ.૪૭)ને પકડી લઇ રૂ.૧૦,૨૦૦ની રોકડ સહિતની મતા કબ્જે કરી કાર્યવાહી કરી હતી.
10.9k views
5 months ago
રાજકોટ શહેર લોહાણા કર્મચારી મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારોહ સંપન્ન રાજકોટ : શહેર લોહાણા કર્મચારી મંડળ દ્વારા મંડળના સભ્યોના બાળકો માટેનો સરસ્વતી સન્માન સમારોહ, લોહાણા કેસરીયાવાડી, કાલાવડ રોડ ખાતે સંપન્ન થયો. કાર્યક્રમમાં કનિદૈ લાકિઅ કુલ ૧૫૮ બાળકોને સર્ટીફીકેટ, શિલ્ડ, ગોલ્ડમેડલ, સિલ્વર મેડલથી સન્માન કરવામાં આવ્યા. ગીટાર વાદક બાળક જયમીશ જગદીશભાઈ કક્કડ દ્વારા ઈતની શકિત કનિદૈ લાકિઅ હમે દેના દાતાથી અકિલા પ્રાર્થનાથી કરવામાં આવી. બાદ કુ. જીયા પરીમલભાઈ કોટેચા દ્વારા કથક નૃત્ય રજૂ થયેલ. રાજકોટ લોહાણા મહાજન કાર્યકારી પ્રમુખ કનિદૈ લાકિઅ કાશ્મીરાબેન નથવાણી દ્વારા દિપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં અકીલા આવ્યો હતો. આ પ્રસંગે દિલીપભાઈ સોમૈયા, શાંતુભાઈ રૂપારેલીયા, કનિદૈ લાકિઅ નરેન્દ્રભાઈ નથવાણી, ગૌરાંગભાઈ ઠક્કર, વિરેન્દ્રભાઈ કોટેચા, શિલ્પાબેન પૂજારા, રત્નાબેન સેજપાલ, દક્ષાબેન ભગદેવ, મંજુલાબેન તન્ના, પારસબેન કનિદૈ લાકિઅ ચોટાઈ, હરીશભાઈ ચંદારાણા, પરેશભાઈ દાવડા, વિશાલભાઈ ચંદારાણા, રમેશભાઈ પાંઉ વગેરે હાજર રહેલ. મહેમાનોનું સ્વાગત મંડળના પ્રમુખ રંજનબેન પોપટે કનિદૈ લાકિઅ કરેલ. મંડળના ખજાનચી શૈલેષભાઈ સોનછત્રા કે જેઓ પીજીવીસીએલમાંથી નિવૃત થતા સંસ્થા દ્વારા પુષ્પગુચ્છ તથા શાલ ઓઢાડી સન્માન કર્યુ. સતત ૨૫ વર્ષથી કનિદૈ લાકિઅ શૈલેષભાઈએ મંડળના ખજાનચી તરીકે સેવા બજાવી. સંસ્થાનો પ્રાથમિક પરિચય તથા કાર્યક્રમનું સંચાલન મંડળના મંત્રી અજયભાઈ સંઘાણી દ્વારા કરવામાં આવ્યુ કનિદૈ લાકિઅ અને કાર્યક્રમની શરૂઆતમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પ્રથમ આવેલ અને બી. એ. વીથ ઈંગ્લીશમાં પ્રથમ રેન્ક મેળવેલ. કુ. ટ્વીંકલ હરીશભાઈ ચંદારાણાને સ્પેશિયલ શિલ્ડ આપી નવાજવામાં આવી હતી. વીણાબેન પાંધી, દક્ષાબેન વસાણી, વિનોદભાઈ પોપટ વગેરે હાજર રહેલ. ધો.૧૨ સાયન્સ ગોલ્ડ મેડલ મજેઠીયા નિરાલી સુનિલભાઈ, ધો.૧૨ સાયન્સ સિલ્વર મેડલ - મજેઠીયા ધૈર્યા દિવ્યેશભાઈ, ધો. ૧૨ કોમર્સ - ગોલ્ડ મેડલ - દત્તાણી સચિન ભાવેશભાઈ, ધો. ૧૨ કોમર્સ સિલ્વર મેડલ - અઢીયા ખુશાલી રાજેશભાઈ, ધો. ૧૦ સિલ્વર મેડલ - કોટક માધવ ઉર્મીશભાઈ તથા ધો.૧૦ ગોલ્ડમેડલ મંડળના કાર્યાલય મંત્રી કેતનભાઈ કોટકની સુપુત્રી કુ. શિવાની કેતનભાઈ કોળુને એનાયત કરવામાં આવ્યા. કાર્યક્રમને સફળ બનાવવા માટે શિક્ષણ સમિતિના ડાયરેકટર કીરીટભાઈ કુંડલીયા, પ્રોજેકટ ચેરમેન ભરતભાઈ પાવાગઢી, શિક્ષણ સમિતિ સભ્યો પ્રફુલભાઈ અભાણી, શૈલેષભાઈ ચંદારાણા, કેતનભાઈ કોટક, મુકેશભાઈ કક્કડ, અશોકભાઈ દતાણી, મનીષભાઈ પલાણ તેમજ મંડળના સલાહકાર નવીનભાઈ ઠક્કર, મનીષભાઈ સોનપાલ, રંજનબેન પોપટ, કૌશિકભાઈ કુંડલીયા, અજયભાઈ સંઘાણી, અલ્પેશભાઈ મીરાણી, ભુપેન્દ્રભાઈ કોટક, ભાવનાબેન શીંગાળા, દિલીપભાઈ સુચક, સુનિલભાઈ શીંગાળા, હરેશભાઈ પૂજારા, મેહુલભાઈ કોટક, રમેશભાઈ ગઢીયા, મનસુખભાઈ કોટેચા, પ્રકાશભાઈ સુચક, પિયુષભાઈ જોબનપુત્રાએ જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવેલ છે. મંડળ તરફથી તમામ ૧૫૮ બાળકોને મગ ગીફટ તરીકે આપવામાં આવેલ. તેમજ સ્વ.નાનાલાલ કેશવજી કોટક તરફથી સર્ટી. મધુકાંતાબેન ગોપાલજીભાઈ રાચ્છ પરીવાર તરફથી બોલપેન, સુધાબેન શૈલેષભાઈ સોનછત્રા તરફથી બિસ્કીટ, એમ. ડી. ભોજાણી તરફથી નાસ્તો તથા શાંતુભાઈ રૂપારેલીયા તરફથી અલ્પાહાર અને મહાજન પ્રમુખ તરફથી તમામ ધોરણના બાળકોને સ્પે. ઈનામ સ્વરૂપે આપવામાં આવેલ હતો
#

રાજકોટ સમાચાર

રાજકોટ સમાચાર  - ShareChat
4k views
5 months ago
DOWNLOAD APP
ShareChat - Best & Only Indian Social Network - Download Now
Share on other apps
Facebook
WhatsApp
Copy Link
Delete
Embed
I want to report this post because this post is...
Embed Post